તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:કલાકારોની યાદોનો કારવાં અને કોરોના વાઈરસ

10 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
 • કૉપી લિંક

કોરોનાના કાળખંડમાં મનુષ્યને જૂની યાદો વાગોળવાનું મન થાય છે. યાદોનું ક્લોરોફોર્મ મનમાં ને મનમાં પ્રેમના ગીતો ગાય છે. આ માનસિક કવાયતની સર્વોચ્ચ સપાટી એ છે કે, જે ઘટ્યું નથી, તેને પણ ઘટેલું માનીને યાદો તાજી કરવી. અવચેતનમાં વાસ્તવિક્તા, કલ્પાના જેવી હોય છે અને કલ્પના વાસ્તવિક્તાનો આંચળો ઓઢીને સામે ઊભી રહી જાય છે. કહેવાય છે કે, યોગનું શિખર એ છે કે, તમે મનમાં યોગક્રિયા કરી રહ્યા છો અને વાસ્તવિક્તામાં તમારા આરોગ્યને તે ‘અઘટિત’થી ફાયદો પણ થઈ રહ્યો છે. કંઈક આવું જ નહીં ઘટેલી વાતોને યાદ કરવાનું છે. આ જ વિચારના કિલિડોસ્કોપમાં રંગન કાચના નાના ટૂકડા દ્વારા બનાવેલી છબીઓ જૂઓ. ગુરૂ દત્તને હંમેશાં એકાંત પસંદ હતું. તેમને ઉદય શંકરની અલમોડા ખાતેની નાટ્યશાળામાં લીધેલી તાલીમ યાદ આવે છે. ગુરુ દત્તે પોતાની પરીક્ષા માટે નૃત્ય સંયોજન કર્યું હતું કે, નાચનારાના શરીરને એક સાપે જકડી રાખ્યો છે. નર્તકે સાપનું મોઢું પકડેલું છે. નૃત્ય ચાલુ છે અને સાપ તેને ડંખ મારવાનો પ્રયાસ કરે છે. અનેક વર્ષોની સર્પ-મનુષ્ય વચ્ચેની આ ખેંચતાણ પછી 10 ઓક્ટોબર, 1964ના રોજ સાપે ગુરૂ દત્તને ડંખ માર્યો હતો. ડોક્ટરનો રિપોર્ટ તેને ઊંઘની ગોળીઓનું વધુ પડતું સેવન દ્વારા કરાયેલી આત્મહત્યા માને છે, પરંતુ અનેક પોસ્ટમોર્ટર રિપોર્ટ મનોદશાની વાત કરતા નથી. પંડિત નેહરુનો રિપોર્ટ હૃદયરોગનો હુમલો જણાવે છે, પરંતુ તેઓ ચીનના વિશ્વાસઘાતમાં મૃત્યુ પામ્યા હતા. પાંચમા દાયકાના સુપરસ્ટાર મોતીલાલ સ્ટાઈલથી જીવવાનો શોખ ધરાવતા હતા અને તેમની પાસે વિવિધ રંગની સાત કાર હતા. તેઓ કારના રંગને મેચ કરતા સૂટ પહેરતા હતા. કોરોનાના કાળખંડમાં ઘરના અંદર પણ મોતીલાલ સૂટ પહેરીને હેટ લગાવીને ચાલે છે. સેવકે ટેબલ વ્હિસ્કી મુકી તો ભડકી ગયા કે, બપોરે વ્હિસ્કી નહીં કમ્પારી પીવામાં આવે છે. આર.કે. સ્ટૂડિયોમાં ચેપગ્રસ્ત વ્યક્તિ મળ્યા પછી સ્ટૂડોય બંદ છે. રાજ કપૂર પોતાના સાથીદારોને મળવા આતુર છે. તેમની પત્ની કૃષ્ણા કપૂરે પોતાના લેપટોપ પર નરગિસ સાથે મુલાકાત કરાવી. કૃષ્ણા તો રાજ કૂપરનાં જીવનની સર્જન નદી જેવા રહ્યા છે અને નદીને ઘાટ બનવા સામે વાંધો હોતો નથી. નગરિસ ઘાટ, વૈજંતિમાલા ઘાટ વગેરે કેટલાક ઘાટોએ નદી પર અતિક્રમણ કર્યું છે. ચેમ્બુર ખાતેના બંગલામાં અશોક કુમાર પરિવાર સાથે બપોરનું ભોજન કરી રહ્યા છે. તેઓ માત્ર ભરેલા કારેલા જ ખાય છે. ખીમાથી ભરેલા કારેલા બનાવાયા છે. આખો પરિવાર જાણે છે કે, નલિની જયવંત ગેટકીપરને ટિફિન આપીને ગયાં છે. આ રીતે ભરેલા કારેલાના માધ્યમથી પ્રેમીઓનો સંવાદ થઈ રહ્યો છે. દિલીપ કુમાર લેપટોપ પર કોઈ પણ બટન દબાવો, માત્ર મધુબાલાની છબી જ બહાર આવી રહી છે. ક્યારેક તેઓ પોતે અમૃતલાલ નાગરના ‘માનસ ના હંસ’ અનસાર બનારસના ઘાટ પર ચંદ ઘસતા દેખાય છે. તુલસી બાયોપિક તેમનું અધુરું સ્વપ્ન છે. ખ્વાજા અહેમદ અબ્બાસની બાલ્કનીમાંથી એક ફાઈવ સ્ટાર હોટલ દેખાય છે. તેઓ પટકથામાં પાત્ર રચી રહ્યા છે - ભવ્ય હોટલના કિચનમાં તંદુરી મુરઘો બનાવનારો વિચારી રહ્યો છે પોતાના બાળક અંગે જેને તંદુરી મુરઘી ખાવી છે. શેફ પોતાના પોશાકમાં મુર્ગીની ટાંગ છુપાવીને લઈ જઈ રહ્યો છે. તલાશીમાં પકડાઈ જાય છે. આ મૂડીવાદી તામઝામમાં તે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ માનવામાં આવે છે. કાર્ટર રોડના પોતાના બંગલામાં રેખા પોતાની બહેનપણી ફરજાનાને કહે છે કે, રમેશ તલવારને કહે કે એવી ફિલ્મ બનાવે જેમાં રેખા અભિષેકની માતાની ભૂમિકા ભજવે. ફિલ્મનો ક્લાઈમેક્સ અદાલતમાં હશે, જ્યાં જયાએ ફરિયાદ કરી છે. શું ડીએનએમાં અવચેતનનો સમાવેશ હોય છે? સંજીવ કુમારે અનેક વખત પ્રેમ કર્યો, પરંતુ લગ્નથી દૂર ભાગતા રહ્યા. આ લેખને અઘટિત યાદોની ફેન્ટસી માની શકાય છે.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો