તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયાઝ મેમણની કલમે:ફિલ્ડિંગ જ જાડેજાને સંપૂર્ણ ઑલરાઉન્ડર બનાવે છે

13 દિવસ પહેલાલેખક: અયાઝ મેમણ
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા દ્વારા સ્મિથનું રનઆઉટ થવું ટેસ્ટનું મુખ્ય આકર્ષણ રહ્યું. ત્રીજા દિવસે હેઝલવુડે ડાઈવ મારીને બોલ રોક્યો અને પછી ડાયરેક્ટ થ્રો કરીને વિહારીને રનઆઉટ કર્યો, પરંતુ જાડેજાનું રનઆઉટ થવું યોગ્ય મનાઈ રહ્યું છે. પહેલા 25-30 યાર્ડ દોડ્યા પછી તેણે બોલની સાથે બેટ્સમેન પર પણ નજર રાખવાની હતી. તેની પાસે નિશાન લગાવવા માટે એક સ્ટમ્પ પણ હતું. આ પહેલીવાર નથી, જ્યારે જાડેજાએ શાનદાર ફિલ્ડિંગ કરી છે. તે ભારતીય ટીમમાં સામેલ થયો, ત્યારે પણ તેણે ફિલ્ડિંગથી જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારથી હું ભારતીય ક્રિકેટ ફોલો કરી રહ્યો છું, ત્યારથી જાડેજા ટોપ-5 ફિલ્ડરમાં સામેલ છે. અન્ય ખેલાડીમાં મન્સૂર અલી ખાન પટૌડી, એકનાથ સોલકર, કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ મૂકી શકાય. 1962માં કેપ્ટન બન્યા પછી પટૌડીએ ફિલ્ડિંગ પર જોર આપવાનું શરૂ કરી દીધું. બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટરાઘવન જેવા સ્પિનર હોવાના કારણે ક્લોઝ-ઈન ફિલ્ડરોની જાળ તૈયાર કરી. સોલકર ટીમમાં પટૌડી દ્વારા લવાયેલા નવા ખેલાડીઓમાંના એક હતા. તેમણે શોર્ટ લેગ પર અનેક કારનામા બતાવ્યા. કપિલ દેવ નેચરલ એથલેટ હતા અને તેમનું કેચિંગ જબરદસ્ત હતું. તેઓ બાઉન્ડ્રી પરથી વિકેટકિપર પાસે મિલાઈલની જેમ આવતા. અઝહરુદ્દીન ભારતના બેસ્ટ ઑલરાઉન્ડર ફિલ્ડરમાં સામેલ હતા. આ બધામાં સામાન્ય વાત એ હતી કે, તેઓ ફિલ્ડિંગને પ્રેમ કરતા. ઐતિહાસિક રીતે ભારતીય ક્રિકેટરોની ફિલ્ડિંગ નબળી ગણાય છે, પરંતુ છેલ્લા એક દસકામાં ઘણું બધું બદલાયું છે. ફિલ્ડિંગના સ્તરમાં સુધારો, સારા મેદાનો, સાયન્ટિફિક ટ્રેનિંગ અને પ્રોપર ડાયરના કારણે આ પરિવર્તન આવ્યું છે. કોઈ પણ ક્રિકેટર મેદાન પર ‘પેસેન્જર’ બનીને નથી રહેવા માંગતો. ayazmamon80@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser