જીવન-પથ / દુર્ગુણીઓની પ્રશંસાની જાળમાં ન ફસાઓ

Do not fall into the trap of praising the wicked
X
Do not fall into the trap of praising the wicked

પંડિત વિજયશંકર મહેતા

Jun 30, 2020, 11:52 AM IST

વર્તમાન બદલાતા સમયમાં લોકોની જીવનશૈલી, આવકની રીત વગેરે બધું જ બદલાઈ રહ્યું છે. આવી જ રીતે અપરાધની શ્રેણી પણ બદલાઈ છે. કોરોના બાબતે માનવતા અને સમાજ પ્રત્યે એ મોટો અપરાધ હશે કે તમે ખુદને અસુરક્ષિત રાખીને બીજાને પણ જોખમમાં નાખી દો. શ્રીરામ-રાવણ યુદ્ધમાં હનુમાનજીએ રાવણને એક મુક્કો માર્યો અને તે મૂર્છિત થઈને પડી ગયો. થોડા સમય પછી મુર્છા દૂર થઈ તો હનુમાનજીને જોઈને તેમની પ્રશંસા કરવા લાગ્યો, ‘કપિ બલ બિપુલ સરાહન લાગા’. રાવણ ક્યારેય કોઈની પ્રશંસા કરતો ન હતો, પરંતુ અહીં તેણે હનુમાનજીના વખાણ કર્યા. હનુમાનજી જાણતા હતા દુર્ગુણી પ્રશંસા કરીને ફસાવે છે, આથી તેમણે પણ કહ્યું, ‘ધિગ ધિગ મમ પૌરુષ ધિગ મોહી. જૌં તૈં જિઅત રહેસિ સુરદ્રોહી’. હનુમાનજી કહે છે, મારા પૌરુષને અને મને ધિક્કાર છે કે દેવદ્રોહી રાવણ, તું અત્યાર સુધી જીવતો રહી ગયો. રાવણ મોટો દુર્ગુણી હતો અને તેના દ્વારા કરાયેલી પ્રશંસાથી હનુમાનજી પ્રભાવિત થયા નહીં, પરંતુ તેનો તિરસ્કાર કર્યો. આવું દૃશ્ય આપણાં જીવનમાં પણ ઘટી શકે છે. આપણાં દુર્ગુણ આપણને કહેશે, આવો નિયમ તોડો. પરંતુ ધ્યાન રાખજો, દુર્ગુણ પ્રશંસા કરીને ફસાવવાનો પ્રયાસ કરે તો તેની જાળમાં આવતા નહીં. પોતાનાં દુર્ગણોને કાબુમાં રાખજો.
[email protected]
જીવન પથ કોલમ પં. વિજયશંકર મેહતાજીના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે 9190000072 પર મિસ્ડ કોલ કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી