તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અયાઝ મેમણની કલમે...:શું પીસીબી ભારત સાથે સંબંધ સુધારી રહ્યું છે?

3 મહિનો પહેલાલેખક: અયાઝ મેમણ
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બોર્ડે ટી-20 વર્લ્ડ કપના આયોજનને મુશ્કેલ ગણાવ્યું છે. જેનાથી આઈપીએલના આયોજનની શક્યતાઓ વધી છે. જોકે આઈસીસીએ હજુસુધી આ મુદ્દે અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગમાં છૂટ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામે 2 મોટા પડકારો રહેલા છે. એક તો ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને ક્વારેન્ટાઈન કરવું. બીજુ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ફેન્સ આવે તો પણ 75 ટકાથી વધુ નુકસાન થશે જ. વર્લ્ડ કપના બ્રૉડકાસ્ટિંગ રાઈટ્સ આઈપીએલ જેટલા પણ મોટા નથી. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એહસાન મનીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને આ વર્ષના બદલે 2022માં ટી-20 વર્લ્ડ કપના આયોજનની તક મળવી જોઈએ. જેનાથી આઈપીએલની અડચણો દૂર થતી જોવા મળી રહી છે. શું પીસીબીના ચેરમેન ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોનો અંત લાવવા આમ કરી રહ્યાં છે? પાકિસ્તાન ઘણા વર્ષોથી ભારત સામે રમવાની વાત કરી રહ્યું છે. તેને અહીં તક જોવા મળી રહી છે. આઈસીસી અધ્યક્ષ શશાંક મનોહરનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થઈ રહ્યો છે. અમુક લોકો માને છે કે, વર્લ્ડ કપનો વિવાદાસ્પદ નિર્ણય તેઓ નવા અધ્યક્ષ પર છોડી દેશે. આદર્શ રીતે વર્લ્ડ કપ અને આઈપીએલ બંનેનું આયોજન થવું જોઈએ. કોઈપણ સ્થિતિમાં કોઈ એકનું તો આયોજન થવું જ જોઈએ. વર્ષના પ્રથમ 6 મહિનાની જેમ બીજા 6 મહિના પર પણ એ વાત નિર્ભર રહેશે કે કોરોનાની ભવિષ્યમાં કેવી અસર રહેશે. ayazmamon80@gmail.com

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો