તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એન્કાઉન્ટર:પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી છે કે નહીં, એ ખબર કેવી રીતે પડે?

13 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

- પ્રાર્થના ક્યાં સુધી ચાલુ રાખવી પડી છે, એ જોઇ લેવાનું.(પ્રશ્નકર્તા:- વેદાંત દવે, ભાણવડ)
⬛ પાકિસ્તાન-ક્રિકેટની શું હાલત છે? એ લોકોના તો રિવ્યૂઝ પણ ખોટા પડે છે!
-ત્રિગુણ શાહ, નવા વાડજ, અમદાવાદ
-કહે છે કે, હવે એ લોકો રિવ્યૂ માટે ય જુદો ‘કોચ’ લઇ જવાના છે.
⬛ હવે તો તમારો ધૂળજી આવી ગયો. હવે તો નિરાંત ને?
-ધીમંત ભાવસાર, બડોલી-ઇડર
-હવે નિરાંત એને...!
⬛ સારા લેખક બનવા માટે ઉચ્ચ અભ્યાસ જરૂરી છે?-રાકેશ એચ. જણસારી, પાલનપુર
-મને ખબર નથી કે, તમે મને કેવો લેખક ગણો છો!
⬛ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, ‘હું કણ કણમાં સર્વવ્યાપી છું.’ તો કોરોનામાં ય એ હશે?
-રોહિત સોની, બોપલ ગામા, અમદાવાદ
-આપણે બંને હજી પર્ફેક્ટ સલામત છીએ, અર્થાત્ પ્રભુ આપણામાં વ્યાપેલો છે.
⬛ પ્રેમની શોધ કોણે કરી હતી?
-મહાસુખ દરજી, અમદાવાદ
-એને ફટકારવો છે?
⬛ દિવાસ્વપ્ન રાત્રે પણ આવી શકે છે?
-હિતેન્દ્ર ચૌહાણ, લુણાવાડા
-એનો આધાર તમે કુંવારા છો કે... ઓહ, પરણેલાઓને તો દિવા કે બપોરિયાં સ્વપ્નો જોવાનો ય કોઇ ફાયદો નથી.
⬛ શું સવારે જોયેલાં સપનાંઓ સાચા પડે છે?
-હર્ષ બી. ગરાસિયા, ઉકાઇ-સોનગઢ, તાપી
-એ ખબર કેવી રીતે પડે કે એ વખતે રાત ચાલે છે કે સવાર પડી છે?
⬛ કોરોનાના કારણે વધુ નુકસાન કોને થયું છે?
-ભરત દવે, સેટેલાઇટ, અમદાવાદ
-આ ધંધામાં નફો કોઇને ન થાય...નુકસાન હી નુકસાન હૈ!
⬛ તમારામાં આવો તંદુરસ્ત રાષ્ટ્રપ્રેમ કોણે સિંચ્યો?
-નૂતનકુમાર ભટ્ટ, સુરત
-એ મારા અને તમારા એમ બધામાં સરખો જ છે. કોઇ બોલી બતાવે અને કોઈ મનથી ભારત માતાની જય બોલે.
⬛ માફિયા કે આતંકવાદીઓની સાફસૂફી માટે સરકાર તમારી નિમણૂક કરે તો તમે શું કરો?
-મનસુખ પટેલ, બાપુનગર, અમદાવાદ
- ઘરે જે કરું છું તે બોર્ડર પર કરું...સાફસૂફી!
⬛ પાકિસ્તાન અને ચીનનો ખાત્મો બોલાવવા શું કરવું જોઇએ?
-મનીષ સિલહર, જામનગર
-બેમિસાલ દેશભક્તિ.
⬛ તમે પોતે બનાવેલી ચા પીઓ કે ઘેરથી બનેલી?
-કૌશલ વિજયભાઇ દેવગણિયા, મહુવા
- મારી બનાવું ત્યારે બધાયની બનાવી લઉં. ⬛ તમારાથી એવી કોઇ ભૂલ થઇ છે જે તમને ય સમજાઇ નથી?
-ડો. એમ. જી. સરવૈયા, ભાવનગર
-હું બોક્સર બનવા માગતો હતો... હાસ્યલેખક શું કામ બની ગયો...? ઓહ!
⬛ સાવધાની ગમે તેટલી રાખો પણ પતિઓનાં જુઠ્ઠાણાં પત્નીઓ પકડી જ પાડે છે!
- જયેશ અંતાણી, ભાવનગર
-હા...અને વળતા હુમલાનો ચાન્સ મળતો નથી!
‘એન્કાઉન્ટર’ કોલમ રેગ્યુલર વાંચનારાઓ માટે કોઇ સલાહ...?
-હર્ષ સ્નેહલકુમાર હાથી, ગોંડલ
- હા...કાંઇ બુદ્ધિભર્યું વાંચો.
⬛ ‘એન્કાઉન્ટર’ની લોકપ્રિયતાનું કારણ શું?
-જીતેન્દ્ર કેલા, મોરબી
- મારી જુઠ્ઠું બોલાવીની ખૂબી!
⬛ લોકડાઉનમાં નદીઓ તો પ્રદૂષણમુક્ત થઇ... પણ તળાવો?
-હિમાંશુ વ્યાસ, ઘાટલોડિયા, અમદાવાદ
- એને માટે અલગથી લોકડાઉનો ન નખાય, ભ’ઇ!
⬛ આ વર્ષે હજુ શિયાળો કેમ શરૂ થયો નથી? -વિનાયક શુક્લ, ગોધરા
-અચ્છા... ગોધરામાં ય હજુ ગરમી પડે છે ને?
⬛ શું હવે કોરાના સાથે જ જીવવાની આદત પાડવી પડશે?
-મનન અંતાણી, રાજકોટ
- ના પાડો તો કરી ય શું લેવાના છો?
⬛ તમે હિંદી ફિલ્મો કેમ લખતા નથી?
-પ્રફુલ્લ કે. સોલંકી, ભાથરોટ-માંગરોળ
- નથી આવડતું.
⬛ મિસ્ટર દવે, શું કરશો હવે?
-આકાશ મેકવાન, નડિયાદ
-પહેલાં જે કરતો’તો, એ જ!
⬛ ‘એન્કાઉન્ટર’ કરવા માટે લાઇસન્સની જરૂર પડે ખરી?
-મંથન પંચાલ, અમદાવાદ
- વાંચ્યા પછી લાગતું નથી ને...?
⬛ નબળા કાયદાઓને કારણે આપણા દેશમાં ગુનાખોરી વધતી જાય છે, એ સાચી વાત?
-મહેશ રાવલ, વડોદરા
- આખરે...આઇડિયા શું છે?
⬛ લોકસભા અને શોકસભા વચ્ચે શું ફરક?
-ચેતન ત્રિવેદી, બોડકદેવ, અમદાવાદ
- કોઇ વાર પાર્લામેન્ટનું ટીવી કવરેજ જોજો...બંને બાજુબાજુમાં દેખાશે!
⬛ સુખની વ્યાખ્યા શું?-કેયૂર મોઢિયા, દાહોદ
- રોજ સાચું બોલવું ન પડે એ.
⬛ ચાઇનીઝ ચીજો ખરીદવાનું બંધ કેમ થતું નથી? -મયંક વૈદ્ય, વડોદરા
- ખબર તો પડવી જોઇએ ને કે આ ચીઝ ચાઇનીઝ છે કે ઇન્ડિયન?
⬛ રાજસ્થાનની સરકાર બચી ગઇ...!
વિષ્ણુપ્રસાદ ભટ્ટ, નડિયાદ
- આપણી શુભેચ્છા...કે, બચતી રહે!
⬛ પ્રેમને પાગલ કહેવાય છે તો શું પાગલ માણસ પ્રેમ કરી શકે?
-ચંપકસિંહ રાજ, વડોદરા
- એમાં આપણે શું કામ વાંધો લેવો જોઇએ?
⬛‘આપ કતાર મેં હૈં...કૃપયા ધ્યાન દીજીએ’...એવું ‘એન્કાઉન્ટર’ના સવાલો માટે પણ લાગુ પડે છે?-રાજેશ ભટ્ટ, ભાવનગર
- જેમના સવાલો નિયમિત છપાય છે, એ વાચકો સપ્તાહમાં 5-6 સવાલો સામટા મોકલે છે. તમે પણ એમ કરી શકો છો.
⬛ હું ’71નું યુદ્ધ લડી ચૂકેલો પૂર્વ સૈનિક છું. એક ભાઇએ પૂછેલા સવાલ મુજબ, સૈનિકોના કોઇ પગારભથ્થાં કપાયા નથી.
-મયૂર બુચ, રાજકોટ
- આપને પ્રણામ સાથે વંદે માતરમ્... અને સાચી માહિતી આપવા બદલ આભાર.
⬛ તમારા ઇ-મેલ આઇડીમાં ‘52’નો મતલબ શું?-રવિ ચૌધરી, પાટણ
- મને બહુ યાદ નથી કે એ મારી ઉંમરનું વર્ષ છે કે જન્મનું વર્ષ...!
⬛ તમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે કેવા સંબંધ?
-દિનકરરાય પાણેરી, જામનગર
- એક નાગરિકને એના વડાપ્રધાન સાથે હોવા જોઇએ એવા.
⬛ પલળેલા છાપાની તમે ગડી વાળી શકો?
-પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ
- ઓકે... તો તમે છાપું વાંચવા માટે મગાવો છો...!
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું: ‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ashokdave52@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો