તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુવાહાટીથી 174 કિમી દૂર હોજાઈના બજારમાં 35 વર્ષનો મધુનાથ છેલ્લા ચાર વર્ષથી દાબેલી અને વડા પાંવ વેચતો હતો. તેની રોજની રૂ.600ની કમાણી થતી હતી. તે ખુશ અને સંતુષ્ટ હતો. લોકડાઉનના પ્રથમ તબક્કામાં તે ઘર પર બેસી રહ્યો અને વિચાર્યું કે સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ જશે. લોકડાઉન લંબાતા પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ બન્યું. આથી, તેણે ફળ અને શાકભાજી વેચવાનો નિર્ણય લીધો. આ નવો બિઝનેસ કરતા તેને 18 દિવસ થઈ ગયા છે, તેમ છતાં અગાઉની સરખામણીમાં તેની કમાણી એક ચતુર્થાંશ જ છે. હવે તે નવો બિઝનેસ મોડું શરૂ કરવાની ભરપાઈ માટે મગજ કસી રહ્યો છે અને બેવડું કામ કરી રહ્યો છે.
મધુ જેવા અસંખ્ય લોકો છે. આપણે સચ્ચાઈનો સામનો કરવો પડશે. દેશભરમાં નવી ‘ઘરેલુ મદદો’ની પુછ-પરછ વધવાની સાથે જ મોટાભાગના પરિવાર આ ‘મદદ’નો ઓર્ડર પણ આપી રહ્યા છે. હા, એલજી, વોલ્ટાસ, ડાયસન અને સેમસંગના આંકડા જણાવે છે કે, ભારતીય પરિવાર ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ (વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન વગેરે) ખરીદી રહ્યા છે, કેમ કે, લોકડાઉન ખુલ્યા પછી ઘરેલુ કામ કરનારાને ઘરમાં કામ કરવા બોલાવવા અંગે તેઓ ચિંતિત છે. નવી શોપિંગથી સ્પષ્ટ છે કે, ઘરકામ કરનારા એ પરિવારોની જીવનરેખી નહીં રહે, જ્યાં પતિ અને પત્ની બંને કમાય છે. તેમાં ખોટું લગાવવાની વાત નથી. આ સમયની જરૂરિયાત છે. હવે બની શકે કે વિદેશોની જેમ સાપ્તાહિક આધારે સાફ-સફાઈ અને ઘરના અન્ય રોજિંદા કામો માટે પાર્ટ ટાઈમ ઘરેલુ મદદ લેવામાં આવે.
રાજસ્થાનના બાંસવાડાના ડુંગરપુરની 300 મહિલાઓનું ઉદાહરણ જૂઓ. આ મહિલાઓ દેશભરમાં કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છેલ્લા 40 દિવસથી પીપીઈ કિટ સીવી રહી છે. તેનાથી પહેલા તેઓ શિયાળા અને વરસાદમાં પહેરવામાં આવતા કપડાં તૈયાર કરતી હતીં, પરંતુ કોવિડ-19 આવ્યા પછી રાજસ્થાનની આ એકમાત્ર ફેક્ટરી છે, જે આ કિટ બનાવી રહી છે. મહિલાઓને ટેક્નીકલ સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે, કેમ કે આ કિટની ટેપિંગ માટે વિશેષ કૌશલ્યની જરૂર હોય છે, જેથી તેમાં હવા-પાણી ન પ્રવેશે. મહિલાઓએ આ કળા શીખી લીધી છે અને હવે ઝડપથી સિલાઈ કરી રહી છે.
બીજું એક ઉદાહરણ જૂઓ. સંગત તેમનું જીવન અને એકમાત્ર આશા છે, કેમ કે તેના સિવાય તેઓ બીજું કશું કરી શકતા નથી. લોકડાઉને તેમના જીવનમાંથી સંગીત સમાપ્ત કરી નાખ્યું છે. તેમ છતાં તેમણે સમય અનુસાર પોતાને ઢાળવાનો નિર્ણય લીધો. લાંગા, મંગાનિયાર કલાકાર અને કાલબેલિયા નર્તક, જે રાજસ્થાની લોક કલાકારો તરીકે ઓળખાય છે, હવે તેઓ આજીવિકા માટે ઓનલાઈન કોન્સર્ટ્સ અને લાઈવ-સ્ટ્રીમિંગ પર પરફોર્મ કરી રહ્યા છે. જે લોકોને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે કે પોતાની આજીવિકા ગુમાવી દેશે, તેમને મારી અંગત સલાહ છે કે, તેઓ વહેલામાં વહેલી તકે કોઈ નવી ભૂમિકા અપનાવી લે. સૌથી પહેલા વર્તમાન નોકરીદાતાની બદલાયેલી જરૂરિયાતને સમજો અને તમે તેને પૂરી કરી શકો છો કે નહીં તે જૂઓ. જો નહીં તો ખુદને તાલીમબદ્ધ કરો અને જેટલું ઝડપથી થઈ શકે એ નવી ભૂમિકા અપનાવો. તેમની સાથે ક્યારેય ચર્ચા ન કરો અને પોતાનો સંબંધ હંમેશાં માટે ન બગાડો.
ફંડા એ છે કે, મુદ્દો હવે એ નથી રહ્યો કે તમે વાઈરસનો સામનો કરવા માટે ફિટ છો કે નહીં, પરંતુ મુદ્દો એ છે કે તમે કેટલી ઝડપથી નવી ભૂમિકા અપનાવો છો.
મેનેજમેન્ટ ગુરુ
raghu@dbcorp.in
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.