તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયાઝ મેમણની કલમે:સિડનીમાં પણ મોટિવેશન જાળવી રાખવું પડશે

14 દિવસ પહેલાલેખક: અયાઝ મેમણ
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમે 2020નો અંત મેલબોર્ન ટેસ્ટમાં મળેલી અદ્વિતીય જીત સાથે કર્યો. પહેલી ટેસ્ટમાં હાર પછી ક્લિન સ્વિપ સ્પષ્ટ હતી, પરંતુ હવે સ્થિતિ જુદી છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે ગણતરીના દિવસોમાં પરિવર્તન જોવા મળશે. ભારતને આ જીત 36ના શરમજનક સ્કોર પર આઉટ થયા પછી મળી. ટીમના બે અગ્રણી ખેલાડી કોહલી અને શમી પણ ન હતા. એ બધાને જોતા ટીમે સારો દેખાવ કર્યો, જે અદભુત ક્ષણ હતી. આખી ટીમ સારું રમી, પરંતુ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ઘણી સારી રહી. બુમરાહ, અશ્વિન, જાડેજાએ પોતાની સ્કિલ અને અનુભવ બતાવ્યા. ડેબ્યૂ કરી રહેલા ગિલ અને સિરાજે ભવિષ્યની આશાઓ જગાવી. કેપ્ટન રહાણે સૌથી ઉપર રહ્યો. બેટ્સમેન અને કેપ્ટન તરીકે તેણે ઉદાહરણ રજૂ કર્યું, જ્યારે થોડા સમય પહેલાં તેની કારકિર્દી સામે પણ સવાલ હતા. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ છે. કિવી ટીમનો દેખાવ આ સિઝનમાં શાનદાર રહ્યો. વેસ્ટઈન્ડિઝને 2-0થી હાર આપ્યા પછી પાકિસ્તાનને પણ પહેલી ટેસ્ટમાં તેઓ માત આપી ચૂક્યા છે. બીજી ટેસ્ટમાં પણ ન્યૂઝીલેન્ડની જીત નક્કી છે, જેનાથી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત બંને પર દબાણ રહેશે. હારનારી ટીમ માટે ફાઈનલની રાહ મુશ્કેલ થઈ જશે.

રોહિત અને વૉર્નરના હોવાથી બંને ટીમનો આત્મવિશ્વાસ વધશે. ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં અત્યાર સુધી 300નો સ્કોર નથી કર્યો. ભારતે મેલબોર્નમાં બનાવ્યો અને સરળ જીત મળી. ભારતીય ટીમની સૌથી મોટી મુશ્કેલી ફાસ્ટ બૉલરની ઈજા છે. ભુવનેશ્વર અને ઈશાંત આઈપીએલમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. શમી પહેલાં અને ઉમેશ બીજી ટેસ્ટમાં ઈજા પામીને બહાર થઈ ચૂક્યો છે. જે રીતે ભારતીય બૉલરો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, તે બીસીસીઆઈ માટે પણ મુશ્કેલી સર્જી શકે છે. આ દરમિયાન સિરાજના દેખાવે સાબિત કર્યું છે કે ભારત બોલિંગ માટે ફક્ત બુમરાહ પર આધારિત નથી. ત્રીજી ટેસ્ટમાં ઉમેશની જગ્યાએ સૈની, શાર્દુલ કે નટરાજનને તક મળી શકે છે. પહેલી ટેસ્ટની તુલનામાં જોઈએ, તો ત્રીજીમાં ભારતીય ફાસ્ટ બોલરોમાં અનુભવની કમી દેખાય છે. ઓસ્ટ્રેલિયન ટીમ તેને તકના રૂપમાં જોશે. સિડનીમાં થયેલા દેખાવ પછીયે સ્થિતિ હજુ પૂરેપૂરી સ્પષ્ટ નથી. મયંકના બદલે રોહિત અને ઉમેશની જગ્યાએ શાર્દુલ. વિહારીએ ઓછા રન બનાવ્યા છે, પરંતુ તેઓ મયંકની જેમ ઝઝૂમતા જોવા નથી મળ્યા. સ્થાનિક ક્રિકેટના અનુભવ અને નીચલા ક્રમમાં સારી બેટિંગના કારણે શાર્દુલનો દાવો મજબૂત છે. ભારત માટે પ્લેઈંગ ઈલેવન વિશે વિચારવા કરતા વધુ મહત્ત્વનું મેલબર્નના મોટિવેશનને જાળવી રાખવાનું છે. ઓસ્ટ્રેલિયા પર દબાણ છે અને ભારતે તેનો ફાયદો ઉઠાવવો પડશે. ayazmamon80@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser