પરદે કે પીછે / વારસદાર, વસિયત અને માટીનું દેવું

Heir, will and earthen debt
X
Heir, will and earthen debt

જયપ્રકાશ ચોક્સે

May 25, 2020, 01:00 PM IST

દૂરદર્શન પર જાસુસ વ્યોમકેશ બક્ષીનો એક મિત્ર તેમને પત્ર લખે છે અને પત્રના બીજા ભાગમાં ડુંગળીના રસમાં કલમ ડુબાડીને પોતાની વસિયત લખે છે. અક્ષર વાંચવા માટે પત્રને અગ્નીના ઉપર મુકવો પડે છે. વયસ્ક વ્યક્તિના ચહેરા પર પડેલી કરચલીઓમાં જિંદગીનો હિસાબ-કિતાબ હોય છે. તે ભણીને પણ અભણ રહી જાય છે. ''મધર ઈન્ડિયા''થી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેબુબ ખાન જીવનમાં ક્યારેય સ્કૂલમાં ગયા ન હતા. ફિલ્મ બનાવવામાં પ્રવીણ આ વ્યક્તિએ સફળ થયા પછી અક્ષરજ્ઞાન લીધું, જેથી પ્રશંસકોને ઓટોગ્રાફ આપી શકે. આ પારંપરિક અભ્યાસથી અપરિચિત ''અભણ'' નિર્માતાએ પોતાની વસિયત એવી બનાવી કે, તેમના વારસદારો તેમની ફિલ્મો અને સ્ટૂડિયોમાંથી થતી આવકનો ઉપયોગ તો કરી શકશે, પરંતુ તેમાંથી કંઈ પણ વેચી શકશે નહીં. આ જ કારણે મહેબુબ સ્ટૂડિયો આજે પણ ચાલી રહ્યો છે. જો રાજકપૂરે પણ આ પ્રકારની વસિયત કરી હોત તો આર.કે. સ્ટૂડિયો ક્યારેય વેચાતો નહીં. તેમની ફિલ્મનું એક ગીત છે, ''એક દિન બિક જાએગા, માટી કે મોલ, જગ મેં રહ જાએંગે, પ્યારે તેરે બોલ...''.
વસિયત લખવું સરળ નથી હોતું. જો તમામ સભ્યોને સમાન ભાગ આપો, તો વધુ મહેનત કરનારા સાથે અન્યાય થાય છે. મહેનત અને પ્રતિભા અનુસાર આપવામાં આવે તો નબળો ફરિયાદ કરે છે. ન્યાયપૂર્ણ વસિયત બનાવવી અઘરું કામ છે. યાદ આવે છે, ઉમરાવ જાન અદાનું ગીત, ''તમામ ઉમ્ર કા હિસા માંગતી હૈ જિંદગી, મેરા દિલ કહે તો ક્યા, વહ ખુદ સે શર્મસાર હે..''. પંડિત જવાહરલાલ નેહરુની વસિયતમાં તેઓ ગંગાને આદરાંજલિ આપે છે અને પોતાની અસ્થિઓના એક ભાગને ભારતના ખેતરોમાં વિખેરી દેવાનું જણાવે છે. કાર્લ માર્ક્સના રાજકીય આદર્શમાં સંપત્તિ પર એક વ્યક્તિનો માલિકી હકનો અધિકાર નથી, આથી આ વસિયતમાં કોઈ ગુંચવણ નથી. તમામ સંપત્તિ પર સામુહિક અધિકાર છે. રવિન્દ્ર પીપરની ''વારિસ''માં સ્મિતા પાટીલ પોતાની નાની બહેનના લગ્ન પોતાના સસરા સાથે કરાવે છે, જેથી વારસદારનો જન્મ થાય અને દુષ્ટ કાકા સંપત્તિ પર કબજો ન કરી શકે.
મ નુષ્ય પચાર પાર કર્યા પછી પોતાની વસિયત બનાવવા અંગે વિચારે છે, પરંતુ કોરોના કાળમાં યુવાનો પણ પોતાની વસિયત બનાવવા માગે છે. પરિસ્થિતિ સુધરતાં વકીલોને કામ મળી જશે. વૈશ્વિક આર્થિક મંદીના સમયનો પ્રથમ તબક્કો કોવિડ-19 છે. શું વસિયતમાં એવું લખાશે કે, પરિવારનો કયો સભ્ય પિતાનું દેવું ચુકવશ? અજય દેવગણની ''તાન્હાજી''માં સંવાદ છે કે, વસિયતમાં માટીનું દેવું પણ ચુકવવાનું છે. તંત્ર તો ભવિષ્યની પેઢીઓને ગિરવે મુકી ચુક્યું છે. સમયના સ્ટેમ્પ પેપર પર આ ગિરવેનામું લખાઈ ચુક્યું છે. દીકરીઓએ પણ દેવું ચુકવવું પડશે, કેમ કે પિતાની સંપત્તિમાંતેમને પણ ઉત્તરાધિકાર મળી ચુક્યો છે. તેમાંથી કેટલીક નેહરુને કોસી રહી છે, જેમણે બંધારણમાં સંશોધન કરીને પુત્રીઓને પુત્ર સમાન અધિકાર અપાવ્યા છે. વર્તમાન પોતાની નબળાઈનો ઠીકરો નેહરુના માથે નાખી દે છે.
વસિયત આધારિત પુસ્તકો લખાયા છે અને ફિલ્મો પણ બની છે. સ્મિતા પાટિલ અભિનીત અંતિમ ફિલ્મ ''વારિસ'' સોહન સિંહ હંસની નવલકથા ''કોરા''થી પ્રેરિત છે. બલદેવ સિંહ ગિલે પટકથા લખી છે. પૂના ફિલ્મ સંસ્થાથી તાલીમ મેળવેલા મનમોહન સિંહે ફિલ્મને ફોટોગ્રાફ કરી હતી અને ગીતો પણ લખ્યા છે. મનમોહન સિંહનું પુસ્તક ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઈતિહાસનું વર્ણન રજુ કરે છે. ''વારિસ''માં કુલભૂષણ ખરબંદા અભિનીત પાત્રના ભાઈની ભૂમિકા અમરીષ પુરીએ ભજવી છે. પંજાબના ક્ષેત્ર માલવાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ મધ્ય પ્રદેશના માલવામાં પણ સૌથી વધુ સફળ રહી હતી. કોણ જાણે અદૃશ્ય દોરી ક્ષેત્રોને બાંધે છે. દક્ષિણ ભારતમાં પણ જીતેન્દ્ર અને મહેમુદ અભિનીત ''વારિસ'' બની હતી. જોન અબ્રાહમ અને નાના પાટેકર અભિનીત ''ટેક્સી નં. 9211'' પણ વસિયત આધારિત ફિલ્મ હતી. વિજય આનંદની ''નૌ દો ગ્યારહ''માં મુખ્ય કેન્દ્ર વસિયત જ હતી.
દૂરદર્શન પર જાસુસ વ્યોમકેશ બક્ષીનો એક મિત્ર તેમને પત્ર લખે છે અને પત્રના બીજા ભાગમાં ડુંગળીના રસમાં કલમ ડુબાડીને પોતાની વસિયત લખે છે. અક્ષર વાંચવા માટે પત્રને અગ્નીના ઉપર મુકવો પડે છે. વયસ્ક વ્યક્તિના ચહેરા પર પડેલી કરચલીઓમાં જિંદગીનો હિસાબ-કિતાબ હોય છે. તે ભણીને પણ અભણ રહી જાય છે. ''મધર ઈન્ડિયા''થી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેબુબ ખાન જીવનમાં ક્યારેય સ્કૂલમાં ગયા ન હતા. ફિલ્મ બનાવવામાં પ્રવીણ આ વ્યક્તિએ સફળ થયા પછી અક્ષરજ્ઞાન લીધું, જેથી પ્રશંસકોને ઓટોગ્રાફ આપી શકે. આ પારંપરિક અભ્યાસથી અપરિચિત ''અભણ'' નિર્માતાએ પોતાની વસિયત એવી બનાવી કે, તેમના વારસદારો તેમની ફિલ્મો અને સ્ટૂડિયોમાંથી થતી આવકનો ઉપયોગ તો કરી શકશે, પરંતુ તેમાંથી કંઈ પણ વેચી શકશે નહીં. આ જ કારણે મહેબુબ સ્ટૂડિયો આજે પણ ચાલી રહ્યો છે. જો રાજકપૂરે પણ આ પ્રકારની વસિયત કરી હોત તો આર.કે. સ્ટૂડિયો ક્યારેય વેચાતો નહીં. તેમની ફિલ્મનું એક ગીત છે, ''એક દિન બિક જાએગા, માટી કે મોલ, જગ મેં રહ જાએંગે, પ્યારે તેરે બોલ...''.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી