મેનેજમેન્ટ ફંડા / પ્રોડક્ટમાં ગુણવત્તા માનવતાનું જ એક સ્વરૂપ છે!

Quality in the product is a form of humanity!
X
Quality in the product is a form of humanity!

એન રઘુરામન

Jun 25, 2020, 12:09 PM IST

તેઓ બંને અલગ-અલગ શહેરના હતા અને બંને સ્ટ્રીટ ફૂડ વેચતા હતા. એક છેલ્લા 46 વર્ષથી એક જ જગ્યાએ પાણીપૂરી વેચી રહ્યો હતો અને બીજાએ તાજેતરમાં જ ખાણી-પીણીની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું હતું. મુખ્ય અંતર એ હતું કે, એક ક્વોલિટીનું ધ્યાન રાખીને તમામ સારી સામગ્રી ઘરે જ બનાવતો હતો અને એટલું જ વેચતો હતો, જેટલું બનાવી શકે. બીજો ક્વોલિટી અંગે જાણતો જ ન હતો. એવું નથી એ મિલાવટ કરતો હતો. એ બીજાની જેમ કમાવા માટે બિઝનેસ કરતો હતો. બંનેને કોરોના થઈ ગયો અને આ છે બંનેની સ્ટોરી કે તેમના ગ્રાહકો, પડોશીઓએ તેમની સાથે કેવું વર્તન કર્યું.

પ્રથમ સ્ટોરી: કોલકાતાના લેક રોડ પર સડક કિનારે નાશ્તાના સ્ટોલના 45 વર્ષના માલિકને હળવો તાવ હતો. તેમનાં ગ્રાહકોએ, જે તેના પડોશી પણ હતી, તેને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું. રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેને ડર હતો કે સ્થાનિક લોકો તેને મહોલ્લામાં પ્રવેશ કરવા નહીં દે. આથી તે મદદ માટે ટોલિગંજ પોલિસ સ્ટેશન ગયો. તેણે માસ્ક પહેર્યો હતો અને ચહેરા પર ગમછો લપેટ્યો હતો. તે ડ્યુટી ઓફિસર પાસે ગયો અને તેને રિપોર્ટ આપી દીધો. ઓફિસરને લાગ્યું કે, કોઈ ફરિયાદી હશે, પરંતુ વાંચીને ખબર પડી કે આ તો કોરોના-પોઝિટિવ છે. એ વ્યક્તિને તરત જ સુરક્ષિત સ્થાને લઈ જવાયો અને તેને ક્વોરેન્ટાઈનમાં મોકલવાની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગને આપવામાં આવી. બધા જ ડરી ગયા અને પોલિસ સ્ટેશન પણ સેનિટાઈઝ કરાયું. તેની સાથે વાત કરનારા પોલિસ કર્મીની પણ તપાસ કરાઈ.

બીજી સ્ટોરી: ''હમ જહાં ખડે હો જાતે હૈં, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ''. આ ડાયલોગ ફિલ્મ ''કાલિયા''નો છે. અમિતાભ બચ્ચન પછી જો કોઈ પોતાના કર્મોના કારણે આ જોરદાર ડાયલોગ પર અધિકાર વ્યક્ત કરી શકતો હતો તો તે હતો ભગવતી યાદવ. તે છેલ્લા 46 વર્ષથી મુંબઈના નેપિયન સી રોડ પર પાણીપુરી વેચતો હતો. આ વિસ્તારમાં દેશની જાણીતી હસ્તીઓ રહે છે. સાંજે ત્રણ કલાકના વેચાણ માટે તે અને તેની પત્ની સવારે 6 વાગ્યાથી તૈયારી કરતા હતા. બધો જ સામાન જાતે બનાવતા હતા. સાંજે 4.30 થી 5ની વચ્ચે તે પોતાના નિશ્ચિત સ્થળે અચાનક આવતો અને સામાન સમાપ્ત થાય ત્યારે અચાનક જતો રહેતો. તેણે ક્યારેય કાયમી દુકાન કે લારી લગાવી નહીં. તે જેવો આવતો કે તેના સ્ટોલની પાસે લાંબી લાઈન લાગી જતી, કારણ કે તે પોતાની ક્વોલિટી માટે જાણીતો હતો. તે દરેક વસ્તુમાં બોટલબંધ પાણીનો ઉપયોગ કરતો હતો અને કદાચ એટલા માટે જ તેને લોકો ''બિસલેરી પાણીપુરીવાળો'' કહેતા હતા. તેના ગ્રાહકો દુનિયાભરમાં હતાં. તમે ઈચ્છો તો તે મસાલાથી તમારી આંખમાંથી આંસુ ટપકાવી દે અને ઈચ્છો તો મિઠાસ ઘોળી શકતો હતો. હવે, એક પાણીપૂરીવાળાના મૃત્યુથી કોને ફરક પડે છે? ગયા મહિને યાદવનું કોવિડ-19થી મોત થઈ ગયું.

સ્થાનિક લોકોને જ્યારે એક મહિના પછી ખબર પડી તો તેમણે યાદવના પરિવારને રૂ.5 લાખ આપવા માટે ફાળો ભેગો કરવાનું અભિયાન ચલાવ્યું. અભિયાન શરૂ થવાના 24 કલાકમાં જ 79 મદદગારોએ રૂ.1.45 લાખ દાનમાં આપ્યા, જેમાંથી અનેક વિદેશમાં રહે છે. અનેક વિદેશી મદદગારોએ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાની છેલ્લી વિઝિટનો વીડિયો પોસ્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ પણ આપી. ફંડા એ છે કે, આપણે એવા યુગમાં છીએ જ્યાં સમાન પ્રોડક્ટની અલગ-અલગ સ્થળે સમાન કિંમત હોય છે, ખાસ કરીને જીએસટી પછી. આ સ્થિતિમાં ગ્રાહક નક્કી કરે છે કે તેણે પ્રોડક્ટ ક્યાંથી ખરીદવાની છે. આથી, ક્વોલિટી પર ધ્યાન આપવું, કેમ કે તે પણ દયા અને માનવતાનું જ એક સ્વરૂપ છે.
મેનેજમેન્ટ ગુરુ
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી