બ્લેક એન્ડ વ્હાઈટ / કોરોનાના ખોફ વચ્ચે પણ ખોફનાક ક્રાઈમ્સ!

Horrible crimes even in the midst of Corona's horror!
X
Horrible crimes even in the midst of Corona's horror!

  • મોત તાંડવ કરી રહ્યું છે એવી સ્થિતિમાં પણ લોકો ખતરનાક ગુનાઓ કરી રહ્યા છે. કોરોનાને કારણે દેશ-વિદેશમાં મર્ડર્સની ઘટનાઓ બની રહી છે

આશુ પટેલની કલમે

આશુ પટેલની કલમે

May 20, 2020, 12:07 PM IST

કોરોનાના ખોફને કારણે એક બાજુ લોકોએ લોકડાઉનની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવા સમયમાં ખતરનાક ગુનાઓની ઘટનાઓ બની રહી છે. દેશવિદેશના આવા કેટલાક આઘાતજનક કિસ્સાઓની વાત કરવી છે.
મુંબઈમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે. જેમાં કુટુંબના સભ્યોએ એકબીજાની કે પાડોશીઓએ પાડોશીની હત્યા કરી હોય. આવા જ એક કિસ્સામાં મુંબઈના શિવડી વિસ્તારમાં શિવડી રેલવે સ્ટેશનની નજીક કુલસુમભાઈ ભોલા ચાલમાં રહેતો શાહિદ નામનો યુવાન 21 એપ્રિલે તેના ઘર માટે ગ્રોસરી અને અન્ય જરૂરી વસ્તુઓ લેવા ગયો હતો. તે પાછો આવ્યો અને તેણે તેની મોટરબાઈક ઘરની બહાર પાર્ક કરી હતી. એ વખતે તેના પાડોશી અબ્દુલ કરીમની બહેન મીનાજે તેની બાઈકને લાત મારીને કહ્યું હતું કે આ બાઈક અહીં નહીં મૂકવાની! એમાંથી શાહિદ અને મીનાજ વચ્ચે ઝઘડો થઈ ગયો. એ વખતે મીનાજનો ભાઈ અબ્દુલ કરીમ ત્યાં ધસી આવ્યો અને શાહિદની પીઠમાં છરો ઝીંકી દીધો હતો. શાહિદના બે નાના ભાઈ સાહિલ અને અદનાન શાહિદને બચાવવા દોડી ગયા તો અબ્દુલે તેમના પર પણ છરાના ઘા ઝીંકી દીધા હતા.
એ ઘટનામાં 21 વર્ષીય શાહિદ પટેલ ઓન ધ સ્પોટ મૃત્યુને ભેટ્યો હતો અને તેના બે નાના ભાઈ સાહિલ અને અદનાનને કે.ઈ.એમ. હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં શાહિદના 19 વર્ષીય ભાઈ સાહિલનું પણ અકાળે મૃત્યુ નીપજ્યું હતું (રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસના કહેવા પ્રમાણે આરોપી અબ્દુલ કરીમ અગાઉ એક મર્ડર કેસમાં અરેસ્ટ થયો હતો અને ગયા વર્ષે જ એ જામીન પર છૂટ્યો હતો એ ક્રિમિનલ્સના માનવ અધિકારની દુહાઈ દેનારા બેપગાળાં ઘેટાંઓની જાણ માટે કહી દઉં!). પોલીસે કરીમના પિતા અને પોલીસના ભૂતપૂર્વ ખબરી યૂસુફ ખબરીની પણ આ કેસમાં ધરપકડ કરી હતી.
આવી તો ઘણી ખોફનાક ઘટનાઓ બહાર આવી રહી છે. આસામના નુમાલીગઢના સુંદરપુરમાં બૈજનાથ ટપ્પા નામના એક પુરુષે તેની પત્ની પાર્વતીને એટલા માટે મારી નાખી હતી કે તેને લંચ પીરસવામાં પાર્વતીથી થોડું મોડું થઈ ગયું હતું. બૈજનાથે પાર્વતીને લાકડી વડે એટલી બેરહેમીથી મારી હતી કે તેનું આખું શરીર કાળું અને બ્લૂ થઈ ગયું હતું. પાડોશીઓએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ એમ્બ્યુલન્સ આવી એ પહેલાં જ તે બિચારી કમોતે મરી ચૂકી હતી.
24 એપ્રિલના દિવસે બિહારના પટનામાં સની ગુપ્તા નામના યુવાનનું તેના પાડોશીઓએ ખૂન કરી નાખ્યું હતું. સની ગુપ્તાના પાડોશી યુવાનોનો લોકડાઉનના રિસ્ટ્રિક્શનના મુદ્દે એનસીસી કેડેટ્સ સાથે ઝઘડો થયો હતો જે દરમિયાન સની ગુપ્તાના પાડોશી યુવાનો હસન, શાહજહાં, અબુલ નાસીર, અંજુમ, જૈનબ હાસમી અને ચાંદ મોહમ્મદે એનસીસીના કેડેટ્સ પર હુમલો કર્યો હતો. એ વખતે સની ગુપ્તા બાલ્કનીમાં બેઠો હતો. તેના પાડોશી યુવાનોએ એનસીસીના કેડેટ્સ પહેલાં પથ્થરમારો કર્યો અને પછી ગોળીબાર કર્યો. સની ગુપ્તા એ ઝઘડાથી અલિપ્ત હતો, પરંતુ ગોળીબાર થયો એમાં એક ગોળી બાલ્કનીમાં બેઠેલા સની ગુપ્તાને વાગી અને તે મૃત્યુ પામ્યો હતો. એ પછી ખેપાની પાડોશી યુવાનોએ સનીની અંતિમયાત્રા પર પણ પથ્થરમારો કર્યો હતો. એને કારણે સ્થિતિ વણસી હતી અને 100 પોલીસમેનને એ એરિયામાં ઉતારવા પડ્યા હતા. પોલીસે 25 વ્યક્તિઓ સામે ખૂનનો ગુનો નોંધ્યો હતો અને હસીન, શાહજહાં, અબુલ નાસીર, અંજુમ અને જૈનબ હાસમીની ધરપકડ કરી હતી. જ્યારે છઠ્ઠો આરોપી ચાંદ મોહમ્મદ નાસી છૂટ્યો હતો. એ ઘટનાને પગલે લોકલ મ્યુનિ. કાઉન્સિલર શોભા દેવી અને ભૂતપૂર્વ કાઉન્સેલર બલરામ ચૌધરી ઉપવાસ પર ઊતર્યા હતા અને તેમણે બધા આરોપીઓની તાત્કાલિક ધરપકડની માગણી કરી હતી. જોકે, એ ઘટનાને કારણે સની ગુપ્તાના ડરી ગયેલા પિતાએ પોતાનું ઘર વેચવા મૂકી દીધું અને ઘરની બહાર બોર્ડ લગાવી દીધું કે યહ મકાન બિક્રી કા હૈ. સનીના પિતાએ મીડિયાને કહ્યું કે મારા દીકરાની હત્યાથી હું ડરી ગયો છું અને હવે હું આ અસલામતીભર્યા માહોલમાં નહીં રહી શકું. સની ગુપ્તાના પિતા ગોપાલપ્રસાદ તેમના બેન્ડ દ્વારા સંગીતના કાર્યક્રમ આપીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે.
વિદેશોમાં પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે. નોર્થ લંડનના એડમન્ટન વિસ્તારમાં 6 એપ્રિલે હુસેન એગલ નામના 65 વર્ષીય પુરુષે તેની 57 વર્ષીય પત્ની મરયાન ઈસ્માઈલને મારી નાખી હતી. કારણ? હુસેનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે તેની પત્નીએ તેને ઘર છોડીને હોસ્પિટલભેગા થઈ જવા માટે કહ્યું હતું! કોરોનાના સમયમાં આવા કિસ્સાઓ સાંભળીને લાગે છે લોકોને હજી કોરોનાનો કે કુદરતનો ખોફ લાગતો નથી, કારણ કે આવી સ્થિતિમાં પણ લોકો ખૂનખરાબા કરી શકે છે! 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી