તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેયને યાદગાર બનાવો

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

કેટલાક લોકોમાં ઈતિહાસ બનવાની ક્ષમતા હોય છે. તેઓ જીવતે જીવ એવું કામ કરી જાય છે કે દુનિયા તેમને યાદ રાખે, પરંતુ પોતાનાં મૃત્યુને પણ ચર્ચિત બનાવી જાય છે. સાચો ઈતિહાસ ત્યારે જ બને છે જ્યારે કોઈ જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેયને યાદગાર બનાવી લે. મરવાનું તો દરેકને છે. જે આવ્યું છે, તેણે એક દિવસ જવાનું છે. પરંતુ થોડો વિચાર કરો કે દર વર્ષે દુનિયામાં જેટલા લોકો મરે છે, શું તેઓ ક્યારેય સમાચારોમાં ચમકે છે, શું તેમનાં મૃત્યુની ચર્ચા થાય છે? હા, એ વાત જુદી છે કે, કોઈ દુર્ઘટનાનો ભોગ બની જાય તો આમ આદમી પણ સમાચાર બની જાય છે. જોકે, મૃત્યુ પછી ચર્ચા થાય, એવા કેટલા લોકો દુનિયામાં છે? પોતાની સંપત્તિ કમાઈ હશે, નામ, પદ-પ્રતિષ્ઠા મેળવી હશે, પરંતુ પ્રયાસ કરો કે જીવતે-જીવ મૃત્યુની પણ કમાણી કરી લઈએ. જે લોકો દિલથી જીવશે, તેઓ પોતાનું મૃત્યુ કમાઈ લેશે. જે લોકો આજીવન મગજ સાથે જીવશે, તેઓ મરતા-મરતા પણ ગુંચવાઈ જશે. એટલે જ કહેવાય છે કે, મન મોટું રાખો. જિરાફનું હૃદય એટલું પ્રભાવશાળી હોય છે કે, તેર ફૂટ દૂર પોતાના મગજમાં લોહી મોકલી દે છે. એટલે, દિલને જીરાફ જેવું રાખો, મગજને તાજું રાખો અને જિંદગીમાં એવા કામ કરતા રહો કે જે દિવસે મૃત્યુ થાય, ઈતિહાસ પોતે પોતાનું પૃષ્ઠ સામે કરે અને લોકો તેના પર તમારી સ્મૃતિઓ અંકિત કરે. humarehanuman@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser