પરદે કે પીછે:બલવીર સિંહની અઘોષિત બાયોપિક ‘ગોલ્ડ’

3 વર્ષ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

હોકીના ખેલાડી બલવીર સિંહનું નિધન થઈ ગયું છે. ભારતીય હોકી ટીમના સેન્ટર ફોર્વોર્ડ દ્વારા કરવામાં આવેલા ગોલની સંખ્યા ક્રિકેટના રનની જેમ મોટી છે. બલવીર સિંહે 1948, 1952 અને 1958માં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ટીમે ગોલ્ડ મેડલ જીત્યા હતા. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની પરંપરાવાળા બલવીર સિંહનું હોકીના બોલ પર કંઈક એવું નિયંત્રણ હતું, જાણે કે હોકી સ્ટિકમાં ચુંબક ફીટ કરેલું હોય. બલવીર સિંહ મેદાન પર બોલ લઈને દોડતા તો એવું લાગતું જાણે કે તેઓ શાસ્ત્રી નૃત્ય કરી રહ્યા છે. બલવીર સિંહે હોકીની રમતને જાદુમાં બદલી નાખી હતી. તેમણે સતત ત્રણ ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવ વધાર્યો અને વર્ષ 1975માં તેઓ હોકી ટીમના કોચ પણ બન્યા. આ રીતે ત્રણ દાયકા સુધી તેઓ ભારતીય હોકીના કર્ણધાર રહ્યા. વર્ષ 1948માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં પ્રથમ વખત તિરંગો લહેરાવાયો હતો. ભારતીય હોકી ટીમનો કેપ્ટન બલવીર સિંહને ઓછી તક આપી રહ્યો હતો. આપણા દરેક સંગઠનમાં સંકુચિત માનસિકતા ધરાવતા લોકો અંદર-અંદર લડાવતા હોય છે. દરેક જગ્યાએ ક્ષેત્રીયતાનું ઝેર ફેલી રહ્યું છે. ભારતીય હોકીના દર્શકોએ બલવીર સિંહ સાથે ન્યાય કરવાની પ્રાર્થના કરી અને લંડન ખાતેના ભારતયી દુતાવાસમાં નિયુક્ત વી.કે. કૃષ્ણમેનને દબાવ નાખીને બલવીર સિંહને ન્યાય અપાવ્યો હતો. તેમને ટીમમાં સ્થાન મળ્યું અને નિર્ણાયક ગોલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બર્લિનમાં આયોજિત ઓલિમ્પિક્સ 1936ને ફિલ્માવાનો અધિકાર ડોક્યુમેન્ટરી બનાવનારી રેની રેફિન્સથલને અપાયો હતો. ‘ઓલિમ્પિક 1 અને 2’ એમ બે ડોક્યુમેન્ટરી છે, જેમાં કથા ફિલ્મોની જેમ રોચકતા અને સનસનાટી છે. રેની રેફિન્સથલ હિટલરની પ્રિય ફિલ્મ નિર્માતા રહ્યાં છે. તેમણે પોતાની ડોક્યુમેન્ટરીમાં હિટલરને એવી રીતે રજુ કર્યો છે, જાણે કે ધરતી પર કોઈ અવતાર આવી ગયો હોય. હિટલરના પ્રચાર મંત્રી ગોએબલ્સના જૂઠને સાચુ રજૂ કરવાની શૈલી આજે પણ જીવિત છે. મીર તકી મીરે આ જૂઠ અંગે લખ્યું છે - ‘અય જૂઠ આજ શહર મેં તેરા હી દૌર હૈ, શેવા(ચલન) યહી સભી કા, યહી સબ કા તૌર હૈ, અય જૂઠ તુ શુઆર (તરીકા) હુઆ સારી ખલ્ક (દુનિયા) કા, ક્યા શાહ કા વજીર કા, ક્યા અહલે દુલ્ક (જોગી) કા, અય જૂઠ તેરે શહર મેં તાબાઈ (આધીન) સભી મર જાએં, ક્યોં ન કોઈ ન બોલે સચ કભી’. ઉલ્લેખનીય છે કે, મીર તકી મીર 18મી સદીના શાયર થયા છે. સર્જનશીલ વ્યક્તિ ત્રિકાળજ્ઞાની પણ હોય છે. તેઓ સમયને સમગ્રમાં જોઈ શકે છે. ફરહાન અખ્તરે રીમા કાગતીને નિર્દેશનની તક આપી. તેમણે 1948માં ઓલિમ્પિક હોકી પર અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ગોલ્ડ’ બનાવી. નિર્માતાએ ઊંડું સંશોધન કરીને વિશ્વસનીય ફિલ્મ બનાવી છે. અક્ષય કુમારે કોચની ભૂમિકા ભજવી છે. હકીકતમાં આ પાત્રની પ્રેરણા નિર્માતાને 1936માં સહાયક કોચ રહેલા એન.એન. મુખરજી પાસેથી પ્રાપ્ત થઈ હતી. આ વ્યક્તિ 1948માં કોચ બન્યો હતો. ફિલ્મમાં કોચનું નામ તપનદાસ રખાયું છે. આઝાદી મળ્યાના માત્ર એક વર્ષ પછી હોકી ટીમ બનવી અને ભાગ લેવાની સંભાવના ઓછી હતી. ભાગલાના કારણે ખેલાડી પણ વહેંચાઈ ગયા હતા. તપનદાસ મહેનત કરીને ટીમ બનાવે છે અને પ્રેક્ટિસની વ્યવસ્થા કરે છે. તેમાં એક બૌદ્ધ મઠ પાસેથી મદદ મળે છે. મઠમાં ખેલાડીઓના રહેવાની મંજુરી મળે છે. શરણમાં આવેલા લોકોને આશરો આપવો માનવીય મૂલ્ય છે. ફિલ્મમાં તપનદાસની પત્નીની ભૂમિકા બંગાળની કલાકાર મૌની રોયે ભજવી છે. મૌની રોયે તુંડમિજાજી પાત્ર સુંદર રીતે ભજવ્યું છે. એરપોર્ટ પર ભારતીય અને પાકિસ્તાની ખેલાડી એક-બીજાને ગળે મળે છે. અંગ્રેજ અધિકારીને લાગે છે કે, આ એક-બીજાનું ગળું કાપી નાખશે. ભારત-પાક ટીમોને એક ગ્રૂપમાં રાખવાનું ષડયંત્ર પણ નિષ્ફળ કરી દેવાય છે. ટીમની પાસે બે સેન્ટર ફોર્વોર્ડ છે અને બલવીરને તક અપાતી નથી. કોચ તપનદાસ તિરંગો દેખાડે છે અને કહે છે કે, આંતરિક સહયોગ વગર આ તિરંગો ઈંગ્લેન્ડમાં લહેરાવી શકીશું નહીં. આથી, બલવીરનો કટ્ટર હરીફ ખેલાડી જાતે આગળ આવીને બલવીરને તક આપે છે અને બલવીર નિર્ણાયક ગોલ ફટકારે છે. એક મેચના સમયે વરસાદ થવાના કારણે ભારતીય ખેલાડીઓના પગ લપસી જાય છે, કેમ કે તેમની પાસે વિશેષ જૂતા ન હતા. કોચ ખેલાડીઓને જૂતા-મોજા ઉતારીને રમવાનું કહે છે. આ કિમીયો સફળ રહે છે. ફાઈનલમાં બલવીર સિંહ જ નિર્ણાયક ગોલ કરે છે. ઉલ્લેખનીય છે કે, આવું જ દૃશ્ય ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં ભારતીય મહિલા હોકી ટીમમાં બતાવાયું છે.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...