તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૃષ્ટિકોણ:ગાંધી ‘હિન્દુ’ અને ‘દેશભક્ત’ હતા, પરંતુ ‘હિન્દુ દેશભક્ત’ નહીં

13 દિવસ પહેલાલેખક: શશિ થરૂર
  • કૉપી લિંક
  • સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ કહ્યું કે, જો કોઈ હિન્દી છે તો તે સ્વાભાવિક રીતે જ દેશભક્ત હશે

આપણે જાતિય-ધાર્મિક રાષ્ટ્રવાદના વિચાર વિરુદ્ધ પોતાની લડાઈ ચાલુ રાખવી પડશે અને સાબિત કરવું પડશે કે, દરેક દેશભક્તના હૃદયમાં પ્રેમ અને સમાવેશકતા જ હોય છે. શ્રી મોહન ભાગવતને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મને હજુ સુધી મળ્યું નથી, પરંતુ તેઓ મને ચર્ચા માટે મુદ્દા આપતા રહે છે. પછી તે ‘હિન્દુ રાષ્ટ્ર’ની તેમની માન્યતા હોય કે, ‘અનેક્તામાં એક્તા’ના મારા અને ‘એક્તામાં અનેકતા’ના તેમના વિચાર વચ્ચે મતભેદ હોય. તાજેતરમાં જ તેમણે ફરી આવું જ કંઈક કહ્યું છે. તેમણે નવા વર્ષની શરૂઆતમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘જો કોઈ હિન્દુ છે તો તે દેશભક્ત હશે જ. આ તેનો આધારભૂત ગુણ અને પ્રકૃતિ હશે. હિન્દુ ક્યારેય ભારત-વિરોધી હોઈ શકે નહીં’. આરએસએસ પ્રમુખ ભાગવત ‘મેકિંગ ઓફ અ હિન્દુ પેટ્રિઅટ: બેકગ્રાઉન્ડ ઓફ ગાંધીજીસ હિન્દ સ્વરાજ’ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. અહીં તેઓ એ બાબતે જાગૃત જોવા મળ્યા કે કોઈ એવું ન કહી જાય કે, આ વિમોચન આરએસએસ દ્વારા એ મહાત્મા ગાંધીને અપનાવવાના પ્રયાસ અંતર્ગત તેઓ કરી રહ્યા છે, જેમને તેઓ છ દાયકા સુધી ખરાબ કહેતા હતા. શ્રી ભાગવતે કહ્યું કે, એવું અનુમાન લગાવવાની જરૂર નથી કે તેઓ ‘ગાંધીજીને અપનાવવા કે સાચા ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે તેમના જેવી મહાન વ્યક્તિ સાથે આવું કરી શકાય નહીં’.

હિન્દુત્વ આંદોલન હકીકતમાં મહાત્માને અપનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. એક સમયે અનેક આરએસએસ શાખાઓએ ગાંધીજીની હત્યાના સમાચારો પર મિઠાઈઓ વહેંચી હતી. શ્રી ભાગવતના પૂર્વવત એમએસ ગોલવલકર ખાસ કરીને ગાંધીની અહિંસાની શાખ અને આંતર-ધાર્મિક એક્તાના વિચારના વિરોધી હતી. જોકે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી તેમને પુનર્વિચાર કરવો પડ્યો છે. શું આરએસએસનું સમર્થન પ્રાપ્ત સરકાર એવી વ્યક્તિની ઉપેક્ષા કરી શકે છે, જેને સાર્વભૌમિક રીતે પસંદ કરાતા હોય? શું તેના કારણે તેમના હિન્દુત્વ આંદોલનની ચમક ઘટશે નહીં? એટલે જ મહાત્માના નામ અને છબીને અપનાવાઈ રહી છે, તેમની શીખ કે મૂલ્યોને નહીં. શ્રી ભાગવતના શબ્દકોષમાં અહિંસા કે ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ને કોઈ સ્થાન નથી, પરંતુ સ્વચ્છ ભારત અભિયાનમાં મહાત્માના ચશ્માનો ઉપયોગ કરી શકાય છે. મહાત્મા ગાંધીમાં ‘હિન્દુ રાષ્ટ્રભક્તિ’ શોધવી આ પ્રયાસનો જ એક ભાગ છે.

મહાત્મા ગાંધી હિન્દુ હતા અને દેશભક્ત હતા, પરંતુ તેઓ ક્યારેય ખુદને ‘હિન્દુ દેશભક્ત’ કહેતા ન હતા. આરએસએસ પ્રમુખે તર્ક આપ્યો છ ેકે, ગાંધીજીનો ‘સ્વરાજ’ માટેનો સંઘર્ષ સમાજની સભ્યતાના મૂલ્યો પર આધારિત પુનર્રચના માટે હતો, એટલે તેમનો અર્થ હિન્દુ ધર્મ સાથે હતો. હકીકતમાં મહાત્મા ગાંધી ભારતીય સભ્યતાને એક મિશ્રણ તરીકે જોતા હતા, જે વેદ અને પુરાણોના સમયથી જ વિવિધ બિન-હિન્દુ પ્રભાવોને અપનાવતો રહ્યો છે, જે સંઘ પરિવારની જ્ઞાનસીમાથી બહાર છે. જોકે, મને આરએસએસ પ્રમુખની એ વાત સામે વાંધો છે કે, હિન્દુ ધર્મ અને દેશભક્તી પર્યાયવાચી શબ્દો છે. અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવાના સંઘર્ષને પ્રેરિત કરતના રાષ્ટ્રવાદના મૂળિયા ભારતની સભ્યતાની એ પરંપરામાં રેહાલ હતા, જેમાં સર્વસમાવેશકતા, સામાજિક ન્યાય અને ધાર્મિક સહિષ્ણુતા સામેલ હતી. બંધારણમાં સ્થાપિત રાષ્ટ્રવાદ એવો સમાજ દર્શાવે છે, જે દરેક વ્યક્તિને આગળ વધવા દે છે, પછી તે કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા કે જન્મસ્થાન સાથે જોડાયેલો હોય. તેને આજની નવી માન્યતાઓ પડકાર આપી રહી છે, જે ભારતની મૂળ સંરચનાનો જ વિરોધી છે. જે એવી સાંસ્કૃતિક ઓળખ પર આધારિત છે કે, ભારત ‘હિન્દુ રાષ્ટ્ર’ છે. આ પ્રક્રિયામાં ‘દેશભક્તિ’ દેશને પ્રેમ કરવા અંગે છે, કેમ કે એ તમારો છે અને તમે તેના છો. જ્યારે કે શ્રી ભાગવતની દેશભક્તિ એવા વિઝન પર આધારિત છે કે, તે માત્ર હિન્દુઓમાં જ સ્વાભાવિક રીતે હોય છે.

હિન્દુ ધર્મ તેને માનનારા દરેક વ્યક્તિની અંગત બાબત છે. જ્યારે હિન્દુત્વ એક રાજકીય સિદ્ધાંત છે, જે ગાંધીજીની હિન્દુ ધર્મની સમજના આધારભૂત સિદ્ધાંતોથી અલગ છે. જ્યાં હિન્દુ ધર્મ પૂજાની તમામ રીતોને સામેલ કરે છે, હિન્દુત્વ ભક્તિ ભાવને માનતો નથી અને મુખ્યત્વે ઓળખની ચિંતા કરે છે. સાંપ્રદાયિક ઓળખ પ્રત્યે જુસ્સો ભારતના ભાગલા પાડે છે અને આ બાબત જ દેશભક્ત ન હોવું છે. એ ધર્મનિરપેક્ષતા અને મતભેદોને સ્વીકાર કરવાના ગાંધીવાદી, નેહરુવાદી અને આંબેડકરવાદી સિદ્ધાંત જ હતા, જે આપણા બંધારણમાં જોવા મળે છે. જ્યારે હિન્દુત્વ સંપૂર્ણપણે એક રાજકીય વિચારધારા છે, જે હિન્દુ ધર્મને કટ્ટરતા તરફ લઈ જાય છે. આ વિચારોના વર્તમાન રાજકીય દબદબાનો અર્થ એ નથી કે, ગાંધીવાદી હિન્દુધર્મ લુપ્ત થઈ ગયો છે. હજુ પણ અસંખ્ય ભારતીય છે, જે આ મૂલ્યોને બચાવવા લડી રહ્યા છે. આ પ્રક્રિયામાં આપણે ગાંધીને સ્વીકારવા કે સાચા ઠેરવવાની જરૂર નથી, માત્ર તેમનું અનુસરણ કરવાનું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ Twitter: @ShashiTharoor

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser