તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બ્લેક એન્ડ વ્હાઈટ:આહ ડિપ્રેશન! ઓહ ડિપ્રેશન!

3 મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
  • કૉપી લિંક
  • મેન્ટલ હેલ્થની ચિંતા કરવા માટે કોઈ સેલિબ્રિટી આત્મહત્યા કરે એ સમયની જ રાહ જોવી જોઈએ?

સુશાંતસિંહ રાજપૂતે જીવન ટૂંકાવી લીધું એ પછી એવી વાત બહાર આવી કે તેને ડિપ્રેશન સતાવી રહ્યું હતું. આમ પણ વર્તમાન સમયમાં ખૂબ જ સ્ટ્રેસ જોવા મળે છે અને અધૂરામાં પૂરું, કોરોનાને કારણે લોકડાઉનનો ફટકો પડ્યો એટલે ઘણા લોકો માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને એવી સ્થિતિમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સફળ અભિનેતાના આપઘાતની ઊંડી અસર હતાશા અનુભવી રહેલી વ્યક્તિઓના મનમાં પડે. આ સંદર્ભમાં તથા આપણી આજુબાજુની વ્યક્તિઓ ડિપ્રેશનમાં છે કે નહીં અને આપણી નજીકની કોઈ વ્યક્તિ હતાશા અનુભવતી હોય તો શું કરવું જોઈએ એ વિશે મેં મુંબઈના સાઈકોલોજિસ્ટ નેહા પટેલ અને કાઉન્સેલર ડોક્ટર હીર વશી સાથે વાત કરી... મુંબઈના જૂહુ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતાં સાઈકોલોજિસ્ટ નેહા પટેલ કહે છે કે, ‘કોઈ સેલિબ્રિટી સુસાઈડ કરે ત્યારે એ ઘટના સ્વાભાવિક રીતે ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં વધુ ચમકે અને ઘણી વ્યક્તિઓ પર એની સાઈકોલોજિકલ ઈફેક્ટ પણ આવે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ પછી મને ઘણા બધા કોલ્સ આવ્યા. યંગ, મિડલ એઈજ્ડ, ઓલ્ડ વ્યક્તિઓના. એ બધાની ફરિયાદ એ જ હતી કે ‘મને બહુ જ સ્ટ્રેસ આવે છે સુશાંતની આત્મહત્યા પછી. હું બહુ જ આઘાતમાં છું. મને પણ એવા (સુસાઈડ કરવાના) વિચાર આવવા લાગ્યા છે.’ તે વ્યક્તિઓ ઓલરેડી ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો સામનો કરી રહી છે. કોઈ વિખ્યાત-સફળ વ્યક્તિ સુસાઈડ કરે એટલે ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો સામનો કરી રહી હોય એવી વ્યક્તિઓના મનમાં એ સવાલ ઉઠે કે આની પાસે તો ફેઈમ, મની અને બીજું બધું હતું તો પણ તેણે આવું કેમ કર્યું હશે? એવા વિચારોથી તેમનું ડિપ્રેશન વધુ ઘેરું બને. ઘણી વ્યક્તિઓને લાગણી વ્યક્ત કરવામાં પ્રોબ્લેમ આવે છે. એક્ટર્સના કિસ્સાઓમાં તો એવું બનતું હોય છે કે તેઓ સ્ક્રિન પર ઈમોશન્સ એક્સપ્રેસ કરી શકતા હોય છે, પણ વાસ્તવિક જીવનમાં લાગણી વ્યક્ત કરવા તેમના માટે અઘરા હોય છે અને કોઈ ડિપ્રેશનમાં હોય ત્યારે માત્ર મેડિસિન નહીં, એની સાથે કાઉન્સેલિંગ પણ એકદમ અગત્યનું બની રહે છે. સુશાંત સિંહ ડિપ્રેશનની દવા લેતો હતો, પણ મને એ માહિતી નથી મળી કે તેણે કાઉન્સેલિંગ માટે કોઈની મદદ માગી હોય. એ બહુ જરૂરી છે. કાઉન્સેલિંગમાં તમે મનની વાત ખૂલીને કહી શકો. મારા અનેક પેશન્ટ મને રાતે ત્રણ-ચાર વાગે પણ કોલ કરે અને કહે કે ‘આઈ કેન નોટ મેનેજ માયસેલ્ફ. મને કંઈક થઈ જશે. તેમનો કહેવાનો મતલબ હોય કે હું કદાચ આત્મહત્યા કરી લઈશ.’ થોડા સમય અગાઉનો જ એક કિસ્સો કહું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક વેલ-નોન માણસે રાતના અઢી વાગે મને કોલ કર્યો અને કહ્યું કે હું ઘરેથી નીકળી રહ્યો છું. બસ, બહુ થયું. આઈ એમ ગોઈંગ ટુ ડાઈ (હું જીવન ટૂંકાવવા જઈ રહ્યો છું).’ મેં તેની સાથે લાંબા સમય સુધી વાત કરી અને તેને સમજાવ્યો કે ‘પહેલા તો તું ઘરે પાછો જા.’ તે ઘરે પહોંચ્યો એટલે મેં તેને કહ્યું કે શાંતિથી બેસીને પાણી પી.’ એવા સમયે કોઈ વ્યક્તિને સધિયારો મળી જાય તો તેનું જીવન બચી જાય. ક્યારેક તો સાવ જ ભાંગી પડેલા આવા પેશન્ટનો મધરાતે કોલ આવે તો તેને એવું પણ કહેવું પડે કે ‘તું હમણાં ને હમણાં મારા ઘરે આવ.’ આવી રીતે ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિ તેની કોઈ નજીકની વ્યક્તિને હતાશાભર્યા સ્વરે કોલ કરે તો તેની સાથે હૂંફભર્યા અવાજે વાત કરે અને એ ક્રિટિકલ સમય પસાર થઈ જાય તો તે બચી જાય.’ મુંબઈના કાંદીવલી વિસ્તારના કાઉન્સેલર ડોક્ટર હીર વશી કહે છે કે ‘એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડને કારણે અચાનક બધા મેન્ટલ હેલ્થ વિશે વાતો કરવા માંડ્યા, પરંતુ શું મેન્ટલ હેલ્થની ચિંતા કરવા માટે કોઈ સેલિબ્રિટી કે કોઈ મહત્વની વ્યક્તિ આત્મહત્યા કરે એ સમયની જ રાહ જોવી જોઈએ? ના, આજના સ્ટ્રેસફુલ સમયમાં આ સતત ચિંતાનો વિષય હોવો જોઈએ. આપણી આજુબાજુની કોઈ વ્યક્તિ જીવન ટૂંકાવી લે ત્યારે તેમની નજીકના માણસો કહે છે કે ‘અરે! પરમ દિવસે તો હું મળ્યો હતો એને ત્યારે તો એ હસતાં-હસતા વાતો કરતો હતો!’ પરંતુ આપણે આપણી નજીકની વ્યક્તિઓની કેટલી કાળજી લેતા હોઈએ છીએ? અત્યારે બધા લોકો કહેવા લાગ્યા છે કે ‘સુશાંત સિંહે કોઈને વાત તો કરવી જોઈતી હતી, કોઈની મદદ તો માગવી જોઈતી હતી!’ પરંતુ ઘણી વ્યક્તિઓ ખુલીને વાત નથી કરી શકતી હોતી અને તેને અંદર ને અંદર હતાશા કોરી ખાતી હોય એવું બની શકે છે. એ પછી આપણા માતા-પિતા હોય, પત્ની હોય, સંતાનો હોય, પાડોશી હોય, બેસ્ટ ફ્રેન્ડ હોય કે નજીકના કોઈ સગા હોય.’ ડોક્ટર વશી ઉમેરે છે કે ‘શાંતિથી વિચારજો કે આપણે કેટલી વખત આપણી નજીકની વ્યક્તિઓ માટે વિચારીએ છીએ, એનું નિરીક્ષણ કરીએ છીએ કે તેના વર્તનની નોંધ લઈએ છીએ. આવા ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ અંદર ને અંદર મૂંઝાતી હોય છે. તે સામે ચાલીને વાત કરી ન શકતી હોય. એટલે આપણે આપણી નજીકની વ્યક્તિઓની કાળજી લેવી જોઈએ.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો