પરદે કે પીછે / કેરળ ફિલ્મ ઉદ્યોગમાં નર્સઅને નહેર ગાથા

Nurse and canal saga in Kerala film industry
X
Nurse and canal saga in Kerala film industry

જયપ્રકાશ ચોક્સે

May 18, 2020, 01:17 PM IST

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કેરળમાં કોરોનાનો પ્રથમ દર્દી મળ્યો હતો અને માત્ર પાંચ મહિનામાં કેરળમાં એક પણ વ્યક્તિ ચેપગ્રસ્ત નથી. દાયકાઓ પહેલાથી જ કેરળમાં એક પણ નિરક્ષર વ્યક્તિ ન હતો. બીજી વાત એ છે કે, કેરળમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટર ગલીએ-ગલીએ ખુલી ચૂક્યા હતા. અરવિંદ કેજરીવાલ જેનો પ્રચાર કરી રહ્યા છે, તે કેરળમાં દાયકાઓ પહેલા સ્થાપિત કરી દેવાયું છે. ગોવા ચેપગ્રસ્ત મુક્ત બીજું રાજ્ય છે. કેરળમાં સિંગલ થિયેટરોની સંખ્યા 500થી વધુ છે અને મધ્યપ્રદેશમાં માત્ર 170, છત્તીસગઢમાં 100થી ઓછી અને રાજસ્થાનમાં 100ની આસપાસ છે. હવે ફિલ્મો ઈન્ટરનેટ પર રજૂ થશે એ મુદ્દો ચર્ચામાં છે. ઘણા ઓછા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સૌથી મોટી વાત એ છે કે, ફિલ્મનો આનંદ સિનેમાઘરમાં જોવાથી જ આવે છે. ચાર ઈંચનો મોબાઈલ સ્ક્રીન 70 એમએમમાં શૂટ કરાયેલી સિનેમાસ્કોપ ફિલ્મનો પર્યાય બની શકે નહીં. લાંબા સમય પહેલા કેરળમાં બનેલી ફિલ્મ ‘લુબના’નો કથાસાર કંઈકએવો છે કે, ક્ષણિક આવેશમાં અને આક્રોશથી સંચાલિત વ્યક્તિ પોતાની પત્નીને તલાક આપી દે છે. તેને પ્રશ્ચાતાપ થાયછે. હવે, એ જ સ્ત્રી સાથે લગ્ન માટે જે મહિલાને તલાક આપ્યા છે તેણે કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરવા જરૂરી છે અને એ પુરુષ તેને તલાક આપે. ગુસ્સામાં આપેલી તલાકની આ સજા માની શકાય છે. એક જરૂરિયાત ધરાવતો વ્યક્તિ પાંચ હજાર રૂપિયા લઈને લગ્ન માટે તૈયાર છે. કરાર મુજબ તે પત્નીને શરીરને સ્પર્શ પણ કરતો નથી. સુહાગરાતે પત્ની કહે છે કે, શરીર સંબંધ બાંધો તો જ લગ્ન પાકા ગણાય છે. ભાડા પર લીધેલો પતિ કહે છે કે, આ રૂમમાં બે વ્યક્તિ છે. આથી બહારના લોકોને ક્યારેય ખબર નહીં પડે કે અંદર શું થયું છે. પત્ની કહે છે, ખુદા તો બધે જ હાજર છે. અહીં વિચારવા જેવી વાત એ છે કે શું એ સ્ત્રી લગ્ન પાકા કરવા માટે આવું કહી રહી છે કે પછી એ તેની પોતાની ઈચ્છાની અભિવ્યક્તિ છે? સદીઓથી મહિલાના શીખવાડવામાં આવતું રહ્યું છે કે, તે પોતાના શરીરની ભાષાને નજરઅંદાજ કરે, તેના વ્યાકરણને નકારે. ઉલ્લેખનીય છે કે, કેરળની મહિલાઓ નર્સિંગની તાલીમ લઈને દુનિયાના અનેક દેશોમાં સેવાકાર્ય કરી રહી છે. ખાડી દેશોમાંથી પૈસા કમાઈને કેરળમાં મોકલે છે. પરિવારોએ આ કમાણીનું રોકાણ કર્યું છે. કેરળની સમૃદ્ધિમાં નર્સ સહયોગ નજરઅંદાજ કરી શકાય એમ નથી. એક સમયે કેરળમાં પ્રયોગવાદી ફિલ્મોનું નિર્માણ થતું હતું. આ ફિલ્મોની કેસેટ ઘરે-ઘરે મોકલવામાં આવતી હતી. તેનાથી મળેલી રકમ મૂડી પર એક ચતુર્થાંસ નફો પણ આપતી હતી. આ રીતે સિનેમા કેરળમાં ઘરેલુ ઉદ્યોગ બની છે. આ બાબત થોડે અંશે ગાંધીજીના ખાદી આંદોલન જેવું છે. નર્સિંગનું કામ આમ જોઈએ તો અધ્યાત્મની શોધ પણ માની શકાય છે. નર્સ, અપરિચિત દર્દીના મળ-મૂત્ર સાફ કરીને નિર્વિકાર બની રહે છે. કામ કરતા સમયે લાગણીઓ પર નિયંત્રણ નિષ્કામ કર્મયોગ કહેવામાં આવે છે. તે પોતાના કરૂણામય સ્પર્શથી તાપને દૂર કરે છે. તે હરતા-ફરતા થર્મોમીટર જેવી હોય છે. કમલ હાસન અને શ્રીદેવી અભિનીત ‘સદમા’માં નાયક કેમિકલ લોચાથી પીડિત સ્ત્રીને પોતાના પ્રેમથી નિરોગી કરે છે. નિરોગી થતાં જ તે પાછળની વાતો ભૂલી જાય છે. સ્ટેશન પર વિદાય લેતા સમયે કમલ હાસન તેને યાદ અપાવવાના પ્રયાસમાં એવો લાગે છે, જાણે વીંછીએ તેને ડંખ માર્યો હોય. આ જ રીતે ‘ખામોશી’માં વહીદા રહેમાન અભિનીત નર્સ પણ પાગલ બની જાય છે. ખામોશીનું ગીત ‘વો શામ ભી કુછ અજીબ થી, યહ શામ ભી અજીબ હૈ, વહ કલ ભી આસપાસ થી, વો આજ ભી કરીબ હૈ’.
ફિલ્મ સમીક્ષ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી