પરદે કે પીછે / જેકી શ્રોફ: સફળતાનેપચાવી જાણનારો સિતારો

Jackie Shroff: A star who knows how to digest success
X
Jackie Shroff: A star who knows how to digest success

જયપ્રકાશ ચોક્સે

May 23, 2020, 01:11 PM IST

જેકી શ્રોફ અને તેની પત્ની આયેશા શ્રોફને હાઈકોર્ટે રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે, જેકી શ્રોફે એક આંતરરાષ્ટ્રીય ચેનલના ભારતમાં પ્રવેશ સમયે કેટલાક શેર ખરીદ્યા હતા. રત્નમ ઐય્યર અને જેકી શ્રોફે ભફાગીદારીમાં શેર ખરીદ્યા હતા. શેર વેચવા માટે ભાગીદારોમાં કરાર થયો હતો. જેકી શ્રોફનું કહેવું છેકે, એ કરાર પર તેના હસ્તાક્ષર નકલી છે. વર્ષ 2010માં જેકી શ્રોફે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ ગૂંચવડાભર્યા કેસમાં ચૂકાદો એવો આવ્યો કે, રત્નમ ઐય્યર અને જેકી શ્રોફના જોઈન્ટ એકાઉન્ટમાં શેરના વેચાણથી આવેલા નાણા જેકી શ્રોફને મળશે. અગાઉ તેના પર લગાવેલા પ્રતિબંધને ગેરકાયદે જણાવાયો હતો. આ રકમ લગભગ ચાર મિલિયન ડોલર છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના શ્રેષ્ઠિ વર્ગના રહેવાસી વિસ્તાર બાલ્કેશ્વર રોડ, નેપિયન સી રોડ અને હાર્કનેસ રોડ જે સ્થાને ભેગા થાય છે, તેને તીન બત્તી કહે છે. શ્રીમંતોની વસતીની આજુબાજુ ઝૂંપડાઓ વસી જતા હોય છે, જેમાં તેમનાં સેવકો રહેતા હોય છે. જેકી શ્રોફનો જન્મ આ વસતીમાં જ થયો હતો અને તે યુવાન પણ ત્યાં જ થયો છે. તે મસ્તમૌલા વ્યક્તિ રહ્યો છે. તેને બાઈક ચલાવવાનો શોખ પેદા થયો અને તે આ કાળા ઘોડાનો ડોક્ટર બની ગયો. તેનો હાથ લાગતાં જ બગડેલું મશીન રીપેર થઈ જતું. જાણે કે જેકી શ્રોફના હાથમાં ઈલાજ હતો. નિર્માતા સુભાષ ઘઈ એક સુપરસ્ટાર પુત્ર સાથે ફિલ્મ બનાવી રહ્યા હતા. સુપરસ્ટારનો પુત્ર બેજવાબદાર વ્યક્તિ હતો. આ ''ફાધર ઈન્ડિયા'' સપૂતે સુભાષ ઘાઈને એટલા હેરાન કર્યા કે, તેમણે નિર્ણય લીધો કે તેઓ કોઈ સામાન્ય યુવાનને હીરો બનાવીને સાબિત કરશે કે સ્ટારડમ જન્મજાત નથી હોતી. સુભાષ ઘઈના ગાઢ મિત્ર તોલુ બજાજ પણ દક્ષિણ મુંબઈમાં રહતા હતા. તેમણે જેકી શ્રોફનો પરિચય કરાવ્યો અને સુભાષ ઘાઈ જેકી સાથે ''હીરો'' ફિલ્મ શરૂ કરી. ફિલ્મની સફળતાએ જેકી શ્રોફને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. જેકી વાતચીતમાં હંમેશાં મિત્રનો ''ભીડુ'' કહીને બોલાવે છે. કેટલાક શબ્દો ડિક્શનરીમાં હોતા નથી. જોકે, જેકી શ્રોફના માથે સફળતાનું ભૂત ક્યારેય ચડ્યું નથી. તેણે પોતાની સાદાઈ જાળવી રાખી છે. પોતાના ગરીબીના દિવસોમાં જેકીને આયેશા સાથે પ્રેમ થયો હતો. સફળ થતાં જ જેકીએ આયેશા સાથે લગ્ન કરી લીધા. આયેશનો ખરીદીનો નશો વિચિત્ર છે. તે ચાની કિટલી ખરીદવા જતી અને શેન્ડેલિયર ખરીદીને આવે છે. જેકીના પુત્ર ટાઈગર શ્રોફને સાજિત નાડિયાદવાલાએ તક આપી. ટાઈગર શ્રોફ પોતાના એક્શન દૃશ્ય માટે બોડી ડબલનો ઉપયોગ કરતો નથી. તે કૂંગ ફૂ, કરાટે વગેરે જાણે છે. સફળતા મળ્યા પછી ટાઈગરે સુભાષ ઘાઈની મુલાકાત લીધી. પોતાના પિતાને પ્રથમ ટક આપવા માટે આભાર માન્યો અને કોઈ પણ મહેનતાણા વગર ઘઈની ફિલ્મમાં અભિયનનો પ્રસ્તાવ રજુ કર્યો. જોકે, સુભાષ ઘાઈ પાસે કોઈ પટકથા ન હતી. જોકે, ચાર મિલિયન ડોલર મળ્યા પછી જેકી શ્રોફની સાદગીમાં કોઈ અસર નહીં પડે.
એવી આશા પણ કરી શકાય કે, આયેશા બીનજરૂરી વસ્તુઓની ખરીદી નહીં કરે. ગાલિબનો એક પ્રખ્યાત શેર છે, ''મૌત કા એક દિન મુઅય્યન હૈ, નિંદ ક્યોં રાતભર નહીં આતી''.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી