તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:કોરોનાના ખોફથી લોકો સ્યુસાઇડ કરી રહ્યા છે!

10 મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક
 • કેરળમાં તો કોરોનાને કારણે જેટલા માણસો મર્યા છે એથી વધુ માણસોએ કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિથી પોતાનાં જીવન ટૂંકાવી લીધાં છે!

કોરોનાના લીધે કોઈએ કલ્પના ન કરી હોય એવી ઘટનાઓ બની રહી છે. કોરોનાને કારણે દુનિયા જાણે થંભી ગઈ છે, પણ મોતની રફ્તાર તેજ બની ગઇ છે. કોરોનાના કારણે તો દરરોજ હજારો લોકો મરી જ રહ્યા છે, પરંતુ કોરોનાના કારણે દુનિયામાં દરરોજ સેંકડો લોકો ક્યાં તો સ્યુસાઇડ કરી રહ્યા છે અને ક્યાં બીજી કોઈ રીતે કમોતે મરી રહ્યા છે. આવા કમોતના આંકડાઓ અને કિસ્સાઓ ચોંકાવનારા છે. કેરળમાં તો કોરોનાને કારણે જેટલા માણસો મર્યા છે એથી વધુ માણસોએ કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિથી જીવન ટૂંકાવી લીધાં છે! 29 માર્ચ સુધીમાં કેરળમાં કોરોનાને કારણે એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું, પણ કેરળમાં વાઈન શોપ અને બિયર બાર્સ બંધ થવાને કારણે શરાબ વિના તરફડી રહેલા સાત માણસોએ જીવન ટૂંકાવી લીધું હતું (6 મે સુધીમાં કેરળમાં કોરોના વાઇરસને કારણે ચાર વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.) સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઈ)એ 3 મેના દિવસે એક રિપોર્ટ પ્રસારિત કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે કોરોનાને કારણે લોકડાઉનની અણધારી સ્થિતિ આવી પડી એથી દેશમાં 300થી વધુ વ્યક્તિઓ કમોતે મરી હતી. એ વ્યક્તિઓએ કોરોના વાઈરસને કારણે નહીં, પરંતુ કોરોનાને કારણે ઉદ્્ભવેલી સ્થિતિને લીધે અકાળે મરવું પડ્યું હતું. પીટીઆઈએ જિન્દાલ ગ્લોબલ સ્કૂલ ઓફ લોના આસિસ્ટન્ટ પ્રોફેસર, એક્ટિવિસ્ટ કનિકા શર્મા અને પબ્લિક ઇન્ટરેસ્ટ ટેક્નોલોજિસ્ટ તેજસ જી.એન. સહિતની વ્યક્તિઓના ગ્રૂપના સંશોધનનો હવાલો આપીને એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. એ અહેવાલમાં જણાવાયું હતું કે 19 માર્ચથી 2 મે દરમિયાન 338 વ્યક્તિઓ કોરોના રિલેટેડ ડેથથી મરી હતી. એ અહેવાલમાં એવું કહેવાયું હતું કે 80 વ્યક્તિઓએ લોકડાઉનમાં એકલતાને કારણે અથવા તો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવાના ડરને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. કમોતે મરનારી વ્યક્તિઓમાં એવી 51 વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો કે જે કામના સ્થળથી પોતાના વતન જવા માટે નીકળી હતી અને અકસ્માતે કે થાકના અતિરેકને કારણે મૃત્યુ પામી હતી. તો વ્યસનને કારણે વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સથી 45 વ્યક્તિઓ કમોતે મરી હતી. જ્યારે 36 વ્યક્તિઓ આર્થિક રીતે મૂંઝાઈ જવાને કારણે અથવા ભૂખ્યા રહેવાને કારણે કમોતે મરી હતી! ઘણા લોકોએ ઘરમાં પુરાઈ રહેવાને કારણે મૂંઝારો થવાને કારણે જીવન ટૂંકાવી લેવાનું અંતિમ પગલું ભર્યું હતું. જે વ્યક્તિઓએ વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સને કારણે આપઘાત કર્યા હતા એમાંથી સાત વ્યક્તિઓ એવી હતી કે જેમને શરાબની લત હતી અને તેમને એ વસ્તુઓ મળી નહોતી એટલે આકુળવ્યાકુળ થઈને આફ્ટર શેવ કે સેનેટાઈઝર લોશન્સ પીવાને કારણે તેમનાં કમોત થયાં હતાં. તો કોરન્ટાઈન ફેસેલિટીઝમાં ફસાયેલા અને પોતાના કુટુંબથી દૂર હોવાને કારણે કેટલાક મજૂરોએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. કેટલાક માણસોએ ઈન્ફેક્શનના ડરને કારણે અને કોરોના રોગના ભયને કારણે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. કેટલાક મજૂરો જે લાંબા અંતર સુધી સેંકડો કિલોમીટર પગપાળા ઘરે જવા નીકળ્યા હતા અથવા રાશન માટે લાંબી લાંબી કતારમાં ઊભા હતા તેઓ થાકના અતિરેકને કારણે કમોતે મર્યાં હતાં. તો કેટલાક પોલીસના અત્યાચારને કારણે અને લોકડાઉન રિલેટેડ ક્રાઈમને કારણે મર્યાં હતાં. પોલીસના અત્યાચારને કારણે 11 વ્યક્તિઓ કમોતે મરી હતી. તો 38 વ્યક્તિઓ એવી હતી કે જેમનાં મોત મેડિકલ સહાય ન મળવાને કારણે થયાં હતાં. જોકે, એ લોકો કોરોનાના દર્દીઓ નહોતા. કોરોના રિલેટેડ ડેથનો આંકડો વધુ હોઈ શકે છે, કારણ કે આ સર્વે કરનારા ગ્રૂપે ઈંગ્લિશ, હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ, બેંગાલી, ઉડિયા અને મલયાલમ અખબારોના અહેવાલોના આધારે અને સોશિયલ મીડિયાના આધારે જ આ ડેટા તૈયાર કર્યો હતો. લોકડાઉન સંબંધિત ક્રાઈમ્સને કારણે પણ 2 મે સુધીમાં દેશમાં 12 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આવા એક આઘાતજનક કિસ્સા સાથે લેખ પૂરો કરીએ. મુંબઈના કાંદીવલી ઉપનગરમાં દુર્ગેશ ઠાકુર નામનો યુવાન પૂણેમાં એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરતો હતો અને કોરોના વાઈરસને કારણે લોકડાઉન અગાઉ જ તેના ઘરે પાછો આવી ગયો હતો. તે લોકડાઉનમાં પણ અવારનવાર ઘરની બહાર જતો હતો એને કારણે તેનાં ભાઈ-ભાભી તેના પર અકળાતાં હતાં. તેમને ડર લાગતો હતો કે તે બહાર જશે તો કોરોના વાઈરસના સંપર્કમાં આવશે અને એના કારણે તેમના પર પણ કોરોનાનું જોખમ તોળાતું રહેશે. એમ છતાં દુર્ગેશ તેના મોટા ભાઈની ચેતવણીને અવગણીને બહાર જતો હતો. એટલે તેના ભાઈ સાથે તેનો ઝઘડો થતો હતો. દુર્ગેશ 26 માર્ચના દિવસે ફરી એકવાર ભાઈની ચેતવણીને અવગણીને ઘરની બહાર ગયો. તે પાછો આવ્યો ત્યારે તેનાં ભાઈ-ભાભીએ તેની સાથે ઝઘડો કર્યો. દુર્ગેશ પણ ઉશ્કેરાયો. તેમની વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને તેનાં ભાઈ-ભાભીએ કહ્યું હતું કે તું બહાર જઈને પાછો કોરોના લઈને આવીશ તો અમને પણ તારી સાથે કમોતે મારીશ. દુર્ગેશે કહ્યું કે હું બહાર જવાનો જ છું, જે થાય એ કરી લેજો. એટલે ઉશ્કેરાઇને તેના ભાઈ રાજેશે ચપ્પુના ઘા ઝીંકીને તેને મારી નાખ્યો! કોરોનાને કારણે દુનિયાભરમાં સંખ્યાબંધ મર્ડર્સ પણ થઈ રહ્યાં છે. આપણા દેશમાં પણ કોરોનાને કારણે ખૂનની અનેક ખોફનાક ઘટનાઓ બની છે એ વિશે પછી વાત કરીશું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો