તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:સેલિબ્રિટિઝના વચન પર અડગ રહેવાની અપેક્ષા

14 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

મને આશ્ચર્ય થયું નહીં જ્યારે ખબર પડી કે સોશિયલ મીડિયામાં અડાણી વિલમર પર હુમલા થઈ રહ્યા છે. આ કંપની ફોર્ચ્યુન રાઈસ બ્રાન કૂકિંગ ઓઈલ વેચે છે, જેના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી છે. ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને સોશિયલ મીડિયા કંપનીની જાહેરાતની મજાક ઉડવા લાગી, જે હૃદયની તંદુરસ્તીનો પ્રચાર કરતી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પુછવા લાગ્યા કે, શું સેલિબ્રિટિઝ પોતે એ બ્રાન્ડનો ઉપયોગ કરે છે, જેની તેઓ જાહેરાત કરે છે? સામાન્ય લોકો જ નહીં પરંતુ કીર્તિ આઝાદ જેવા પૂર્વ ક્રિકેટરે પણ ગાંગુલીની તંદુરસ્તીની પ્રાર્થના કરવાની સાથે જ બ્રાન્ડની જાહેરાત પર ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “દાદા, તમે ઝડપથી સાજા થાઓ, હંમેશાં ચકાસેલા ઉત્પાદનોની જ જાહેરાત કરવી જોઈએ. પોતે જાગૃત અને સાવધાન રહો. ઈશ્વરની કૃપા બનેલી રહે.’ હવે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાણી વિલમરે ફોર્ચ્યુન રાઈસ બ્રાન કૂકિંગ ઓઈલની એ જાહેરાત અટકાવી દીધી છે, જેમાં ગાંગુલી છે.

આવી જ રીતે આઠ વર્ષ પહેલા હેલ્થ સપ્લીમેન્ટના સેગ્મેન્ટમાં સૌથી મોટું માર્કેટ ધરાવતા રિવાઈવલ બ્રાન્ડને નુકસાન ઉઠાવવું પડ્યું હતું, જ્યારે તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર યુવરાજ સિંહને કેન્સર થતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેના સ્થાને તરત જ સલમાન ખાનને લાવવામાં આવ્યો. પછી 2016માં બ્રાન્ડની ટેગમાં પરિવર્તન કરતા, “ફિટ એન્ડ એક્ટિવ’ ટેગની સાથે સલમાનના સ્થાને એમએસ ધોનીને લેવાયો હતો. આવું કદાચ એટલા માટે, કેમ કે ધોની ટૂંક સમયમાં જ રિટાયર થવાના હતા અને સક્રિય હતા. સાથે જ ધોની, સલમાન કરતાં યુવાન પણ હતો. રસપ્રદ બબાત એ છે કે, મોટાભાગના નિર્માતા પોતાના ઉત્પાદન બતાવવા માટે સ્ક્રીન પર એક્ટર કે મેદાન પર ક્રિકેટરોને પ્રાથમિકતા આપે છે. કદાચ એવું એટલા માટે, કેમ કે આપણે આ હીરોઝને સ્ક્રીન પર અને તેનાથી બહાર પણ પસંદ કરીએ છીએ. ઓછામાં ઓછું ઉપરની બે બાબતોમાં તો કંપની કે એમ્બેસેડરને દોષ આપી શકીએ નહીં, કેમ કે બંનેને ખબર ન હતી કે, એમ્બેસેડરને હાર્ટએકેટ આવશે કે કેન્સર થશે. જોકે, દેશના ખૂણામાં એક ઓછા પ્રચારિત વિવાદ અંગે શું કહીશું, જેમાં એક જાહેરાતમાં દેખાતા મલયાલમ ફિલ્મસ્ટાર સામેલ છે? અનુપ મેનન હેર ક્રિની એક જાહેરાતમાં જોવા મળ્યો હતો, જે “છ સપ્તાહમાં વાળ ઉગાડવા’નો દાવો કરે છે. એક સ્થાનિક વ્યક્તિ, ફ્રાન્સિસ વડક્કને જાહેરાત જોયા પછી પ્રથમ વખત 11 જાન્યુઆરી, 2012ના રોજ “ધાત્રી હેર ક્રીમ’ રૂ.376માં ખરીદી. તેણે તેનો ઉપયોગ કર્યો અને બીજા મહિને બીજું પેકેટ ખરીદ્યું. જોકે સાત સપ્તાહ સુધી ઉપયોગ કર્યા પછી પણ નિરાશા હાથમાં આવી. સાથે જ તેના અનેક સગા-સંબંધીઓ અને મિત્રોએ પણ આ ઉત્પાદન ખરીદવાની મજાક ઉડાવી. આ સોમવારે ઉપભોક્તા ફોરમે ધાત્રી કંપની અને સાથે જ અભિનેતા પાસેથી ફ્રાન્સિસને રૂ.10-10 હજાર ચુકવવા કહેવાયું છે.

ઉપભોક્તા ફોરમે જાહેરાતના એ ભાગનો ઉલ્લેખ કર્યો, જેમાં એવી વાતો હતી કે, “છ સપ્તાહમાં વાળ ઉગી જવાની ગેરન્ટી. છ સપ્તાહમાં જ ત્રણ ગણું પરિણામ મળશે.’ તેમાં એવા વચન પણ હતા, “મને બીક લાગતી હતી કે, હું ટાલિયો થઈ જઈશ, જોકે ધાત્રી હેર ક્રીમથી 6 સપ્તાહમાં જ મારા વાળ સારા ઉગવા લાગ્યા’ અને “હું સૌને તેના ઉપયોગની સલાહ આપીશ. ગમે તેટલા વાળ ખરતા હોય, આ ખરવાનું અટકાવશે અને શાનદાર વાળ ઉગાડશે’. આવા કેસોમાં પૈસા ચુકવાયા કે દંડ મહત્ત્વ ધરાવતું નથી, પરંતુ સવાલ એ છે કે, દરેક પ્રોડક્ટના વ્યવહારિક ફાયદા કેટલા વિશ્વસનીય છે, જેનો પ્રચાર સેલિબ્રિટી કરી રહ્યા છે? એવા સમયમાં જ્યારે સોશિયલ મીડિયા અત્યંત સક્રિય છે, ત્યાં સેલિબ્રિટીની પણ જવાબદારી બને છે કે, તે આવા દાવાની વાંરવાર તપાસ કરે. ફંડા એ છે કે, સેલિબ્રિટિઝને ભલે પસંદ કરવામાં આવતા હોય, પરંતુ યાદ રાખો કે લોકો ઈચ્છે છે કે સેલિબ્રિટી પોતે કહેલી વાત પર અડગ રહે, ત્યાં સુધી જાહેરાતમાં પણ. મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser