મેનેજમેન્ટ ફંડા:જેમની પાસે શક્તિ છે, તે શક્તિહીનોને સશક્ત કરે

2 વર્ષ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

ભગવાન ના કરે કે એવો ખરાબ સમય કોઈની પણ સાથે આવે, ખાસ કરીને યુવાનો સાથે જે મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલા હોય છે. જોકે, આપણે ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કલ્પના કરો કે એક વિદ્યાર્થીએ સખત મહેનત કરીને પોતાના જીવનની સૌથી મહત્ત્વની પરીક્ષાની તૈયારી કરી હોય, જે તેની કારકિર્દીને આકાર આપવારી છે. એ પરીક્ષા માટે તૈયાર છે અને પરીક્ષાના એક-બે દિવસ પહેલા જ તેને ખબર પડે છે કે, તે કોવિડ-19 પોઝિટિવ છે. આ સ્થિતિમાં તેની માનસિક સ્થિતિની કલ્પના કરો. શું તમે વિદ્યાર્થીનાં વિખેરાઈ રહેલા સ્વપ્નોને જોઈ શકો છો? સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહીં. જોકે, બધા જ કોવિડ પોઝિટીવ વિદ્યાર્થી 17 વર્ષની કિશોરી સેન્ડ્રા બાબુ જેવા નસીબદાર નથી હોતા. તમને યાદ હશે કે, રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પછી કેરલ રાજ્ય જલ પરિવહન વિભાગે પરીક્ષાના દિવસોમાં આ એકલી છોકરી માટે 70 સીટર હોડી, પોતાનાં સંપૂર્ણ કર્મચારીઓ સાથે ચલાવી હતી. સેન્ડ્રા જ્યારે એચએસસીની પરીક્ષા આપતી હતી તો હોડી તેની પાછા ફરવાની રાહ જોતી હતી અને એ સમયસર ઘરે પહોંચાડતી હતી, જેથી તે બીજી પરીક્ષાની તૈયારી કરી શકે.

સંયોગવશાત, અમદાવાદના 21 વર્ષના ધ્રૂવ સાંચણિયાને પણ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (આઈઆઈટીઈ)ની પરીક્ષા આપવાની તક મળી, પરંતુ તેના પહેલા તેણે અને તેના પરિવારે તણાવમાંથી પસાર થવું પડ્યું. તેને એક હોસ્ટેલમાં અસ્થાયી રીતે બનાવાયેલા કોવિડ સેન્ટરમાં લક્ષણ વગરના વ્યક્તિ તરીકે દાખલ કરવામાં આવ્યો. મુસિબતમાં રાહતની વાત એ હતી કે, ધ્રુવની પરીક્ષા 2 ઓગસ્ટના રોજ હતી. એટલે તેમની પાસે અધિકારીઓને જણાવવા માટે બે દિવસ હતા અને અધિકારીઓ પાસે પણ વિચારવાનો સમય હતો. ધ્રુવ જાણતો હતો કે જો રવિવારે તે પરીક્ષા નહીં આપી શકે તો તેણે કોઈ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમિશન લેવું પડશે અને તેનું એક વર્ષ બગડી જશે.

સેન્ડ્રાએ જેવી રીતે રાજ્ય જલ પરિવહનના અધિકારીઓને પોતાની મુશ્કેલી જણાવી મદદ માગી હતી, ધ્રૂવે પણ પોતાનો કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ 31 જુલાઈના રોજ આઈઆઈટીઈના અધિકારીઓને મોકલી આપ્યો. આઈઆઈટીઈના વીસી હર્ષદ પટેલે પોતાના ઓફસ ડેટાબેઝમાં ધ્રુવની ઉમેદવારી તપાસીને અધિકારીઓને ગુજરાત પરીક્ષા બોર્ડ સાથે વાત કરીને કોઈ સમાદાન શોધવા આદેશ આપ્યો. આ રવિવારે આખું નવું શિડ્યુલ બનાવાયું. અધિકારીઓ એક અલક સીલબંધ કવરમાં પરીક્ષા પત્ર લાવ્યા, જેને કોવિડ સેન્ટરની મેડિકલ ટીમને આપવામાં આવ્યું. ટીમે આ પેપર ધ્રુવને આપ્યા, જે અલગ રૂમમાં પરીક્ષા આપવાની રાહ જોઈ રહ્યો હતો. . ધ્રુવની તબિયત પરીક્ષા આપવા લાયક હતી, આથી તેણે કોઈ અન્ય ઉમેદવારની જેમ જ પરીક્ષા આપી, જેમનું થર્મલ સ્કેનિંગ થયું અને ફેસ શીલ્ડ પણ પહેરવા અપાયા હતા.
ફંડા એ છે કે, જો તમારી પાસે શક્તી છે તો તેનો ઉપયોગ થોડા વધારાના પ્રયાસ સાથે બીજા લોકોને સશક્ત કરવામાં પણ થવો જોઈએ. કેમ કે, શક્તીહીનને સશક્ત બનાવવાની જરૂર છે.
મેનેજમેન્ટ ગુરુ
raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...