પરદે કે પીછે:જયલલિતાની સંપત્તિ પર હાઈ કોર્ટનો ચૂકાદો

3 વર્ષ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

તાજેતરમાં જ ચેન્નાઈ હાઈ કોર્ટે જયલલિતાની સંપત્તિના ઉત્તરાધિકાર કેસનો ચૂકાદો આપ્યો છે. જયલલિતાની લગભગ રૂ. એક હજાર કરોડની સંપત્તિ તેમના સંબંધિ જે. દીપક અને જે. દીપાને આપવામાં આવી છે. આ ચૂકાદામાં એક અત્યંત મહત્ત્વની વાત એવી છે કે, સમુદ્ર કિનારેબનેલો તેમનો બંગલમાં જયલલિતાના નામે સંગ્રહાલય કે અન્ય કોઈ પણ પ્રકારનું સ્મારક બનાવી શકાશે નહીં. જો મુખ્યમંત્રીઓ કે નેતાઓના નિવાસોને સંગ્રહાલય કે સ્મારકોમાં બદલી દેવાશે તો એક દિવસ પ્રજાને રહેવા માટે જ જગ્યા નહીં રહે. આ મકાનોનો ઉપયોગ સમાજ હિતમાં કરવો જોઈએ. દેશમાં હોસ્પિટલોની અછત છે.
વિતેલી સદીના છઠ્ઠા દાયકામાં દક્ષિણ ભારતીય સિનેમાના સુપર સ્ટાર એમ.જી. રામચંદ્રન અને જયલલિતાએ 28 સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ જોડીની વાસ્તવિક જીવનમાં પણ અંતરંગતા રહી છે, પરંતુ તેમણે લગ્ન કર્યા ન હતા. એમ.જી. રામચંદ્રન સુપરસ્ટાર બન્યા ત્યારે પરણિત હતા.
દક્ષિણ ભારતમાં એમ.જી. રામચંદ્રન અને જયલલિતાની જોડી રાજ કપૂર- નરગિસની જોડીની જેમ લોકપ્રિય રહી જયલલિતાએ જાહેરાત કરી હતી કે, કામકાજ સાથે જોડાયેલી સરકારી ઓફિસ એક જ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવે, જેથી પ્રજાને અહીં-તહીં ભટકવું ન પડે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણનો ફિલ્મ ઉદ્યોગ હંમેશાં રાજનીતિ સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ તેમણે ક્યારેય રાજનીતિ પર ફિલ્મો બનાવી નથી. તેમની ફિલ્મો હંમેશાં મનોરંજનક મસાલા ફિલ્મો રહી છે.
દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રશંસકોના સુનિયોજિત સંગઠનો બનાવાયેલા છે, જેની રજિસ્ટ્રાર ઓફ સોસાયટીમાં નોંધણી કરાવાય છે અને આવક-જાવકનો હિસાબ-કિતાબ પણ પ્રકાશિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મસ્ટારો પોતાની કમાણીમાંથી પ્રશંસક સંગઠનના સભ્યોની બીમારીઓમાં મદદ કરતા રહે છે અને સભ્યોનાં પરિવારનો શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવે છે.
હોલિવૂડના નિર્માતા ઓલિવર સ્ટોને જે.એફ.કે. અને પ્લાટૂનની જેમ રાજકીય ફિલ્મો બનાવી છે. વોટરગેટ સ્કેન્ડલ પર પણ ફિલ્મ બની છે. એ ઓલિવર સ્ટોનનું સાહસ છે કે તેમણે ફિલ્મ ''જે.એફ.કે.''માં તેમણે કેનેડીની હત્યાનું ષડયંત્ર રચનારા રાજકીય બાહુબલીનું નામ જાહેર કર્યું હતું. તેમના પર માનહાનીનો કેસ પણ દાખલ કરાયો હતો. ભારતમાં આ પ્રકારે રજૂઆત કરી શકાય નહીં. પ્રકાશ ઝાની પ્રારંભિક ફિલ્મો જેવી કે, ''દામુલ'', ''મૃત્યુદંડ'' અને ''ગંગાજલ''માં આવો પ્રયાસ કરાયો છે, પરંતુ તેમની રણબીર કપૂર અને કેટરીના કૈફ અભિનીત ''રાજનીતિ'' માત્ર ગોડફાધરનો મુરબ્બો બનીને રહી ગઈ હતી. ફિલ્મના પ્રદર્શન પહેલા જ તેમણે નફો રળી લીધો હતો.
કંગના રનૌત અભિનીત જયાની બાયોપિક તેલુગુ અને ભારતીય ભાષાઓમાં બનાવવામાં આવનારી છે. અત્યારે આ ફિલ્મ કાગળ પર છે. તેને સેલ્યુલોઈડ પર આવતા સમય લાગી શકે છે. જયલલિતાના નજીકના સહયોગિ શશિકલા પરિવરમાં એક લગ્નનું આયોજન જયલલિતાએ કર્યું હતું. શશિખલાએ ખુદને જયલલિતાની રાજનીતિની ઉત્તરાધિકારી માની હતી, પરંતુ પ્રજાએ તેના દાવાને ફગાવી દીધો હતો. ઈન્દિરા ગાંધી, શ્રીમતી ભંડારનાયકે, ગોલ્ડ મેયર (ઈઝરાયેલ), માર્ગારેટ થેચર, શેખ હસીના પોત-પોતાનાં દેશનાં વડાંપ્રધાન રહ્યાં છે, પરંતુ સત્તાની ટોચ પર બેસતાં જ તેમણે પુરુષો જેવો વ્યવહાર કર્યો છે. મીડિયા તો ઈન્દિરા ગાંધી અંગે એવો પ્રચાર કરતું હતું કે પોતાના મંત્રીમંડળમાં તેઓ એકમાત્ર પુરુષની જેમ રહ્યાં છે. આ ઈન્દિરા ગાંધીના વ્યક્તિત્વની જ પ્રચંડ તાકાત હતી કે સ્વતંત્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું અને પાકિસ્તાનના અર્થતંત્રની કરોડરજ્જુ તુટી ગઈ.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...