તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બામુલાહિઝા:શું ચીન આપણને આપણી જ ચાલમાં ફસાવી રહ્યું છે?

3 મહિનો પહેલાલેખક: શેખર ગુપ્તા
  • કૉપી લિંક
  • આપણે જે રણનીતિ ક્યારેક પાક. વિરુદ્ધ અપનાવી હતી, તેના પર ફરી દૃષ્ટિપાત કરવો પડશે

ચીન યુદ્ધનું વાતાવરણ કેમ બનાવી રહ્યું છે? લદ્દાખમાં સેના શા માટે એક્ઠી કરી રહ્યું છે? તે ભારત પાસેથી શું ઈચ્છે છે? ભારત આ બધાનો જવાબ કેવી રીતે આપે? તેના જવાબ માટે ચાલો લગભગ 20 વર્ષ પાછળ જઈએ અને જોઈએ કે ભારત, પાકિસ્તાન સાથે કેવી રીતે સામનો કરી રહ્યું હતું. યાદ કરો કે ભારતે કેવા રણનીતિક દાવની શોધ કરી હતી, જેને ‘બળપ્રયોગની કૂટનીતિ’ કહેવાયું હતું. કદાચ જસવંત સિંહ કે દિવંગત બ્રજેશ મિશ્રામાંથી જ કોઈ એકે ડિસેમ્બર, 2001માં ભારતીય સંસદ પર હુમલા પછી ભારત તરફથી શરૂ કરાયેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંગે જણાવવા માટે તેનો પ્રયોગ કર્યો હતો. જેના અંતર્ગત ભારતે સરહદો પર સૈનિકો, લશ્કરી શસ્ત્ર-સરંજામનો એટલો બધો જમાવડો કરી દીધો, જાણે કે હવે યુદ્ધ થવાનું છે. આવું જ કંઈક આજે લદ્દાખમં એલએસી પર પેલે પાર થઈ રહ્યું છે. ચીન લદ્દાખમાં જમીનના ટુકડા માટે ખતરો નહીં લેતું હોય. કે પછી ‘સીપીઈસી’ને કબૂલ કરાવવા, કે અક્સાઈ ચીનના ઔપચારિક વિલય માટે જ આમ કરતું હશું. આ તો કંઈક મોટી મહત્ત્વાકાંક્ષા હશે, જેને પૂરી થવાની નથી. તો ચીન આખરે શું મેળવવા માગે છે?

ભારત પાકિસ્તાન નથી કે હોઈ શકે નહીં, પરંતુ આપણે અહીં માત્ર યુદ્ધની રમત રમી રહ્યા છીએ. તમે કહી શકો કે, પાકિસ્તાન આતંકવાદને પોતાની સરકારી નીતિ બનાવવાનું બંધ કરે, એ ગેરંટી મેળવવા માટે ભારતે ‘ગ્રીનલેન્ડ’, ‘યલો લેન્ડ’ કે કોઈ અન્ય ‘લેન્ડ’ પર દાવો કર્યો હશે. તે ગેરન્ટી ભારતને સંસદ પર હુમલાના એક મહિનામાં મળી ગઈ હતી, જ્યારે પરવેઝ મુશર્રફે પોતાના ભાષણમાં તેનું વચન આપ્યું હતું. તેમણે તો પાકિસ્તાનમાં રહેલા દાઉદ ઈબ્રાહીમ સહિત એ 24 આતંકીઓની યાદી પણ સ્વીકારી હતી અને વચન આપ્યું હતું કે, તેમને શોધીને ભારતને સોંપી દેશે, ‘કેમકે એવું નથી કે તેમણે તેમને પોતાને ત્યાં શરણ આપી છે’.

જોકે, ભારત અન્ય નક્કર વસ્તુ માગી રહ્યું હતું, આથી યુદ્ધ જેવો જમાવડો યથાવત રહ્યો. પરિસ્થિતિ અનિયંત્રિત થતી દેખાતાં આતંકીઓએ જમ્મુની કાલુચક છાવણીમાં ભારતીય સૈનિકોનાં પરિવારો પર હુમલો કર્યો. છતાં સંયમ જાળવી રાખ્યો, કારણ કે પાકિસ્તાન પણ વિદેશી દબાણ હતું અને વધુ એટલા માટે કે ભારતે ક્યારેય યુદ્ધ શરૂ કરવાનો ઈરાદો કર્યો ન હતો. આ દરમિયાન મેં જસવંત સિંહ, બ્રજેશ મિશ્ર અને અટલ બિહારી વાજપેયીને પૂછ્યું હતું કે, શું આ પ્રકારની ચાલથી અથડામણ અનિયંત્રિત થવાનું જોખમ નથી? મિશ્રનો જવાબ હતો, ‘બળપ્રયોગની કૂટનીતિ’ અસરકારક થાય તેના માટે એ જરૂરી છે કે, દબાણ એટલું અસલ દેખાય કે, આપણને ખુદને પણ ગમે ત્યારે યુદ્ધનું જોખમ દેખાવા લાગે. એક મજબૂત દેશ દ્વારા દબાણની ચાલ હતી. આજે તમે એલએસીને પાર પૂર્વ તરફ જુઓ તો કંઈક આવો જ આભાસ થતો નથી?

ભારતની એ ચાલ પછી અનેક વર્ષો સુધી શાંતિ રહી. જોકે, આપણે એ પણ જોવું જોઈએ કે, બંને પક્ષોએ શું સાચું કર્યું અને શું ના કર્યું. ભારતે વાસ્તવિક સૈનિક જમાવડાની શરૂઆત તો શાનદાર કરી, પરંતુ એ ભુલી ગયું કે વિજયની જાહેરાત ક્યારે કરવાની છે. આ જાહેરાત એ દિવસે જ કરી શકતા હતા જ્યારે મુશર્રફે એ ભાષણ આપ્યું હતું. પાકિસ્તાને આ ખેલમાં ઝડપથી હાર કબુલીને ભૂલ કરી હતી. જો ભારતે એ સમયે વિજયની જાહેરાત કરીને જમાવડો ખસેડી લીધો હોત તો તેને લગભગ એટલો જ ફાયદો થતો, જેટલો આખરે થયો, પરંતુ બેહિસાબ ખર્ચ, તણાવ અને અનિશ્ચિતતાથી બચી શકતા હતા. આ ઉપરાંત, ‘બળપ્રયોગની કૂટનીતિ’ની સ્પષ્ટ સફળતા દેખાતી. પરંતુ આપણી અપેક્ષાઓ ઘણી ઊંચી હતી. બીજી તરફ, પાકિસ્તાન ભારતને થકવી નાખવા મોરચા પર અડગ રહ્યું.

આજે ભારત જ્યારે આ સમીકરણનો બીજો પક્ષ છે, તે નીચેના બોધપાઠ લઈને આગળ વધી શકે છે :
1. ક્યારેય પણ પીછેહઠ ન કરો, અડગ રહો. વિવેકનો સાથ ન છોડો, પડદા પાછળ ખુલ્લા મગજથી વાટાઘાટો ચાલુ રાખો. ક્યારેય પણ મુશર્રફની જેમ ઉતાવળમાં પીછેહઠ ન કરો.
2. બીજા પક્ષના ઈરાદાને સમજવામાં પૂર્ણ સમય લો. એવો નિર્ણય લો કે, જરૂરી જવાબી કાર્યવાહી કઈ હોઈ શકે છે, પરંતુ દબાણમાં કોઈ પણ કબૂલાત ન કરવી.
3. લાંબા સંઘર્ષ માટે તૈયાર રહો. જો લાગે છે કે ચીન બળપ્રયોગનો ખેલ ખેલી રહ્યું છે અને તેની અપેક્ષાઓ અવાસ્તવિક છે, તો તેને ત્યાં ટકી રહેવા દો અને તમે પણ એલએસી પાસે જામેલા રહો. તેને થકવી નાખો.
4. અંતમાં યાદ રાખો કે કોઈ બે ઘટનાઓ એક સમાન હોતી નથી. આથી ધમકી જો ધક્કામુક્કીમાં બદલાતી હોય તો તેના માટે પણ તૈયાર રહો. બ્રજેશ મિશ્રના આ શબ્દો યાદ રાખો - ‘બળપ્રયોગની કૂટનીતિ’ અસરકારક થાય તેના માટે જરૂરી છે કે, દબાણ એટલું વાસ્તવિક દેખા કે ક્યારેક આપણને ખુદને પણ યુદ્ધનું જોખમ દેખાવા લાગે. એટલે, આ કૂટનીતિનો જવાબ આપવાની રીત એ હોઈ શકે કે, બીજા પક્ષ તરફથી યુદ્ધની આશંકાને એટલી વાસ્તવિક માનો કે તેના પર વિશ્વાસ કરવા લાગો.
એડિટર-ઈન-ચીફ, ‘ધ પ્રિન્ટ’
Twitter@ShekharGupta

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો