તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:સત્તાનો નશો અનેલોકશાહીનું ચીરહરણ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં શસ્ત્ર ખરીદવા માટે કોઈ સરકારી મંજુરી લેવાની હોતી નથી. આપણે ત્યાં જેવી રીતે ફળ, શાકભાજી, કાગળ અને પેન મળે છે, તેવી રીતે અમેરિકામાં શસ્ત્રો વેચાય છે. એ વાત જુદી છે કે, કેટલાક રાજ્યોમાં ગેરકાયદે શસ્ત્ર મોટાભાગના લોકો પાસે છે. દેશના એક રાજ્યમાં દરરોજ સરેરાશ 5 દુષ્કર્મ થાય છે. આપણે ત્યાં નિર્ભયા ઘટના પછી એક કાયદો પણ બનાવાયો. કેટલાક ધર્મનો આંચળો ઓઢેલા લોકો પણ દુષ્કર્મના આરોપી સાબિત થયા છે.

એક જુની અમેરિકન ફિલ્મનું નામ છે ‘હિસ્ટ્રી ઓફ વાયોલન્સ’, જેમાં એક 14 વર્ષનો બાળક પોતાના સહાધ્યાયીને ક્લાસરૂમમાં ગોળી મારી દે છે. પોલીસ જ્યારે તેની ધરપકડ કરે છે તો તે કહે છે કે, તેના પિતાએ પોતાના ઘરમાં મંજુરી લીધા વગર આવવા બાબતે એક પરિચિતને ગોળી મારી દીધી હતી. અમેરિકાના કાયદામાં એવી જોગવાઈ છે કે, દરેક ઘર એક કિલ્લો છે અને મકાન માલિક પોતાના કિલ્લાની સુરક્ષા કરતા કોઈને પણ ગોળી મારી શકે છે. ત્યાં સુધી કે ઘુંટણિયે બેસીને વ્યક્તિ પુછે છે કે, શું તમારી મંજુરી છે કે હું તમારી સામે લગ્નનો પ્રસ્તાવ રજુ કરું. અમેરિકાના મૂળ નિવાસી રેડ ઈન્ડિયન્સ વિરુદ્ધ યુદ્ધ પર બનેલી ફિલ્મનું નામ ‘હાઉ ધ વેસ્ટ વોજ વુન’ હતું. જોન નામના ફિલ્મ કલાકારો 75 વર્ષની ઉંમર સુધી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ઘોડેસવાર નાયક બંદૂક લઈને ફરે છે. ‘ફોર ધ ફ્યુ મોર ડોલર્સ’ નામની ફિલ્મની થીમ ધુન એટલી મધુર હતી કે, તેની રેકોર્ડ લાખોની સંખ્યામાં વેચાઈ હતી. જોને પોતાના જીવનનો મોટાભાગનો સમય ઘોડા પર બેસીને અભિનય કર્યો છે. તેમના માથા કરતાં ઓછી કરચલી તેમની ચાદર પર પડી હતી. આ ફિલ્મોને હોલીવૂડમાં ‘વેસ્ટર્ન’ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, મહાન માર્લન બ્રાન્ડોએ રેડ ઈન્ડિયન્સ પર થયેલા અત્યાચારનો વિરોધ કરતા ઓસ્કર લેવાનો ઈનકાર કર્યો હતો.

એક અમેરિકન ફિલ્મમાં રજુ કરાયું છે કે, ત્રણ સગીર વયના વિદ્યાર્થી અપરાધ અને હિંસામાં ડુબેલા રહે છે. તેઓ દુષ્કર્મ પણ ગુજારે છે, એક ઘટના પછી ત્રણમાંથી એક વિદ્યાર્થી પકડાઈ જાય છે. એક મનોવિજ્ઞાની જજને વિનંતી કરે છે કે, તે આ વિદ્યાર્થીના માનસમાં રહેલી હિંસા અને વાસનાથી તેને મુક્ત કરી શકે છે. થોડા મહિના પછી તેને અદાલતમાં રજુ કરાય છે. એક નારીનું ચિત્ર જોઈને જ તે ધ્રૂજવા લાગે છે અને થોડા સમયમાં જ બેભાન થઈ જાય છે. અદાલત સ્વીકારે છે કે, વિદ્યાર્થી હવે વાસનાથી મુક્ત થઈ ગયો છે. તેને કોઈ સજા સંભળાવાતી નથી. તે પોતાના જુના મિત્રોને મળે છે. મિત્રો પણ અનુભવે છે કે, તે વાસનાહિન અને હિંસાથી મુક્ત અત્યંત ડરેલો વ્યક્તિ છે. હવે તેઓ તેને કંટાળો અપાવનારો માને છે. એક દિવસ એક યુવાન સાથીદાર એક છોકરીની છેડતી કરે છે તો તે ડરી જાય છે. આ ફિલ્મના અંતમાં યુવાન મિત્રો તેને એક તળાવમાં ફેંકી દે છે. ઉલ્લેખનીય છે કે, હોલિવૂડમાં એક નવા પ્રકારના ‘નોએ સિનેમા’નો ઉદય થયો હતો. ‘નોએ’નો અર્થ અંધકાર છે અને તે ફિલ્મો માનસિક અંધકાર અને અપરાધ આધારિત હતી. એલન સિલ્વર અને એલિઝાબેથ વોર્ડ દ્વારા સંકલિત અને સંપાદિત ‘નોએ’ નામના પુસ્તકમાં અંધકાર પ્રેરિત ફિલ્મોનું સંપૂર્ણ વર્ણન જોવા મળે છે. ‘ડબલ ઈન્ડેમ્નિટી’ અને ‘ધ પોસ્ટમેન ઓલવેઝ રંગ્સ ટુઆઈઝ’ આ શ્રેણીની ક્લાસિક ફિલ્મો મનાય છે.

ચૂંટણીમાં હારી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સંચાર સાધન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, કેમ કે તેમના ભડકાવ્યા પછી જ તેમના કાર્યકરોએ અમેરિકન સીનેટ પર હુમલો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ પરાજિત પ્રેસિડન્ટ છે, જે ચૂંટણી જ નથી હાર્યો, પરંતુ તેણે ગરિમા પણ ગુમાવી દીધી છે. અનેક પ્રયોગો પછી લોકશાહી પદ્ધતિને શ્રેષ્ઠ મનાય છે, પરંતુ જ્યારે અંધળા-ઉન્માદી લોકો આ પ્રકારની ગુંડાગીરી કરે છે ત્યારે આદર્શ તંત્ર ખંડિત થઈ જાય છે. આ ભયાવહ પ્રવૃત્તિનો દોષ સત્તાના નશામાં ડૂબેલા વ્યક્તિને જાય છે. નાગરિકતા બોધ છીનવાઈ ગયો છે. - ફિલ્મ સમીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser