તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:2021 મોટી સંખ્યામાં લોકો ઉપર પ્રભાવ પાડશે

14 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. છેલ્લા 10 મહિનામાં ટીવીની સામે બેસીને રિયાલિટી શો જોતા અનેક લોકોએ વિચાર્યુ હશે કે તે પણ તેનો ભાગ બની શકે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આટલો મોટો દેશ હોવાના કારણે શોઝમાં જગ્યા ઓછી છે. કેટલાક લોકોએ વિચાર્યુ હશે કે શું દરેક શહેરમાં આવી જગ્યાઓ હોય શકે છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શક આવી શકે. આ કારણ હતું કે શૈક્ષણિક ગતિવિધિયોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ફંડા ફેક્ટરી, જેનું નામ આ કોલમની જેમ લાગે છે, દ્વારા કેચઅપ અને ફ્રાઇઝ ખાતા દરેક ઉંમરને સવાલ પૂછવામાં મારું ધ્યાન આકર્ષિત કર્યું.ક્વિઝ ચેમ્પિયનથી ક્વિઝ માસ્ટર બનેલા અભિજીત શ્યામ, મોથી વિક્રમ, ડી સુંદરનાથન, દીનુ અરવિંદ, ટી સુરેશ, નિવાસ સુધન અને કૌશિક એસ. સાથે આવ્યા અને તેમણે ‘ગોબલ ડોબલ’ શરૂ કર્યું જે મદુરઈનો પહેલો 42 સીટર ગેમિંગ કેફે છે. તેમાંથી કેટલાક વિવિધ શહેરોમાં રહે છે. લોકડાઉનના મહિનાએ તેમને ક્વિઝિંગમાં નવો કોન્સેપ્ટ લાવવા માટે પ્રોત્સાહિત કર્યું. ક્રિસમસ પહેલા શરૂ થયેલા આ કેફેમાં પ્રવેશ શુલ્ક 200 રૂપિયા પ્રતિ ટીમ છે અને વિજેતા તથા રનરઅપને ગિફ્ટ તથા શહેરના રેસ્ટોરાં, બ્યુટી સલૂન વગેરેના ડિસ્કાઉન્ટ વાઉચર મળે છે. એ જેમ-જેમ પ્રગતિ કરશે, ફોર્મેટ અને ઇનામોમાં પણ ફેરફાર કરતા રહીશું.

એક વખત આ આઇડિયા ચાલ્યો, તેના પછી ફંડા ફેક્ટરીની ભવિષ્યમાં શહેરના અન્ય કેફેમાં સાપ્તાહિક કાર્યક્રમ આયોજિત કરવાની પણ યોજના છે.ભારતીય સેનાના બે સેવાનિવૃત અધિકારીઓનું પણ ઉદાહરણ જુઓ તેને ઓછું અથવા મધ્યમ આવક જૂથના છાત્રો માટે ઓછી કિમતવાળા ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવ્યું છે. મેજર જનરલ વીએન પ્રસાદ (રિટાયર્ડ) અને મેજર ડીકે કુમાર (રિટાયર્ડ)એ ‘ઇ વિદ્યાલય’ એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવ્યું જે ઓનલાઇન કક્ષાઓ, ડિજિટલ કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ આપે છે.

તેમણે જોયું કે મહામારીમાં લોકોની નોકરીઓ ગઈ અને તેમના બાળકોને સ્કૂલ છોડવી પડી કારણ કે તે ફી નહોતા ભરી શક્યા. બંનેએ નિર્ણય લીધો કે આવું ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવશે જે વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેવાઓ અને ટ્યૂશન આપવા સિવાય કોમ્પ્યુટેશનલ થિંકિંગ, કોડિંગ કૌશલ, સાયકોમેટ્રિક પરીક્ષણ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એસએસબીનું કોચિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસિસ, વિદેશી ભાષા, એડોપ્ટિવ ટેસ્ટિંગ વગેરે પણ પ્રદાન કરશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોડિંગના છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરાવવા ઈચ્છે છે.તેઓ બાળકોને 3000 રૂપિયા વર્ષમાં કોડિંગ કોર્સમાં આપી રહ્યા છે, જ્યારે કે અન્ય પ્લેટફોર્મમાં 1 લાખ રૂપિયા પ્રતિવર્ષથી વધુ લે છે. આ ફિ વધુ ઓછી થઈ શકે છે જો તેમાં વધુ સ્કૂલ અને વિદ્યાર્થીઓ સામેલ હોય. આ જ રીતે ઓનલાઈન કોર્સ 150-200 રુપિયાથી શરૂ થાય છે. શહીદોના બાળકો માટે બધા જ પ્રોગ્રામ ફ્રી છે આ પ્લેટફોર્મ થકી આંધ્રપ્રદેશ, તેલંગણાના 13 હજાર સ્કૂલોને ટ્રેનિંગ આપી રહ્યા છે. જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ છે. હવે બન્ને કર્ણાટકમાં શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, પ્રસાદ માટે શિક્ષા નવી નથી. તેમને 1997માં પુલવામાં, જમ્મુ-કશ્મીરમાં પહેલી સદભાવના સ્કૂલ શરૂ કરી હતી જ્યારે આતંકવાદના કારણે કેટલીય સ્કૂલો સળગાવી દીધી હતી. તેમને આ પ્લેટફોર્મનો વિચાર આવ્યો, જેવી રીતે ક્વિઝ ચેમ્પિયનશિપને ક્વિઝ માસ્ટર્સ બનવાનો વિચાર આવ્યો.શતરંજમાં બે રીતના ખેલાડીયો છે. એક તેઓ કે જે આગળની ચાલ વિચારી રહ્યા છે અને બીજા એ જેઓ આગળની કેટલીય ચાલ વિચારી લે છે. 2021માં બીજા સિદ્ધાંત પર કામ કરશે.ફંડા એ છે કે, મહત્વ નથી રાખતું કે, કામ શું છે, જ્યારે તમે તેને યોગદાનની ભાવનાથી કરો છો, તો તે હંમેશા ખીલતું ફૂલતું રહે છે. raghu@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser