વર્ષા અડાલજા: સાહિત્યની 'આચાર્ય' પરંપરા

varsha adalja women pride

વર્ષા અડાલજા: સાહિત્યની 'આચાર્ય' પરંપરા.વર્ષા અડાલજા: સાહિત્યની 'આચાર્ય' પરંપરા.વર્ષા અડાલજા: સાહિત્યની 'આચાર્ય' પરંપરા.વર્ષા અડાલજા:ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર. વર્ષા અડાલજા:ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.ગુજરાતી સાહિત્યમાં સન્માજનક સ્થાન પામનાર: વર્ષા અડાલજા.

divyabhaskar.com

Sep 07, 2018, 08:48 PM IST

જન્મ અને શિક્ષણ

વર્ષાબહેનનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેઓ મૂળ જામનગરના વતની છે, પરંતુ જન્મભૂમિ અને કર્મભૂમિ મુંબઈ રહી છે.

-તેમણે ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ. એ. ની ઉપાધી મેળવી હતી. તેમણે ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી મુંબઈ આકાશવાણીમાં પ્રવકતા તરીકે કાર્ય કર્યુ. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’નાં તંત્રી રહ્યા હતા. તેઓ ૧૯૬૬ થી લેખન ક્ષેત્રે સંકળાયેલા છે.

વણકહી વાત
વર્ષાબહેનના પિતા ગુણવંતરાય આચાર્ય પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર હતા. વર્ષાબહેનના બહેન ઈલા આરબ મહેતા પણ ગુજરાતી સાહિત્યમાં સન્માનજનક પ્રદાન કરી ચૂક્યાં છે. કારકિર્દીના આરંભે વર્ષાબહેન અભિનયનું ક્ષેત્ર પસંદ કર્યું હતું અને સંખ્યાબંધ નાટકોમાં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી, જેમાં સંતુ રંગીલીનું પાત્ર પણ સામેલ છે. સાહિત્યમાં તેમનો પ્રવેશ આકસ્મિક સંજોગોમાં થયો હતો.

સાહિત્ય
એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. નવલકથા 'અણસાર' માટે તેમને 'સાહિત્ય અકાદમી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
ગાંઠ છૂટ્યાની વેળા, બંદીવાન, અણસાર, લાક્ષાગૃહ વગેરે તેમની યશસ્વી કૃતિઓ મનાય છે. ગુજરાતી સાહિત્યમાં મહિલાઓના પ્રદાનની નોંધ લેતી વખતે વર્ષાબહેનનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય છે.


સન્માન
પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ એમને મળી ચૂક્યા છે.

X
varsha adalja women pride
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી