તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જીવન-પથ:આત્મશ્લાધાથી હંમેશા બચતા રહેવું

15 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

પોતાના મોઢે ખુદની પ્રશંસા કરવી આત્મઘાત જેવું છે. આત્મઘાતની આ વ્યાખ્યા કૃષ્ણએ આપી હતી. પોતાની રીતે દરેક વ્યક્તિ યોગ્ય જ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની લાયકાતનો ઢંઢેરો પીટવાની ટેવ પડી જાય છે. જો, તમે કંઈક સારું કર્યું છે તો તેની પ્રશંસા બીજા કરે ત્યારે તો મનાશે કે તમે સારું કામ કર્યું છે. જોકે, આપણો સ્વભાવ હોય છે કે, પોતે કરેલા કાર્યનું પોતાની વાણીથી જ પ્રદર્શન કરીએ. કોઈની સાથેની વાતચીતમાં જ્યારે આપણે પોતાની જ પ્રશંસા કરવા લાગીએ છીએ તો એ ચર્ચામાં સામેની વ્યક્તિને કોઈ સ્થાન મળતું નથી.

થોડા સમય પછી લોકો તમારા પ્રત્યે કંટાળો વ્યક્ત કરવા લાગે છે. તેમને લાગે છે કે, આ વ્યક્તિ સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. આ તો પોતાની જ વાતો કર્યા કરે છે, બીજાને બોલવાની તક આપતો નથી. પતંગ, ફિરકી અને દોરી તમારી હોઈ શકે છે, પરંતુ આકાશ તમારું નથી. ત્યાં તો બધાની પતંગ ઉડે છે. જ્યારે કોઈ પતંગ કપાઈ જાય તો રમત સમજીને ખુશ થઈ જવું જોઈએ, અહંકાર રાખવો જોઈએ નહીં. કપાય છે દોરી, ઘાયલ લોકોનો અહંકાર થઈ જાય છે. અનિયંત્રિત અહંકાર પોતાની જ વાણીમાં ઉતરીને ખુદની પ્રશંસા કરાવે છે. આથી કોઈની સાથે વાત કરો ત્યારે તમારા ‘હું’ને અત્યંત નાનો રાખવાનો પ્રયોગ કરો. humarehanuman@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો