પરદે કે પીછે / દૂરદર્શન : શ્રેષ્ઠ ધારાવાહિકોનો સમૃદ્ધ ખજાનો

Doordarshan: A rich treasure trove of the best serials
X
Doordarshan: A rich treasure trove of the best serials

જયપ્રકાશ ચોક્સે

May 22, 2020, 01:19 PM IST

લોકડાઉનમાં શૂટિંગની મંજુરી નથી. આથી ખાનગી ચેનલો જૂના કાર્યક્રમો પ્રસારિત કરી રહી છે. દૂરદર્શન પણ જૂના કાર્યક્રમ પ્રસારિત કરી રહ્યું છે. અંતર એ છે કે, ખાનગી ટેલીવિઝનના કાર્યક્રમ નીરસ છે અને રીપિટેશનના કારણે અસહનીય બની જાય છે. મંડી હાઉસ ખાતેના દૂરદર્શન પાસે જૂના કાર્યક્રમોનું એવું જીવન મૂલ્ય છે કે, સમયની તેમના પર કોઈ અસર નથી પડી રહી. દૂરદર્શન દ્વારા પ્રસારિત મનોહર શ્યામ જોશીની ''હમલોગ'' અને ''બુનિયાદ'' આજે પણ જોવા જેવી છે. શરદ જોશીએ લખેલી અને કુંદર શાહ દ્વારા નિર્દેશિત ''યહ જો હૈ જિંદગી'' આજે પણ દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. તેના કલાકાર સતીશ શાહ, શફી ઈનામદાર અને સ્વરૂપ સંપત સામાન્ય જિંદગીમાંથી લેવાયેલા પાત્ર ભજવી રહ્યા છે. સૌથી વધુ વિવિધ ભૂમિકાઓ સતીશ શાહે ભજવી છે.
પંકજ કપૂર અભિનીત ધારાવાહિક ''ઓફિસ ઓફિસ'' આપણી સરકારી કચેરીઓની લાલ ફીતાશાહી, કામચોરી અને નિર્ણય ટાળવાની નિતાંત મૌલિક ભારતીય નીતિનો પર્દાફાશ કરે છે. જેમાં રજુ એક મહિલા કર્મચારી પોતાની સાથે પોતાના ઘરનું કામ પણ ઓફિસમાં લઈને આવે છે. ફરિયાદી પાસે તે શાકભાજી કપાવે છે, સ્વેટર ગુંથાવે છે. આ બધું સ્વાભાવિક લાગે છે. આજે પણ પેન્શન મેળવનારાએ સમયાંતરે એ સાબિત કરવાનું હોય છે કે, તેઓ જીવિત છે. આ વિષય પર ઉદય પ્રકાશ દ્વારા લખેલી કથા મોહનદાસ ''ક્લાસિક''નો દરજ્જો મેળવી ચુકી છે. પંકજ કપૂર અભિનીત કાર્યક્રમ ''ઝુબાન સંભાલ કે''માં દેશી-વિદેશી લોકો હિન્દી શીખવા આવે છે. બધી ભાષાઓ હળી-ભળી જાય ચે અને એ જણાવવું અશક્ય બને છે કે, કયો શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે.
15 સપ્ટેમ્બર, 1959ના રોજ દૂરદર્શનની ઓફિસ ખોલવામાં આવી હતી અને તે આકાશવાણીનો ભાગ હતું. વર્ષ 1978માં દૂરદર્શન સ્વતંત્ર વિભાગ બન્યું હતું. વર્ષ 1982માં પ્રસારણ રંગીન બન્યું હતું. આ અવસર એશિયાની ટૂર્નામેન્ટનો હતો. આ દરમિયાન જ દૂરદર્શન અત્યંત લોકપ્રિય થયું હતું. ખાનગી ચેનલોના પ્રવેશ પછી દૂરદર્શનનો મોહ ઘટતો ગયો. કુંદન શાહ અને અઝીઝ મિર્ઝાની ''નુક્કડ'' ધારાવાહિક દૂરદર્શન પર સૌથી વધુ લોકપ્રિય બની હતી. તે આમ આદમીનો વિશેષ કાર્યક્રમ બની ગયો હતો.
આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો પાસે શાસ્ત્રીય સંગીતનો ખજાનો છે. વર્તમાનમાં તે કઈ સ્થિતિમાં હશે એ કહેવું મુશ્કેલ છે. મેં ઈન્દોર આકાશવાણીના વાંચનાલયમાં ''ટ્રાઈબલ કસ્ટમ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા'' વાંચી હતી. થોડા વર્ષ પછી એ પુસ્તક ત્યાં મળ્યું નહીં. આપણાં ઉચ્ચ અધિકારીઓની એવી ટેવ રહી છે કે, વાંચનાલયનું પુસ્તક પોતાની પત્ની માટે ઘરે લાવે છે અને બદલી થયા પછી એ પુસ્તક પાછું આપવાનું ભૂલી જાય છે. વર્તમાન સમયમાં મીડિયા ''હિઝ માસ્ટર્સ વોઈસ'' બનાવી દેવાયો છે. અપેક્ષાકૃત રીતે દુરદર્શન આજે પણ તટસ્થ છે. ક્યારેક સત્તાધીશો દીવા તળે અંધારું જોઈ શકતા નથી. ઉલ્લેખનીય છે કે, દૂરદર્શન પર સમાચાર વાંચનારી મહિલાને શૃંગારની સામગ્રિ વિભાગ આપે છે. સુંદરતા પ્રત્યે આપણો આગ્રહ સ્વાભાવિક છે. સત્યમ શિવમ્ નજરઅંદાજ રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, દૂરદર્શન પર સમાચાર વાચક તરીકે સલમા સુલતાને લાંબી ઈનિંગ્સ રમી છે. ક્રિકેટ રમતોનું વિવરણ રજુ કરતી મંદિરા બેદીની સાડીઓ ખૂબ લોકપ્રિય રહી છે. મંદિરાના માથાની બીંદીની તેના ક્રિકેટ વિવરણ કરતાં વધુ પ્રશંસા થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતના એ.એફ.એસ. તલ્યાર ખાને ક્રિકેટનો આખેં દેખ્યો અહેવાલ આપવાની વિદ્યા એટલી સારી રીતે હાંસલ કરી હતી કે, તેઓ એકલા જ પાંચ દિવસની કોમેન્ટરી કરતા હતા.
ગુરુ રવિન્દ્રનાથ ટાગોર, મુનશી પ્રેમચંદ, શરત બાબુની રચનાઓથી પ્રેરિત કાર્યક્રમ પણ દૂરદર્શને બનાવ્યા છે. આજકાલ માઈથોલોજી પ્રેરિત ધારાવાહિક બતાવાઈ રહી છે. મિથ મેકરના યુગમાં આ સુવિધાજનક છે. સુવિધા સૌથી મોટું જીવન મૂલ્ય પ્રચારિત કરી દેવાઈ છે. બહાર અને પાનખર પણ તમારા દૃષ્ટિકોણ પર આધારિત છે. મિર્ઝા ગાલિબનો શેર છે, ''છાયા હૈ સબ્જા દરોદીવાર પર, ગાલિબ લોગ કહતે હૈં કિ બહાર આઈ હૈ''.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી