વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર

૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ તેમજ પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય રહ્યાં

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 08:43 PM
women pride vidha gauri

વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.વિદ્યાગૌરી નીલકંઠ:ગુજરાતમાં સૌપ્રથમ સ્નાતકની પદવી મેળવનાર.

જન્મ અને શિક્ષણ

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતાં. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં મેળવ્યું. પિતાની નોકરીમાં વારંવાર બદલીને કારણે તેમનું શિક્ષણ મોસાળમાં થયું હતું.

સિદ્ધિ
૧૮૯૧માં મૅટ્રિક થયા બાદ વિદ્યાગૌરી અને એમનાં નાના બહેન શારદાબહેન ગુજરાત કૉલેજમાંથી ૧૯૦૧માં બી.એ. થયા. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો હતા.


વણકહી વાત

વર્ષ ૧૮૮૯માં વિદ્યાબહેનનાં લગ્ન રમણભાઈ નીલકંઠ સાથે થયાં હતાં. રમણભાઈ નીલકંઠ પણ પ્રસિદ્ધ સાક્ષર હતા. રમણલાલના પિતા મહિપતરામ નીલકંઠ ગુજરાતમાં અગ્રણી સમાજસુધારક ગણાય છે. વિદ્યાબહેનના મામા નરસિંહરાવ દિવેટિયા પણ ગુજરાતીના પ્રસિદ્ધ સાક્ષર અને સાહિત્યકાર હતા, જેમણે રચેલી કવિતા 'મંગલમંદિર ખોલો દયામય...' ગુજરાતભરના ઘરોમાં ગવાય છે.

પ્રદાન
તેઓ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનમાં પ્રમુખ હતા. ૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ તેમજ પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય રહ્યાં. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ તરીકે પણ સેવાઓ આપી હતી.

સન્માન
૧૯૨૬માં તેમને બ્રિટિશ સરકાર તરફથી ‘કૈસરે હિન્દ’નો ઈલકાબ મળ્યો હતો.
સાહિત્ય,એમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯૫૬) અને ‘જ્ઞાનસુધા’ (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. એમણે ‘પ્રો. ઘોંડો કેશવ ક્વે’ (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ ‘હાસ્યમંદિર’નાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઑવ ધ સામ્સ’ નો ‘સુધાહાસિની’ (૧૯૦૭) નામે તથા વડોદરામાં મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુ્સ્તક ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઈન્ડિયા’નો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’(૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.

X
women pride vidha gauri
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App