તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેનેજમેન્ટ ફંડા:આગામી પેઢીને રસ્તો બતાવે છે નૈતિક વાર્તાઓ

16 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

આ મંગળવારનો આખો દિવસ હું તણાવમાં રહ્યો છું. ખાસ કરીને એટલા માટે કે મારી પાસેથી ઓનલાઈન ક્લાસ લેનારા મારા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ એવા ઉત્પાદનોનો આઈડિયા લાવે છે, જેણે અમે અગાઉ ક્યારેય સાંભળ્યો ન હોય. જેમ કે, પાણીની નીચે આખી કોલોની બનાવવી, કેમ કે, ભવિષ્યમાં જમીન ઉપલબ્ધ નહીં હોય કે ઈન્જેક્શનની સોયના સ્થાને ત્વચાની પટ્ટી લગાવવી વગેરે. જોકે, મંગળવારે ઈન્સ્ટીટ્યુટ ઓફ લોજિસ્ટિક્સ એન્ડ એવિએશન મેનેજમેન્ટના કેટલાક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ તેમની ઉંમરના લોકોમાં નબળા થતા માનસિક આરોગ્યની વાત કરી અને એ જણાવ્યું કે, કેવી રીતે તેઓ એવી મોબાઈલ એપ બનાવવા માગે છે, જે 24/7 કામ કરે અને તેમની પ્રાઈવસી પણ સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે, ‘ભારતમાં આપણે માનસિક આરોગ્ય સમસ્યાઓને ‘ગાંડપણ'' સાથે જોડીએ છીએ’

મને તેની ગંભીરતાનો ત્યારે અહેસાસ થયો જ્યારે ચમક-દમક અને શોબિઝ તરફ આકર્ષિત થતા યુવાનો મેન્ટલ હેલ્થ પર ચિંતા વ્યક્ત કરતા હતા અને તેનો ઉકેલ કાઢવા માગતા હતા. મને યાદ છે, ગયા વર્ષે પુણેની તારાચંદ રામનાથ સેવા ટ્રસ્ટે જન પ્રોબોધિની મનોવિજ્ઞાન સંસ્થા સાથે નશાની લત વિરુદ્ધ ‘સંયમ'' નામની પહેલ શરૂ કરી હતી. આ 13થી 16 વર્ષના બાળકોમાં નશાકારક પદાર્થો, ઈન્ટરનેટની લત અને જોખમી વ્યવહાર પર કેન્દ્રિત હતી, જે માનસિક સમસ્યાઓના અનેક આધારભૂત કારણોમાંથી એક છે. આ ગ્રૂપને અત્યાર સુધી 7000 આવા વિદ્યાર્થી મળી ગયા છે.

મોટી સંખ્યામાં જ્યારે આવી પહેલ જોવા મળે છે, જેમાં ઉપર આપેલા યુવાનો જેવા ગ્રૂપ પણ સામેલ છે, તો એ કહેવું ઉચિત રહેશે કે સંદેશો સ્પષ્ટ છે - આપણા સામે એક માનસિક આરોગ્ય મહામારી ઊભી છે. જે કોરોના મહામારી પછી ઝડપથી વધી છે. શિક્ષકો ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરી રહ્યા છે, કેમ કે તેમને બાળકોની સાથે ઓછો સ્ક્રીન ટાઈમ મળી રહ્યો છે અને બાળકોને પણ નવા રૂટીનમાં ગોઠવાતા મુશ્કેલી પડી રહી છે. જોકે, કેટલાક વિશેષજ્ઞો કહે છે કે, તેનો એક ઉકેલ છે. જ્યારે બધા કારકિર્દી સાથે સંકળાયેલા વિષયોમાં ભણાવવા લાગ્યા છે, કોઈ જીવન સાથે જોડાયેલો વિષય નથી ભણાવી રહ્યું. આપણે એમ કહેવા લાગ્યા છીએ કે, ‘ક્યારેક નૈતિક શિક્ષણ'' (મોરલ સાયન્સ) રહેતું હતું. આવા વિષય હવે સમાપ્ત થવાની અણીએ છે. શિક્ષકો હવે સ્કૂલમાં ભૌતિક રીતે હાજર નથી, એટલે વિદ્યાર્થીઓએ તેમની બોડી લેંગ્વેજથી શીખવાનું બંધ કરી દીધું છે. રમતના મેદાન કે ગલીઓમાં એક વાક્યમાં મળતી તાલીમ મહામારીના સમયમાં બંધ થઈ ગઈ છે. શિક્ષકો જ વાર્તા સંભળાવતા, જે મૂલ્યોનાં શિક્ષણની સાથે સમાપ્ત થતી હતી. તેમાં જીવનની બાધાઓ અંગે વિચારવા અને તેમાંથી જીતવા માટે શિખવાડતા હતા. આજે સિલેબસ સમાપ્ત કરવા અને માર્કશીટમાં સ્ટાર આપવાની હોડમાં શિક્ષક અને વિદ્યાર્થી, બંનેએ માની લીધું છે કે, મોરલ સાયન્સ વિષય છોડી શકીએ છીએ. સમય આવી ગયો છે, તેના પર ફરી ભાર મુકવામાં આવે.
ફંડા એ છે કે, હવે મોરલ સાયન્સ માત્ર પ્રકાશ આપનારું જ નથી, પરંતુ તે ભવિષ્યની પેઢીનો રસ્તો બતાવનારું પણ બની ગયું છે.
મેનેજમેન્ટ ગુરુ
raghu@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો