મેનેજમેન્ટ ફંડા / ચેરિટીને પણ હવે લક્ઝરીનો ટેગ મળી રહ્યો છે

Charity is also getting the tag of luxury now
X
Charity is also getting the tag of luxury now

એન રઘુરામન

Jun 30, 2020, 12:01 PM IST

લર્ન ફ્રોમ હોમ (LFH) શીખવાની રીતની સાથે-સાથે શિક્ષણને પણ બદલી રહ્યું છે. સ્કૂલ યુનિફોર્મ પહેરીને, માતાને ચુમીને બાય કહીને બાળકી બાજુના રૂમમાં જવું, જાણે કે તે સ્કૂલના ક્લાસરૂમમાં જતી હોય હવે ન્યૂ નોર્મલ બની જશે. ટેક કંપનીઓમાં પણ કંટાળો દૂર કરનારા નવા આઈડિયા રજૂ કરવા લાગશે, કેમ કે બાળકો સાથે કોઈ વાત કરવા માટે કે આંખો મિલાવવા માટે પણ કોઈ હોતું નથી, કેમ કે તેમણે આખો સમય કમ્પ્યૂટરની સામે જ જોતા રહેવાનું હોય છે.

આપણાં દેશમાં લાખો એવા વિદ્યાર્થી પણ છે, જેમની સંપૂર્ણપણે સ્કૂલ છોડવાની આશંકા છે.લેપટોપ તો છોડો, તેમના માતા-પિતાની પાસે સ્માર્ટફોન સુધી નથી. માનો કે ન માને, પરંતુ એલએફએચમાં ઓછી આવકના વિદ્યાર્થીઓના શિક્ષણ સામે જોખમ છે. ખાસ કરીને મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયત સ્કૂલોમાં ભણનારા બાળકો અસુરક્ષિત શ્રેણીમાં છે, કેમકે ખેડૂત પરિવારોનાં બાળકોને ભાગ્યે જ ઘરમાં સ્માર્ટફોન જોવા મળશે. આ લોકોની સમસ્યાનું સમાધાન વિચારતા સમયે મને પુનાની બે પહેલ અંગે જાણવા મળ્યું. પ્રથમ એક નેકદિલ વ્યક્તિ દ્વારા અને બીજી એક સરકારી સ્કૂલે કરી છે.

નેકદિલ વ્યક્તિની સ્ટોરી: ટાટા મોટર્સમાંથી નિવૃત્ત થયેલા 63 વર્ષના વિકાસ પાટિલે એલએફએચ સમસ્યા માટે કંઈક કરવાનો નિર્ણય લીધો. જિલ્લાની પર્યાવરણ સંરક્ષણ સમિતિના વિશેષજ્ઞ સભ્ય હોવાના ધોરણે વિકાસે આજુ-બાજુની હાઉસિંગ સોસાયટીમાંથી ઈ-વેસ્ટ એક્ઠો કરવાનું શરૂ કર્યું. તેઓ જૂના લેપટોપ રિપેર કરીને સ્કૂલો અને બાળકોને વહેંચી રહ્યા છે. નિવૃત્તિ પછી પાટિલે એન્વાયરન્મેન્ટ કન્ઝર્વેશન એસોસિએશન નામનું પર્યાવરણ પ્રેમીઓ માટે ખુદનું એક સમુહ બનાવ્યું છે. તેમણે અનેક સોસાયટીને ઈ-વેસ્ટ દાન આપવાની અપીલ કરી હતી. તેમણે પૂનાનાં સર્વિસ સેન્ટરનો સંપર્ક કરીને લેપટોપ રિપેર કરાવ્યા. ત્યાર પછી સ્કૂલના પ્રમુખોને આપ્યા. તેમણે વિદ્યાર્થીઓને એવી રીતે વહેંચ્યા કે એક જ વિસ્તારમાં અને એક જ ધોરણમાં ભણતા 4-5 વિદ્યાર્થી ભેગામળીને તેનો ઉપયોગ કરી શકે. માર્ચથી અત્યાર સુધી મોરવાડી, કાસરવાડી, નિગડી, ચિખાલી, હાડપસરની મ્યુનિસિપલ સ્કૂલો અને માવલ તાલુકાની જિલ્લા પંચાયતની શાળાઓમાં 375 લેપટોપ વહેંચી દેવાયા છે.

સંસ્થાની સ્ટોરી: કર્વેનગર ખાતેની નૂતન બાલ વિકાસ મંદિર સ્કૂલનું મેનેજમેન્ટ જાણે છે કે, ધોરણ 1થી 10 સુધીના 700 વિદ્યાર્થીઓમાંથી લગભગ 20% પાસે સ્માર્ટફોન નથી, કેમ કે તેમના માતા-પિતાની એટલી ક્ષમતા નથી. 1 જુલાઈથી ઓનલાઈન ક્લાસિસ શરૂ થઈ રહ્યા છે, આથી શનિવારે સ્કૂલે સોશિયલ મીડિયા પર લોકને જૂના કે વધારાના સ્માર્ટફોન આવા બાળકોને આપવા અપીલ કરી. રવિવાર સુધીમાં અડધો ડઝન લોકોએ રસ બતાવ્યો હતો. હવે નવા સમયમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો પરોપકાર કરવાનો સમય આવ્યો છે.
ફંડા એ છે કે, જેવી રીતે જિંદગીમાં દરેક વસ્તુ આગળ વધે છે, એવી જ રીતે ચેરિટીએ પણ પ્રગતિ કરી છે અને તેમાં તાજેતરમાં જ લક્ઝરી વસ્તુઓ ઉમેરાઈ છે.
મેનેજમેન્ટ ગુરુ [email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી