તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરદે કે પીછે:બાળ ઉછેર અને પિતાની અભિલાષાઓ

15 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા સ્થાપિત પુના ફિલ્મ સંસ્થાના સુવર્ણયુગમાં ડિગ્રી લેનારા વિધુ વિનોદ ચોપરા અને સુધીર મિશ્રા સમકાલીન ફિલ્મનિર્માતા રહ્યા છે. સુધીર મિશ્રાની ‘હજારો ખ્વાહિશેં ઐસી'' નામની ફિલ્મની ઘણી પ્રશંસા થઈ હતી. તેમની મિત્ર અને ફિલ્મ સંપાદક રેણુ સલૂજા કામમાં નિપુણ છે. વિધુ વિનોદ ચોપરાના સાથે તેના લગ્ન થયા હતા અને છુટાછેડા પછી સુધીર મિશ્રાએ તેની સાથે જ લગ્ન કર્યા હતા.કેન્સરને કારણે તેનું મોત થયું તો બંનેએ તેની ચિતાને મુખાગ્ની આપી હતી. તેનું પોતાનું કોઈ પરિજન ન હતું. સુધીરની ફિલ્મ ‘સીરિયસ મેન'' ચર્ચિત ફિલ્મ છે. મોઝાર્ટે 8 વર્ષની ઉંમરમાં એક સિમ્ફનીની રચના કરી હતી. તેને ચાઈલ્ડ પ્રોડિજી મનાઈ હતી, એટલે કે, એક બાળક જેણે મૌલિક અને કાળજયી રચના કરી છે. સુધીર મિશ્રાની ફિલ્મમાં એક મહત્ત્વાકાંક્ષી પિતા પોતાના 8 વર્ષના પુત્રને ચાઈલ્ડ પ્રોડિજીની છબી આપવા માગે છે, જ્યારે કે બાળકે કોઈ મૌલિક રચના કરી નથી.

પિતા પુત્રની યાત્રામાં સુધીર મિશ્રાએ વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું પણ વર્ણન કર્યું છે. ફિલ્મમાં આપણી જાતિ-પ્રથા અને તેના બંધનોને પણ સામેલ કર્યા છે. પિતા ગરીબ છે અને જાતિના માળખામાં નીચલા ક્રમે જન્મેલો છે. તે પોતાના બાળકની મદદથી પોતાના જન્મ અને જાતિની સપાટી પરથી ઊપર જવા માગે છે. તેના દ્વારા રચાયેલા નાટકને પ્રારંભમાં સફળતા મળે છે, પરંતુ એક દિવસ સત્ય જાહેર થઈ જાય છે કે, બાળકમાં પ્રતિભા નથી.

મોઝાર્ટ એક અપવાદ હતો. આપણા સમાજમાં સફળતાને જીવન મૂલ્યની જેમ સ્થાપિત કરાઈ છે. સુધીર મિશ્રાએ ટીવી પર ખોટા સમાચાર આપવાનો ખુલાસો પણ ફિલ્મમાં કર્યો છે. સમાચાર કાંડ અત્યારે ખુલ્યો છે, પરંતુ સુધીરની ફિલ્મ પહેલા બની છે. સુધીર ફિલ્મ દ્વારા એવો સંદેશો આપવા માગે છે કે, દરેક વ્યક્તિએ ખુદને જાણવા માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ. પોતાના મુખવટાથી મુક્ત રહેવું જોઈએ. નવાઝુદ્દીન સિદ્દીકીએ પિતાની ભૂમિકા ભજવી છે. આ પ્રકારની ફિલ્મને ઓસ્કરમાં મોકલવી જોઈએ. સત્યજિત રેની એક લઘુ ફિલ્મમાં શ્રીમંત ઘરનો બાળક પોતાના સ્વયંસંચાલિત રમકડાને બારીમાં લઈને ઊભો હોય છે. માળીનો પુત્ર પોતાનો પતંગ, લખોટી અને ગિલ્લી-દંડા તેને બતાવે છે. બાળકોની આ સ્પર્ધામાં ગરીબ બાળક વિજયી થાય છે.શ્રીમંત વ્યક્તિએ પોતાના બાળકને સુરક્ષા માટે ઘરમાં જ રાખ્યો છે. વ્યસ્ત માતા-પિતા પાસે બાળકો માટે સમય જ નથી. સ્પર્ધામાં હારી ગયેલો શ્રીમંત બાળક પોતાના બધા જ સ્વયંસંચાલિત રમકડાને ચાલુ કરીને તેમની વચ્ચે બેસી જાય છે. રમકડા તેની આજુબાજુ નાચી રહ્યા છે અને માતા-પિતાના પ્રેમથી વંચિત બાળક રડવા લાગે છે.

એક કથાનો સાર એવો છે કે, રસ રમવાની ટેવ ધરાવતો પિતા પોતાના બાળકને લાકડાના રોકિંગ હોર્સ પર રમતો જુએ છે. બાળકના મોઢામાંથી એક નંબર નિકળે છે. આ નંબરના ઘોડા પર દાવ લગાવીને પિતા નાણા કમાય છે. બાળક વારંવાર રોકિંગ હોર્સ રમવાથી કંટાળી ગયો છે. પિતા તેને એ ઘોડેસવારી માટે ફરજ પાડે છે. પોતાની ઈચ્છાથી વિરુદ્ધ આ ઘોડેસવારી બાળકને થકવી નાખે છે અને એક દિવસ તે રોકિંગ હોર્સ પરથી પડીને મરીજાય છે. શેખર કપૂરની ફિલ્મ ''માસૂમ''નું દૃશ્ય યાદ આવે છે, જેમાં એક બાળક લાકડાના ઘોડા સાથે રમે છે અને ગીત ગાય છે, ‘લકડી કી કાઠી, કાઠી પે ઘોડા...’
ફિલ્મ સમીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો