તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:સોશિયલ ડિસ્ટન્સિંગથી જ મરશે કોરોના

10 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક

આપણાં શાસ્ત્રોમાં અનેક કથાઓ એવી આવી છે કે, દૈત્યોની પણ પૂજા કરવી પડે છે. દૈત્યો પાસે સોથી મોટી લાયકાત તેમની તાકાત હોય છે. એ તાકાતના આધારે જ તેમણે એવી-એવી તપસ્યાઓ કરી કે પરમાત્માને પણ તેમને વરદાન આપવું પડે છે. ઈશ્વરની વ્યવસ્થા એવી હોય છે કે, જેણે પરિશ્રમ કર્યું, તપ કર્યું અને જેણે પુરુષાર્થ સાથે પોતાનું જીવન જોડ્યું તેને કંઈક આપવું જ પડે છે. અહીં ભગવાન ભેદભાવ કરતા નથી, પરંતુ તેઓ જાણે છે કે, વરદાનનો દૂરૂપયોગ થશે, આથી તેઓ દરેક વરદાનના અંદર એક નાનકડો શાપ ઉમેરી દે છે. જેમ કે, રાવણને વરદાન હતું કે, કોઈના હાથે મરશે નહીં, પરંતુ શાપ સ્વરૂપે તેની સાથે એ પણ જોડાયેલું હતું કે, ‘મનુષ્ય અને વાંદરા સિવાય’. તેમના હાથ જ તેમનું મોત થયું. આ જ રીતે કોરોના રૂપી આ દૈત્ય પાસે જો વરદાન છે કે તે સરળતાથી નહીં મરે, તેની સાથે શાપ પણ છે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’. જે લોકો લોકડાઉન-3માંથી પસાર થઈ રહ્યા છે, તેમની માનસિકતા તેમને વધુ મુસિબતમાં નાખી શકે છે. હવે ઘરમાં વધુ રોકાઈ શકાતું નથી એવો અવાજ સાંભળવા મળી રહ્યો છે. અંગ્રેજીમાં ‘ડિસ્ટન્સ’નો એક અર્થ ઉદાસ પણ થાય છે. એટલે કે નિરાશ ન હોવું. લોકડાઉનના સ્વરૂપમાં આ હવે અંતિમ તક હશે, જ્યારે તમારી જાતને યોગ સાથે જોડી લો. દુનિયા કોઈના કહેવાથી અટકી નથી કે કોઈના ચલાવવાથી ચાલી નથી. હવે જ્યારે પણ સંસારમાં ઉતરવાનું છે, નિરાશ થઈને નહીં, પરંતુ એક નવી તાકાત, નવા આત્મવિશ્વાસ સાથે ઉતરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો