તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:સમયની સાથે મનોરંજન અને રમકડાંના બદલાતાં સ્વરૂપ

10 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
 • કૉપી લિંક

કોરોનાના સંકટના કારણે હવે ઓનલાઈન અભ્યાસનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પોતાના મનોરંજન માટે ઈન્ટરનેટ પર તેઓ ફોર મોર શોટ્સ, એવેન્જર્સ, સ્ટાર વોર, મનીહાઉસ અને ડેઝિગ્નેટેડ સરવાઈરર જોઈ રહ્યા છે. અમે જ્યારે કિશોર વયના હતા ત્યારે માડિયા, જોન કાવસ અને ભગવાન દાદાની ફિલ્મો જોતા હતા. ક્યારેક ટારઝન ફિલ્મો પણ જોવા મળી જતી હતી. ‘કિંગકોંગ’ની લવસ્ટોરી અમને દેવદાસ-પારોની પ્રેમકથા કરતાં વધુ પ્રભાવિત કરતી હતી.
માડિયા-જોન કાવસ અને એવેન્જર્સ તથા આ શ્રેણીની સાયન્સ ફેન્ટસી ફિલ્મોમાં એક અંતર એ છે કે, માડિયા ફિલ્મોની કોમળતા સાયન્સ ફેન્ટસી ફિલ્મોમાં જોવા મળતી નથી. સમાનતા એ છે કે, બંને શ્રેણીની ફિલ્મોમાં મનુષ્ય જ્ઞાનના નવા ક્ષિતિજ ખોલવાનો પ્રયાસ કરે છે. ‘મની હાઉસ’ જેવી ફિલ્મોની શ્રેણીમાં ‘ગ્રાન્ડ સ્લેમ’ આજે પણ અભ્યાસક્રમના પુસ્તકનો દરજ્જો ધરાવે છે. આ ફિલ્મનો નૈતિક સંદેશો તેને મહાકાવ્યનો દરજ્જો આપે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં હીરા(ડાયમંડ)ની દુકાનનો સેવાનિવૃત્ત મેનેજર પોતાની વયોવૃદ્ધ પત્નીને કહે છે કે, વર્ષો સુધી નોકરી કરતા રહીને તેણે હીરો ચોરી કરવાની યોજના બનાવી હતી. તેના દ્વારા આયોજિત ચોરીના થોડા સમય પહેલા તેણે મૂળ હીરાના સ્થાને નકલી હીરા મુકી દીધો અને ચોરોમાં લોભ-લાલચના કારણે અંદર-અંદર લડાઈ થઈ અને આ કુરુક્ષેત્રમાં બધા જ યોદ્ધા મરી ગયા. એક સડકના કિનારે બનેલી રેસ્ટોરમાંથી અસલી હીરાની પોટલી એક સાધારણ ઠગ ઉઠાવી લે છે. મેનેજર પોતાની પત્ની સાથે દૂર કસબામાં જતો રહે છે, કેમ કે તે જાણે છે કે, ચોરો પકડાઈ જશે અને હીરાની ઓળખ થઈ જશે. તેઓ બંને ઊભા થઈને પોતાનું બિલ ચૂકવી દે છે. ‘ખાયા-પિયા કુછ નહીં ઔર ગિલાસ ફોડા બારાહ આના’.
સાયન્સ ફેન્ટસીની દાર્શનિક્તાથી ભરપૂર ફિલ્મ ‘મેટ્રિક્સ’માં એવો ભય વ્યક્ત કરાયો છે કે, મનુષ્ય કમ્પ્યૂટરનો દાસ બની જશે, કમ્પ્યૂટર મનુષ્યનો બેટરીની જેમ ઉપયોગ કરશે. બેટરી વિલક્ષણ શક્તિનો સ્રોત છે. રાજ કૂમાર હિરાનીની ફિલ્મ ‘પી.કે.’નો બીજા ગ્રહથી આવેલા વ્યક્તિ સ્વદેશ પરત ફરતા સમયે પોતાની સાથે અસંખ્ય બેટરી લઈ જાય છે. તે પોતાના ગ્રહમાં બેસીને ટેપ રેકોર્ડર પર આ ગ્રહનો અવાજ સાંભળશે. હકીકતમાં વિરહના સમયે પોતાના ગ્રહના લૉકડાઉનમાં તે પૃથ્વીની પોતાની પ્રેમિકાનોઅવાજ ટેપ કરી લે છે. પ્રેમ અને સંવેદના જ હજારો મીલ દૂર રહેલા ગ્રહોને એક દોરીમાં બાંધે છે.
‘ડેઝિગ્નેટેટ સરવાઈવર’માં કોઈ રોગચાળાના તાંડવ સમયે એવું લાગવા લાગે કે પ્રલયના સમાન સૃષ્ટિનો અંત નજીક છે તો કોને બચાવવું ઉચિત હશે? શું સૌથી વધુ શક્તિશાળીને બચાવવો જોઈએ કે ધનવાનને કે બુદ્ધિશાળીને. નબળા વ્યક્તિનો તો વિચાર જ કરવામાં નહીં આવે. એવું સુવાક્ય કે નબળો વ્યક્તિ સૃષ્ટિનો વારસદાર હશે, ફગાવી દેવાશે. એ શાયરને ગાળો ભાંડવામાં આવશે, જેણે લખ્યું હતું કે, ‘હમ ખાકનશીનોં કી ઠોકર મેં જમાના હોગા’. ગુલઝારની એ આશાને પણ ફગાવી દેવાશે કે, ‘જબ સૂરજ કી આગ બુઝને લગેગી, તબ પૃથ્વી સે ઉડા એક કવિતા કા પન્ના અંગારા બનકર ઉસે પુન: દહકા દેગા’. કથા ફિલ્મના દરેક યુગમાં સાયન્સ ફેન્ટસી ફિલ્મો બની છે, પરંતુ 1967માં સ્ટીવન સ્પિલબર્ગ, જેમ્સ કેમરૂન અને તેમના સાથીઓએ આ વિદ્યાને નવી ઊંચાઈ આપી હતી. ઉલ્લેખનીય છે કે, જેમ્સ કેમરૂનની ‘ટાઈટેનિક’ પોતાની પ્રેમકથાના કારણે ક્લાસિક બની ગઈ. ઉલ્લેખનીય છે કે, પ્રેમકથાનો નાયક સાધનહીન વર્ગનો છે અને નાયિકા એ શ્રીમંત ખાનદાનની છે, જે પોતાની સંપત્તિ ગુમાવી ચુક્યો છે અને કન્યાના લગ્ન દ્વારા ફરીથી કેટલીક સંપત્તિ પ્રાપ્ત કરવા માગે છે. વર્તમાન દાદા-દાદી ટાઈમ પાસ કરવા માટે ક્યારેક સાપ-સીડી પણ રમતા હોય છે. સાપ સીડીની રમતમાં ટોચ પર પહોંચીને ગોટ સાપના મોઢામાં જઈને શૂન્ય પર પહોંચી જાય છે. જીવનનું અનિશ્ચિત હોવું જ તેને રોચક બનાવી દે છે.
ક્રિસ્ટલ બોલમાં ભવિષ્ય જાણી લોવું તેની રોચકતાને સમાપ્ત કરી દે છે. જર્મન દંતકથા ‘ધ લિજેન્ડ ઓફ કારમે’માં એક જિપ્સી કન્યા અને સૈનિકની દુ:ખાંત પ્રેમકથા છે. એ.આર. કારદારે નલિની જયવંત અને સુરેશ સાથે તેનાથી પ્રેરિત ‘જાદુ’ નામની એક ફિલ્મ બનાવી હતી. બાળપણના ગલિયારામાં ભોળપણની શોધ કેવી રીતે કરવી? દુષ્યંત કુમાર અને નિદા ફાઝલીને ગમે ત્યાં ટાંકી શકાય છે, કેમ કે તેઓ કબીર પરંપરાના કવિ છે. ‘મૌલા બચ્ચોં ગો ગુડ-ધાની દે, સોચ-સમજવાલોં કો થોડી સી નાદાની દે’.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો