તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:‘પૂસ કી રાત'' હોરી પર લાઠીચાર્જ

14 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

ભારતના શિરોમણી લેખક પ્રેમચંદની વાર્તા ‘દો બેલો કી કહાની'' થી પ્રેરિત ફિલ્મકાર જેટલીએ ''હીરા મોતી'' નામની ફિલ્મ બનાવી હતી. સત્યજીત રેએ ‘સદ્દતિ'' અને ‘શતરંજના ખેલાડી'' પણ બનાવી ચૂક્યાં છે.‘ગોદાન'' ઉપર પણ રાજકુમાર અભિનિત ફિલ્મ બની ચૂકી છે. ગુલઝારે દૂરદર્શન માટે ‘કફન'' બનાવી હતી. ‘ગોદાન''માં ખેડૂતની વેદના નું વિવરણ છે. એક ભાઈ પાસે ગાય છે. ખેડૂતની આર્થિક સ્થિતિ તેના પાલતુ પશુઓથી જ આંકવામાં આવે છે. નાયકનો ભાઈ તેની ઈર્ષા કરે છે. તે પોતાના ભાઈની ગાયને ઝેર આપી દે છે.પોતીકાઓ વચ્ચે તિરાડ પડે છે. નાયકની જીદ અને ઈચ્છા એક ગાય ખરીદવાની છે.મુનશી પ્રેમચંદના કેટલાક ઉપન્યાસ ઉપર સિરિયલો પણ બની છે પ્રેમચંદ સંપત્તિહીન વ્યક્તિઓના સપનાઓ અને ડર અભિવ્યક્ત કરતાં હતાં. ભારતની રાજનીતિમાં જે સ્થાન મહાત્મા ગાંધીનું છે સાહિત્યમાં તે સ્થાન પ્રેમચંદનું છે. ખેડૂતો અન્ન ઉત્પન્ન કરે છે પરંતુ તેમનું જીવન આપૂર્તિ માં જ પૂરું થઈ જાય છે. વર્તમાન ખેડૂત આંદોલનમાં એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે તેમને તેમની પેદાશની કિંમત મળશે પરંતુ પેદાશોને ખરીદવાનો અધિકાર દેશના બે અમીરોને જ મળશેે. સામાન્ય જનતાએ અનાજની મોંઘી કિંમત ચૂકવવી પડશે. જેનાથી મોંઘવારી પણ વધશે. આ રીતે આંદોલન ખૂબ મહત્વનું બની જાય છે.

તંત્ર ખેડૂતોની માંગણીને સ્વીકાર કરીને અમાવસના અંધારામાં આગિયાની રોશની પેદા કરી શકે છે. પ્રેમચંદની વાર્તા ‘પૂત કી રાત'' ઉપર દૂરદર્શન પર લઘુ ચિત્ર બતાવવામાં આવે છે. પ્રેમચંદ ની વાર્તા ‘કફન'' વિશ્વના સાહિત્યની 10 શ્રેષ્ઠ વાર્તાઓ માંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે પ્રેમચંદ કેટલાક સમય માટે મુંબઈ સ્ક્રીપ્ટ રાઈટીંગ લેખન માટે આવ્યાં હતાં. પરંતુ તેની ટેકનિકલ આંટીઘૂટી તેમને ન સમજાઈ. ખોટા સિક્કા આવી જ રીતે બજારના ખરાં સિક્કાઓને બહાર કાઢી મૂકે છે. રાજેન્દ્રસિંહ બેદી થોડા જ સમયમાં ડાયલોગ લેખનમાં સફળ થઈ ગયાં.ના જાણે કેવી રીતે અમુક પરંપરાઓ બની જાય છે. મૃત્યુ સમયે દાન કરવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે. શું હિટલર અને તેના જેવા લોકો ગૌદાન કરીને સ્વર્ગમાં જઈ શકે છે?.આ રીતે તો સ્વર્ગમાં પણ ગોસ્ટાપે ( હિટલરની સિક્રેટ પોલીસ) પણ ઘડવામાં આવશે. હિટલરેએ લોકોને સજા આપી હતી જેમના ઘરે પુસ્તકો મળી હતી. તેનો એક ઓફિસર મનમાં શરમ અનુભવે છે કે તેના ઘરમાં એક પણ પુસ્તક ન મળી. આજે તો સરકારી અને પ્રાઇવેટ પુસ્તકાલય નામશેષ બની ગયા છે.''કિતાબ ઘર ''નામની દુકાનો પણ શહેરોમાં ઓછી જ બચી છે. તે દિવસો હવે દૂર નથી જ્યારે ઘરમાં પુસ્તકો છુપાવીને રાખવાં પડશે. અને એક લોકવાયકા મુજબ ભોયરામાં છુપાવવી પડશે. શું દફનાવેલી પુસ્તક ભૂત બની જાય છે? કવિતા પ્રેતાત્મા બની જાય છે ?સંગીત ઉપર ભૂત-પ્રેત અને ચૂડેલ નૃત્ય કરશે? જિંદગી હું તારાથી પરેશાન નથી પણ હેરાન છું. સંપૂર્ણ સિંહ પંજાબ ખેડૂત આંદોલન ઉપર કવિતા નથી લખી રહ્યાં.હમણાં જ સમાચાર આવ્યાં છે કે કોઈક રાજ્યના ખેડૂતે આત્મહત્યા કરી અને પોતાના અંતિમ પત્રમાં લખ્યું કે તંત્ર ઇચ્છે તો તેના અંગ કોઈ દર્દીને લગાવીને પોતાનો ખર્ચ વસૂલી શકે છે. આ પ્રકારના અંગ પ્રત્યારોપણ પછી અનુગામીનો હાથ વિરોધમાં ઉઠી શકે. એ ગર્વની વાત છે કે સેનાના સેવા નિવૃત્ત વ્યક્તિ આ સડાંની સફાઈ કરી રહ્યાં છે. જ્યાં ખેડૂત આંદોલન કરી રહ્યાં છે હડતાળ પર બેઠેલા ખેડૂતોના પુત્ર દેશની સરહદની રક્ષા નું કામ કરતા દુઃખી પણ છે અને હેરાન પણ છે.શું હોરી પર તેમના ભાઇ દ્વારા મારી ગયેલી ગાય તેમને સ્વર્ગ લઈને ગઈ હશે. જય કિસાન...જય જવાન ...જય હિન્દ.. - ફિલ્મ સમીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser