પરદે કે પીછે / ફૂટબોલ : ટેક્નોલોજીની નિર્ણાયક ભૂમિકા

Football: The crucial role of technology
X
Football: The crucial role of technology

જયપ્રકાશ ચોક્સે

May 19, 2020, 01:21 PM IST

યુરોપમાં ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે. કોરોનાના કારણે દર્શકોને સ્ટેડિયમાં જવાની મંજૂરી અપાઈ નથી. તાળી વગાડવાના અભાવે રમત પ્રભાવિત થઈ છે. ખેલાડીઓ પણ પૂરો સમય રમી શક્યા નથી. પ્રેક્ટિસ ન કરી શકવાના કારણે તેમનો સ્ટેમીના ઘટી ગયો હતો. ક્રિકેટના ત્રીજા અમ્પાયરની જેમ ફૂટબોલમાં પણ ટેક્નોલોજીને નિર્ણય આપવાનો અધિકાર અપાયો, પરંતુ નિષ્ણાતોનો મત છે કે મનુષ્યએ બનાવેલી ટેક્નોલોજી પણ મનુષ્યની જેમ જ ભૂલો કરે છે. ટેક્નોલોજીના નિર્ણયને વી.એ.આર. કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પોતાના જીવનકાળમાં દંતકથા બની ગયેલા મેડોનાનો ગોલ વિવાદાસ્પદ હતો. બોલ તેમના હાથને સ્પર્શીને ગઈ હતી, પરંતુ રેફરીને આ દેખાયું નહીં. મેચ પુરી થયા પછી મેડોનાને ઘેરી લેવાયો અને તેને સવાલ પુછાયો હતો. મેડોનાએ સ્મિત સાથે કહ્યું કે, તે હાથ તેનો નહીં પરંતુ ઈશ્વરનો હતો. આ રીતે તે ગોલ ઈશ્વરીય દેન બની જાય છે.
મનુષ્ય પોતાની તમામ ત્રૃટીઓ ઈશ્વરના નામે ઠોકી બેસાડે છે અને પોતે મુક્ત થઈ જાય છે. જન્મના સાથે જ શરીરમાં આવેલી ત્રૃટિઓને પણ ‘એક્સ ઓફ લેસર ગોડ’ કહેવામાં આવે છે. કોલકાતા અને ગોવામાં સૌથી વધુ ફૂટબોલ રમવામાં આવે છે. ઋષિકેશ મુખરજીની ફિલ્મ ‘ગોલમાલ’માં ઉત્પલ દત્તના મગજમાં એવું ઘુસી ગયું છે કે, મૂછ ન રાખનારો મર્દ નથી.
આથી હીરોને નકલી મૂછો લગાવવી પડે છે. એક ફૂટબોલ મેચ દરમિયાન મૂછ વગરના હીરો પર માલિકની નજર પડી જાય છે. પાત્ર રામપ્રસાદને શિસ્ત વગરના તોફાની જોડીયા ભાઈ લક્ષ્મણપ્રસાદનું પાત્ર રજૂ કરવું પડે છે. ફિલ્મમાં રસપ્રદ ઘટનાઓ ઘટે છે.
નસીરુદ્દીન શાહ અભિનીત ફિલ્મ ‘સિતમ’માં તેઓ ગોલકીપર છે. જોરથી મારવામાં આવેલી કીકનો બોલ તેમની છાતી પર લાગે છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. કિક મારનારો અપરાધબોધથી ગ્રસ્ત થઈ જાય છે. ફિલ્મના અંતમાં મૃતકનો પરિવાર તેને અપરાધબોધમાંથી મુક્ત કરાવે છે. અનિલ કપૂર અભિનીત ‘સાહેબા’ પણ ફૂટબોલ કેન્દ્રીત ફિલ્મ હતી. બોની કપૂરે ફૂટબોલ પ્રેરિત ફિલ્મ ‘મૈદાન’ માટે સ્ટેડિયમનો સેટ લગાવ્યો હતો.
દેશ-વિદેશના ખેલાડીઓને એડવાન્સ રકમ આપીને કરારબદ્ધ પણ કર્યા હતા. કોરોનાના કારણે શૂટિંગ લટકી પડ્યું. શું કોરોના દ્વારા થયેલા નુકસાનમાં તેની ગણતરી કરાશે? ફિલ્મ ઉદ્યોગ માટે તો મદદની જાહેરાત પણ થતી નથી. ફિલ્મ ઉદ્યોગ પાસેથી સરકાર આવકવેરે, મનોરંજન કર, ટિકિટ પર જીએસટી વગેરે ટેક્સ લે છે. આ ખેલ એક પક્ષીય જ રહ્યો છે.
બ્રાઝીલના પેલે મહાન ફૂટબોલ ખેલાડી થયા છે. તેમના નિવાસ સ્થાનની આજુબાજુ સૈનાના બેરિકેડ્સ બનાવાયા હતા, જેથી કોઈ પેલેનું અપહરણ ન કરી શકે. કોઈ પણ દુકાનદાર પેલે પાસેથી પૈસા લેતો ન હતો. પેલેએ જાહેરાતની ફિલ્મોમાં કામ કર્યું નથી. તેમને અસંખ્ય લાલચ અપાઈ હતી. સર લોરેન્સ ઓલિવર સિગાર પીતા હતા, પરંતુ પોતાની મનપસંદ બ્રાન્ડની જાહેરાત માટે ક્યારેય રાજી થયા નથી. વર્તમાનમાં અભિનેતાને સૌથી વધુ કમાણી જાહેરાતની ફિલ્મોમાં કામ કરવાથી થાય છે.
કોલકાતામાં મોહન બાગાન અને ઈસ્ટ બંગાલ પારંપરિક હરીફ રહ્યા છે. આ હરીફાઈ એટલી ગાઢ છે કે તે બે પરિવાર વચ્ચેનાં લગ્નો પણ થવા દેતી નથી. મોહન બાગાન ટીમનો પ્રશંસક ઈસ્ટ બંગાલની પ્રશંસક કન્યા સાથે લગ્ન કરતો નથી. એવું પણ જોવામાં આવ્યું છે કે, ક્રિકેટ પસંદ કરનારા દર્શક અને ફૂટબોલ પસંદ કરનારા દર્શકના આચાર-વ્યવહારમાં જ નહીં પરંતુ પ્રિય પીણા પણ અલગ હોય છે. ક્રિકેટનો પ્રશંસક બીયર પીવે છે તો ફૂટબોલનો પ્રશંસક રમ પીવે છે.
આપણી પસંદ-નાપસંદ આપણી વિચારશૈલી સાથે જોડાયેલી હોય છે. મનુષ્ય પસંદ અને નાપસંદનો ગુલામ હોય છે. દૂર ક્યાંક ઘાટા વાદળ છવાઈ જાય તો પ્રકાશના અભાવમાં ક્રિકેટ અટકાવી દેવાય છે, પરંતુ ફૂટબોલ તો વરસતા વરસાદમાં વધુ રોચક બની જાય છે.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી