100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ
Home » Divyashree » Women Pride » women pride homai vyaravala

હોમાઈ વ્યારાવાલા:દેશના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 16:53PM IST
 • હોમાઈ વ્યારાવાલા:દેશના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર

  જન્મ અને શિક્ષણ

  1913માં નવસારી જિલ્લામાં પારસી પરિવારમાં જન્મેલાં હોમાઈ વ્યારાવાલા સમગ્ર દેશમાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર તરીકેનું બહુમાન ધરાવે છે. જે જમાનામાં ફોટોગ્રાફી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવાં સમયમાં હોમાઈએ ન્યુઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું અને તેમાં સફળતા હાંસલ કરી હતી.

  -પિતાના સતત સ્થળાંતરને કારણે વ્યારાવાલા સતત પોતાનું સ્થાન બદલાવતા રહ્યા છે. બાળપણમાં પિતાનું મુંબઈ સ્થળાંતર થવાને કારણે તેઓ મુંબઈ સ્થાપિત થયા .મુંબઈ ગયા પછી , હોમોઇ વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી અને સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો.

  -કારકિર્દી

  હોમાઈ વ્યારાવાલાએ પોતાની કારકિર્દી 1930માં શરુ કરી. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં, તેમણે મુંબઇ સ્થિત ‘ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ મેગેઝિન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું, આ મેગેઝીને તેના ઘણા બ્લેક એન્ડ વાઈટ ચિત્રો પ્રકાશિત કર્યા હતા, જે પાછળથી આઇકોનિક બન્યા હતા.કારકિર્દી ના પ્રારંભિક વર્ષો માં તેઓ તેમની ફોટોગ્રાફી માટે ખાસ જાણીતા ના હોવાથી તેમણે પતિ ના નામ હેઠળ ચિત્રો પ્રકાશિત કરવાનું શરુ કર્યું.
  આખરે તેમની ફોટોગ્રાફીને રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવી, 1942માં દિલ્હીના બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસમાં જોડાયા.

  વણકહી વાત

  1970 માં પતિના અવસાનના થોડા સમય બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની ખરાબ વર્તણુકને લીધે હોમાયબહેને ફોટોગ્રાફી છોડી દીધી હતી અને 40 વર્ષ સુધી એમણે એક પણ ફોટો લીધો નહોતો. પાછળથી વ્યારાવાલાએ પોતાના ચિત્રોનો સંગ્રહ દિલ્હી સ્થિત આલ્કઝી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો.

  સન્માન
  ગૂગલે તેમની 104 મી જન્મજયંતી પર ‘ફર્સ્ટ લેડી ઓફ લેન્સ’તરીકે સન્માનિત કર્યા. ભારત સરકારે પણ તેમને પદ્મવિભુષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી