100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ

નિરૂપા રોય:સિલ્વર સ્ક્રિનની માતા અને બેસ્ટ ચરિત્ર અભિનેત્રી

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 17:16PM IST
 • નિરૂપા રોય:સિલ્વર સ્ક્રિનની માતા અને બેસ્ટ ચરિત્ર અભિનેત્રી

  જન્મ અને કારર્કિદી

  નિરુપા રોય હિન્દી ફિલ્મોના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. એમનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૩૧ ના ગુજરાતના વલસાડ શહેરમાં થયો હતો. એમનું મૂળ નામ 'કોકિલા કિશોરચન્દ્ર બલસારા' હતું. તેમનાં પિતા ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પિતાએ મુંબઈ સ્થળાંતર કરવાથી આઠ વર્ષની ઉંમરે તેમણે વલસાડ છોડ્યું. 

   

  -ફિલ્મોમાં તેમનું આગમન આકસ્મિક હતું. તેમનાં પતિ કમલ રોયે ગુજરાતી ફિલ્મ માટે અભિનેત્રી જોઈએ છે એવી જાહેરાત વાંચી અને પત્ની કોકિલાને પૂછ્યા વગર જ ફોર્મ ભરી દીધું, સાથે કેટલીક તસવીરો પણ મોકલી. યોગાનુયોગે એ ફિલ્મ માટે જરૂરી ચહેરો અને આંખો દિગ્દર્શકને યોગ્ય લાગતાં કોકિલા બલસારા અભિનેત્રી તરીકે પસંદ થઈ ગયા અને તેમને પડદા પર નામ મળ્યું નિરુપા રોય. એ ફિલ્મ હતી રાણકદેવી. 

   

  સિલ્વર સ્ક્રિનની માતા

  નિરુપા રોયે કારકિર્દીની શરૂઆતમાં મુખ્ય હિરોઈન તરીકે પણ અભિનય કર્યો હતો. લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. પરંતુ તેઓ માતાના પાત્ર માટે ખૂબ જાણીતા બન્યાં. ખાસ કરીને અમિતાભ બચ્ચનની પડદા પરની મા તરીકે તેમને ભારે ખ્યાતિ મળી. ફિલ્મ દિવાર, સુહાગ, અમર અકબર એન્થની, ગિરફ્તાર વગેરે ફિલ્મોમાં તેમણે અમિતાભની માની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમના અભિનયને ભારે દાદ મળી હતી.

   


  વણકહી વાત


  મુંબઈ જ એમની કર્મભૂમિ હોવા છતાં જન્મભૂમિ વલસાડ સાથે તેમણે આજીવન નાતો અકબંધ રાખ્યો હતો અને નિયમિત રીતે વલસાડની મુલાકાત લેતાં હતાં. વલસાડના શિશુભવનની સ્થાપનામાં પણ તેમણે અંગત રસ દાખવ્યો હતો અને તેના આજીવન ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી.


   

  સન્માન
  અવસાનના એક વર્ષ પહેલાં જ એમનું ફિલ્મફેર પુરસ્કારમાં 'બેસ્ટ સ્પોર્ટિંગ અભિનત્રી' તરીકે એવોર્ડ આપી સન્માન કરવા માં આવ્યું હતું. એમનું અવસાન ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ હૃદયરોગના હુમલાને લીધે થયું હતું. 

   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી