તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:માસ્ક : હવે આંખો વાતો કરશે, સ્મિત રેલાવશે, સ્પર્શ કરશે

9 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
 • કૉપી લિંક

રાકેશ રોશન પોતાની ‘કૃષ’ સીરીઝની આગામી કડી પર કામ કરી રહ્યા છે. પોતાની પ્રથમ સાયન્સ ફેન્ટસી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ની સફળતાથી પ્રેરિત રાકેશ રોશન હવે માત્ર સાયન્સ ફેન્ટસી ફિલ્મ જ બનાવવા માગે છે. સામાન્ય મનુષ્યની છબી ધરાવતો નાયક આ ફિલ્મમાં ચાલતો નથી. તેમનું માનવું છે કે, હવે સામાન્ય દર્શખ કોમન મેનને નાયક તરીકે જોવા માગતો નથી. આ વાતને આપણે તર્કહીનતાની ફિલ્મ ‘બાહુબલી’ની સાઈડ ઈફેક્ટ માની શકીએ છીએ. સામાન્ય માનવી માઈથોલોજીમાં જ પ્રસન્ન છે અને મિથ મેકર તેના ભાગ્ય વિધાતા બનેલા છે. એક વિદેશી ફિલ્મનું નામ હતું ‘માસ્ક ઓફ ઝોરો’. નાયક પોતાની ઓળખ છુપાવવા માટે માસ્ક પહેરે છે. તે રૂરીટેનિયામાંખી હાંકી કઢાયેલો રાજકુમાર છે અને ષડયંત્ર રચીને તેના રાજ્ય પર કબ્જો કરી લેવાયો છે. આઝાદી મેળવવા માટે તે પ્રજામાં ક્રાંતિનો જૂવાળ જગાડે છે. વિજય મેળવતાંની સાથે જ તે પોતાનો માસ્ક ઉતારી દે છે. ફિરોજ ખાને તેનાથી પ્રેરિત ફિલ્મ બનાવી હતી. ફિરોજ ખાનના મનમાં કાઉ બોય ફિલ્મો સમાયેલી હતી. જોન વેન તેમના આદર્શ હતા. ફિરોજ ખાન પોતાના ઘરમાં પણ લોંગ બૂટ અને હેટ પહેરીને ફરતા હતા. એવું કહેવાય છે કે, એક સમયે તેમના રાજ્યના મુખ્યમંત્રી સાથે તેમની ગાઢ દોસ્તી હતી. જેનો ફાયદો ઉઠાવીને તેમણે બેંગલુરુ નજીક એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આજે એ વિસ્તારમાં એક ફાઈવ સ્ટાર હોટલ બની ચુકી છે. તેના નફા તરીકે તેમના પુત્ર ફરદીન ખાનને દર મહિને લાખો રૂપિયા મળે છે. ફરદીન હવે અભિનય કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે, તેની પત્ની મુમતાઝની પુત્રી છે. મુમતાઝના લગ્ન યુગાંડાના એક અબજપતિ પરિવારમાં થયા હતા. ફરદીન અને તેની પત્ની બંને ખૂબ શ્રીમંત છે. ઉલ્લેખનીય છે કે, ફિરોઝ ખાન પ્રથમ ફિલ્મ નિર્માતા હતા જેમણે ‘ગોડફાધર’થી પ્રેરિત ફિલ્મ ‘ધર્માત્મા’ બનાવી હતી. ‘ગોડફાધર’થી પ્રેરિત કમલ હાસનની ફિલ્મને ફરીથી તેમણે ‘દયાવાન’ નામનથી બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, એક વ્યક્તિ પોતાના જીવનના સમયમાં ‘માસ્ક ઓફ ઝોરો’થી તો બીજા સમયમાં મારિયો પૂજોની ‘ગોડફાધર’થી એટલો પ્રેરિત છે કે, તેનાથી પ્રેરિત બે ફિલ્મો બનાવે છે. ઉલ્લેખનીય છે કે, ‘માસ્ક ઓફ ઝોરો’ સામંતશાહીનો વિરોધ કરે છે અને ‘ગોડફાધર’ મૂડીવાદી સડાનો પર્દાફાશ કરે છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. વાઈરસનો આ ફેલાવો ક્યારે સમાપ્ત થશે કહી શકાય એમ નથી. એક વાત નક્કી છે, બધું જ બદલાઈ જશે. અગાઉ સિનેમાઘરમાં કેટલાક બોક્સ રહેતા હતા જ્યાં બેસીને પોતાની ગુપ્તતા જાળવીને શ્રેષ્ઠીવર્ગ ફિલ્મ જોતો હતો. ભવિષ્યમાં સિનેમાઘરમાં નાના-નાના બોક્સ બની શકે છે, જેમાં સામાન્ય દર્શક બેસીને ફિલ્મ જોશે. આ રીતે વર્ગભેદ સમાપ્ત થઈ શકે છે અને દર્શક વર્ગમાં સમાજવાદ સ્થાપિત થઈ શકે છે. રાજનીતિમાંથી હાંકી કઢાયેલો સમાજવાદ સિનેમાઘરમાં પગ ફેલાવશે. કોઈ પણ રાજકીય વિચારધારા ક્યારેય સંપૂર્ણ રીતે સમાપ્ત થતી નથી. સંકુચિત માનસિકતા વર્તમાન તંત્રની મૌલિક શોધ નથી. તેને બ્રાન્ડ બનાવાઈ છે. કોરોના સામે સુરક્ષા આપનારું કવચ માસ્ક છે. તે આપણે પરિધાન અને વિચારનો કાયમી ભાગ બનવા જઈ રહ્યો છે. હવે આંખો વાતો કરશે, સ્મિત રેલાવશે, સ્પર્શ પણ કરશે. માસ્ક કાયમી સ્થાન લેવા જઈ રહ્યો છે. અય્યારી નવા સ્વરૂપમાં પાછી ફરી રહી છે. નિદા ફાઝલીનું કહેવું છે, ‘ઔરોં કો જેસે હોકર ભી બાઈઝ્ઝત હૈં બસ્તી મેં, કુછ લોગોં કા સીધાપન હૈ, કુછ અપની અય્યારી ભી, જીવન જીના સહજ નહીં, યહ બહુત બડી ફનકારી હૈ...’.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો