પરદે કે પીછે / સંગીત : ઘરાનાથી લઈને શાસ્ત્રીય-પશ્ચિમની અસર

Music: From family to classical-western influences
X
Music: From family to classical-western influences

જયપ્રકાશ ચોક્સે

May 20, 2020, 11:40 AM IST

સંજય લીલા ભાણશાળી ‘બૈજુ બાવરા’ની પટકથા લખવાની સાથે ધૂનોનું પણ સર્જન કરી રહ્યા છે. પોતાની બે ફિલ્મો પછી ભાણશાળીએ પોતાની ફિલ્મોના સંગીતની રચનાનો પણ પ્રારંભ કર્યો છે. સવાચાર છે કે, તેઓ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણવીર કપૂરને લેવા માગે છે. સાંવરિયાના નિર્માણ સમયે કંઈક એવું થયું હતું કે, રણવીરને ખોટું લાગ્યું હતું. ભાણસાળીની સફળ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું સંગીત દરબાર સિંહે રચ્યું હતું. સંજય લીલા ભાણશાળી ફિલ્મ ‘દેવદાસ’માં પારો અને ચંદ્રમુખીને સાથે-સાથે નાચતા રજૂ કરી ચૂક્યા છે. બૈજુ બાવરામાં પણ આવું કંઈક કરી શકે છે.
મનુષ્યએ સૃષ્ટિ પાસેથી ગાવાનું શીખ્યું છે. જન્મથી મૃત્યુ સુધીનાં પ્રસંગો માટે ગીત રચાયા છે. પ્રજાના સંગીતનો અભ્યાસ કરીને તેનું શ્રેણીકરણ કરાયું છે. એ જ રીતે શાસ્ત્રીય સંગીતનો ઉદય થયો છે. 800થી વધુ રાગ-રાગિનીએ છે. ફિલ્મ સંગીતમાં લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં વિદેશી ધૂનોની પ્રેરણાથી પણ ગીતો રચવામાં આવે છે. પંકજ રાગના પુસ્તક ‘ધુનોં કી યાત્રા’ ફિલ્મ સંગીત પર લખાયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. પુસ્તકમાં વિદેશમાંથી પ્રેરણા લઈને રચાયેલી ધુનોનું વર્ણન પણ છે. બધા જ સંગીતકારોએ દેશ-વિદેશમાંથી પ્રેરણા લીધી છે. સચિવ દેવ બર્મને ફિલ્મ ‘મેરી સુરત તેરી આંખે’ માટે મધુર ગીત રચ્યું હતું - ‘પુછો ન કૈસે મૈંને રૈન બિતાઈ, એક પલ જૈસે, એક જુગ બીતા, જુગ બીતે મોહે નીંદ ન આઈ’. સચિન દેવ બર્મને પોતે કહ્યું હતું કે, તેમને આ ધુનની પ્રેરણા કાઝી નજરૂલ ઈસ્લામની રચનામાંથી મળી હતી. શંકર-જયકિશન પશ્ચિમની સિમ્ફનીથી પ્રેરિત રહ્યા છે. એક સંગીતકારે એવું કહ્યું કે, શંકર-જયકિશનને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી. તેનો જવાબ તેમણે ફિલ્મ ‘બસંત-બહાર’માં સંગીતથી આપ્યો હતો. તેઓ ફિલ્મ ‘બરસાત’(1949)થી ‘જોકર’(1970) સુધી છવાયેલા રહ્યા. પ્રતિભા અને પરિશ્રમથી જ આટલા લાંબા સમય સુધી કોઈ પોતાનું સ્થાન જાળવી રાખી શકે છે.
નૌશાદ શાસ્ત્રીય સંગીતમાંથી ધુનો રચતા રહ્યા છે, સાથે જ લોકગીતોનો પણ ઉપયોગ કરતા હતા, પરંતુ દબંગ ફિલ્મ નિર્માતા એ.આર. કારદારે નૌશાદને પશ્ચિમી સિમ્ફનીમાંથી પ્રેરણા લેવા કહ્યું હતું. આજકાલ આવા દબંગ ફિલ્મ નિર્માતા રહ્યા નથી. વર્તમાન સમયનું ફિલ્મ સંગીત એક સંગીત કંપની દ્વારા રચાયેલી ‘ગીત બેન્ક’ પર જ આધારિત હોય છે. ગીત બેન્ક બજારની તાકાતને રેખાંકિત કરવાની સાથે નિર્માતાની મજબૂરી પણ દર્શાવે છે. શું સર્જન ક્ષેત્રમાં બેન્કની સાથે જ શેર બજારનો પણ હસ્તક્ષેપ થશે? સરકારી અને બિન સરકારી ધુનો વચ્ચે સંઘર્ષ થશે.
પાર્શ્વ ગાયનની શરૂઆત થતાં જ આ ક્ષેત્રમાં ક્રાંતિ આવી હતી. તેના પહેલા બેસુરા કલાકાર પણ પોતાના ગીત ગાવા મજબૂર હતા. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મન્ના ડે, આશા ભોસલે, ગીતા દત્ત અને મુકેશે વિલક્ષણ કાર્ય કર્યું છે. કે.એલ. સહગલ અને સુરૈયા ગીત ગાતા અભિનેતાઓ હતા. આપણે ત્યાં સંગીતની તાલીમ આપનારા ઘરાણા પણ થયા છે.
મૈહર ઘરાણાનો પોતાનો ગૌરવમય ઈતિહાસ રહ્યો છે. ઉસ્તાદ અલાઉદ્દીન ખાન, રવિશંકર વિશ્વવિખ્યાત બન્યા છે. બનારાસના બિસ્મિલ્લાખાં ને અમેરિકાએ યુનિવર્સિટીમાં રહીને વિદ્યાર્થીઓને શહેનાઈ વાદનની તાલીમ આપવાની વિનંતી કરી હતી. મોઢે માગી રકમ આપવાનો પ્રસ્તાવ પણ હતો, પરંતુ બિસ્મિલ્લા ખાં સાહબે બધું જ ઠુકરાવી દીધું હતું. તેમણે કહ્યું કે, તમે અમેરિકામાં બનારસના ઘાટ જેવું કંઈક બનાવી લેશો, પરંતુ મારી ગંગા અમેરિકામાં કેવી રીતે લાવી શકશો? આજે તેમના વારસદારો પાસે નાગરિકતાનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. ઘરાનાની રજૂઆતને ‘ખયાલ’ અને ‘ઠુમરી’માં વહેંચવામાં આવી છે. રાજ કપૂરને ‘ભૈરવી’ તો ગુરૂ દત્તને ‘શિવરંજની’ પ્રિય રાગ રહ્યા છે. બિમલ રાય ‘કલ્યાણી’ અને ‘યમન ઠાઠ’ પસંદ કરતા હતા.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી