મેનેજમેન્ટ ફંડા:પ્રેમ હોય કે બિઝનેસ, ઝડપી અને સારો વિચાર જરૂરી છે

3 વર્ષ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

ઘણા સમય પહેલા મારા ફોનમાં એક વીડિયો મીમ આવ્યો હતો. જેમાં એક પ્રખ્યાત તમિલ કોમેડિયન હાથમાં દાતરડું લઈને ગુસ્સામાં પોતાની લુંગી ઊંચી કરે છે અને કોઈને શોધવાનું શરૂ કરે છે. અહીં તેને બીજો કોમેડિયન મળે છે અને પુછે છે, ‘તું કોને મારવા શોધી રહ્યો છે?’ પ્રથમ કોમેડિયન આંખનો પલકારો માર્યા વગર શાંતિથી જવાબ આપે છે, ‘હું એ વ્યક્તિને શોધું છું, જેણે 31 ડિસેમ્બરની રાત્રે 12 કલાકે મને જગાડીને કહ્યું હતું - હેપ્પી 2020’. આ મીમથી એક વાત સ્પષ્ટ છે, કોઈ પણ ભવિષ્યનું અનુમાન લગાવી શકતું નથી. જોકે, કેટલાક લોકો એવા છે, જેમણે અકલ્પનીય સ્થિતિમાં મુશ્કેલીમાંથી બહાર નિકળવા ત્વરિત નિર્મય લીધા.
લવ સ્ટોરી: આ લગ્ન ભાગીને નથી કરાય. તમિલનાડુના પ્રસાદના લગ્ન કેરળની ગાયત્રી સાથે બંને પરિવારોનાં વડીલોએ નક્કી કર્યા હતા. તારીખ અને સમય ઘણા સમય પહેલા નક્કી થઈ ગયો હતો. કેરળમાં ઈડુક્કિ જિલ્લના વાંડિપેરિયરમાં ગાયત્રીના ઘર સુધી જવા માટે જાન તમિલનાડુના પુડુપટ્ટીથી નિકળી. જોકે, જુદા-જુદા રાજ્યોના અલગ-અલગ નિયમોના કારણે આ જાન કુમિલી ચોકી પર ફસાઈ ગઈ. બંને રાજ્યોના નિવાસીઓને માત્ર પાસ હોય તો જ સરહદ પાર કરવાની મંજૂરી હતી. પ્રસાદ પાસે પાસ હતો, પરંતુ કેરળનું કાયમી સરનામું ન હતું. ત્યાં સુધી ચોકીની સામેની બાજુ જાનના સ્વાગત માટે ગાયત્રીનો પરિવાર પણ આવીગયો હતો. ચોકીના દયાળી ડેપ્યુટી તલાટી જી.જીવાએ માત્ર ગાયત્રીને બીજી તરફ જવાની મંજુરી આપી, પરંતુ સમસ્યા એ હતી કે, તેની પાસે તમિલનાડુનું કાયમી સરનામું ન હતું.
મુહૂર્તનો સમય નિકળી રહ્યો હતો, આથી અધિકારીઓએ પ્રસાદ-ગાયત્રીના લગ્ન ચેકપોસ્ટની ચોકીમાં જ કરાવવાનો વિચાર આવ્યો. ગાયત્રીને બીજી તરફથી બોલાવામાં આવી. બંને પાર્ટીઓએ કોવિડ-19ના નિયમોનું પાલન કર્યું અને દરેક પરિવારના 5 સભ્ય આવ્યા, જે ચોકીના શેડ નીચે યોજાયેલા લગ્નમાં સામેલ થયા. બધા અધિકારીઓની હાજરીમાં વરમાળા પહેરાવાઈ, મંગળસૂત્ર બાંધવામાં આવ્યું, બાકીના પરિવારોએ દૂરથી જોયું. આ બધી જ વિધી પંડિતની વગર થઈ! લગ્ન પછી તમિલનાડુ તરફના તલાટીનો સંપર્ક કરાયો અને નવદંપતિએ ઓનલાઈન એન્ટ્રી પાસ માટે અરજી કરી. પાસ મળતા બંને દંપતિ તરીકે સાથે પાછા ફર્યા.
બિઝનેસની સ્ટોરી: શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝિઝ પરિવાર સ્ટીલના વાસણોનો બિઝનેસ ચલાવે છે. બીજા બિઝનેસની જેમ તેમના ચારેય મેન્યુફેક્ચરિંગ યુનિટ લોકડાઉન પછી બંધ થઈ ગયા અને તેના 32 વર્ષના માલિક રાહુલ બજાજ માટે કર્મચારીઓનો પગાર ચુકવવો મુશ્કેલ બની ગયું. લોકડાઉન દરમિયાન રાહુલ નવી દિલ્હીની એક હોસ્પિટલમાં ગયા, જ્યાં તેમણે એક જટિલ હેન્ડવોશ સ્ટેશન જોયું, જેમાંથી તેમને ફૂટ પેડલવાળું એક હેન્ડ-ફ્રી હેન્ડ વોશિંગ સ્ટેન્ડ બનાવવાનો વિચાર આવ્યો. ત્રણ દિવસમાં જ તેમણે મશીન બનાવી લીધું અને ટેસ્ટિંગ માટે પોતાની સોસાયટીમાં લગાવી દીધું, જેથી ફીડબેકના આધારે તેમાં સુધારો કરી શકાય. ત્યાર પછી ટેક્નીકલ અને વ્યવસાયિક વ્યવહારિકતા ચકાસવા એક પ્રોટોટાઈમ તેમણે વોલમાર્ટને મોકલી આપ્યો. વોલમાર્ટ ઈન્ડિયાના એક સુચન સાથે સકારાત્મક રિપોર્ટ આવ્યો કે ફૂટ પેડલના સ્થાને સેન્સર લગાવી શકાય છે. તેની કિંમત આકાર મુજબ રૂ.15થી 25 હજાર છે. આથી એ તમામ કંપનીઓ સુધી, જેમને લોકડાઉન દરમિયાન ખુલ્લા રહેવાનું હતું અને એ સરકારી એજન્સીઓ સુધી પણ જે લોકોને લોકડાઉનમાં મદદ કરી રહી છે, તેમના મશીનની ચર્ચા પહોંચી ગઈ. લગભગ 1000થી વધુ ઓર્ડર સાથે હવે રાહુલ લોકડાઉનમાં શૂન્ય ટર્નઓવરમાંથી રૂ.1.15 કરોડના ટર્નઓવરમાં બદલવામાં વ્યસ્ત છે.
ફંડા એ છે કે, ઝડપી અને સારા વિચાર દ્વારા વિપરિત પરિસ્થિતિને વધુ ખરાબ થતાં બચાવી શકાય છે.
મેનેજમેન્ટ ગુરુ

raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...