તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અયાઝ મેમણની કલમે...:સિઝનની વચ્ચે કેપ્ટન બદલવાથી દબાણ બને છે

13 દિવસ પહેલાલેખક: અયાઝ મેમણ
  • કૉપી લિંક

આઈપીએલમાં કેપ્ટનના સ્વરૂપમાં ઈયોન મોર્ગનની પ્રથમ મેચ ઘણી ખરાબ રહી. મુંબઈએ કોલકાતાને સરળતાથી 8 વિકેટે હરાવી દીથું. એક પરાજયથી મોર્ગનની કેપ્ટનશિપ પર કોઈ અસર થશે નહીં. કાર્તિકને કેપ્ટનશિપમાંથી દૂર કરવાના સમાચાર મુંબઈ સામેની મેચના દિવસે આવ્યા. આથી મોર્ગનને તૈયારીનો સમય મળ્યો નહીં. મોર્ગનનું કેપ્ટન તરીકે લિમિટેડ ઓવરમાં પ્રદર્શન સારું રહ્યું છે. જોકે, આખરે કાર્તિકને કેમ હટાવાયો તે સમજવું પડશે? શું આ તેમનો નિર્ણય હતો, જેવું કે, કહેવાઈ રહ્યું છે કે તેઓ ટીમ મેનેજમેન્ટના દબાણમાં હતા. કેટલાક સૂત્રોએ કહ્યું કે, મેનેજમેન્ટ કાર્તિકથી ખુશ ન હતું.

બીજા સૂત્ર કહે છે કે, કાર્તિક બેટિંગ અંગે ચિંતિત હતો, જેના લીધે ટીમનો દેખાવ નીચે જઈ રહ્યો હતો. આ પ્રથમ ઘટના નથી જ્યારે ચાલુ ટૂર્નામેન્ટમાં કેપ્ટન બદલવામાં આવ્યો હોય. 2019માં રાજસ્થાન રોયલ્સે અજિંક્ય રહાણેના સ્થાને સ્ટીવ સ્મિતને કેપ્ટન બનાવ્યો હતો. 2013માં રિકી પોન્ટિંગને સ્થાને રોહિત શર્મા કેપ્ટન બન્યો હતો. કેપ્ટન બદલવાના કારણ ગમે તે હોય, પરંતુ તેનું પરિણામ સારું જ આવ્યું છે. સ્મિથની કેપ્ટનશીપમાં રાજસ્થાન સંઘર્ષ કરી રહી છે, પરંતુ રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે.

સુનીલ ગાવસકર અને રાહુલ દ્રવિડને વિજય પછી પણ કેપ્ટનશીપ છોડવી પડી હતી. 1985માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજય પછી ગાવસકરે કેપ્ટનશિપ છોડી હતી. 2007માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ 1-0થી જીત્યા પછી દ્રવિડ ખસ્યો હતો. ઈંગ્લેન્ડમાં આ 26 વર્ષ પછી વિજય મળ્યો હતો. એક વર્ષ અગાઉ દ્રવિડની કેપ્ટનશિપમાં ટીમે વિન્ડીઝનમાં 35 વર્ષ બાદ સીરિઝ જીતી હતી. આ રેકોર્ડ સર્વશ્રેષ્ઠ હતો, છતાં તેને કેપ્ટનશીપ છોડવી પડી હતી. મિડ સિઝનમાં ફેરફારથી કેપ્ટનની સાથે-સાથે અન્ય ખેલાડીઓ પર પણ દબાણ બને છે. મોર્ગનનો માર્ગ સરળ નથી. ayazmamon80@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો