સુમતિ મોરરાજીઃ દરિયાખેડુ ગુજરાતનું નારી ગૌરવ

divybhaskar.com

Sep 11, 2018, 05:50 PM IST
women pride, sumit moraraji

સુમતિ મોરરાજીઃ દરિયાખેડુ ગુજરાતનું નારી ગૌરવ.સુમતિ મોરરાજીઃ દરિયાખેડુ ગુજરાતનું નારી ગૌરવ.

બાળપણ
કચ્છી ભાટિયા જ્ઞાતિના અને શેરબજારના બાદશાહ કહેવાતા શેઠ મથુરાદાસ ગોકળદાસના છ પુત્રો પછી સાતમા સંતાન તરીકે જન્મેલાં સુમતિબહેનનું પિયરનું નામ યમુના હતું. પિતાએ દીકરાઓની માફક જ તેમનો ઉછેર કર્યો હોવાથી તેઓ પાંચ ભાષાઓના જાણકાર હોવા ઉપરાંત સ્વિમિંગ, હોર્સ રાઈડિંગમાં પણ પારંગત હતાં.

લગ્ન
શીપિંગ અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગના અગ્રણી શેઠ નરોત્તમ મોરારજીના પુત્ર શાંતિકુમાર સાથે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સુમતિના લગ્ન થયા હતા. સસરાએ પણ તેમને પુત્રીવત્ત સ્નેહ આપવા ઉપરાંત તેમનું કૌશલ્ય પારખીને વ્યવસાયમાં પલોટવા માંડ્યા હતાં. એ જમાનામાં ગર્ભશ્રીમંત પરિવારની સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી ન હતી ત્યારે સુમતિબહેન બોર્ડની મીટિંગમાં હાજરી આપવી કે લેબર યુનિયનના મેળાવડામાં ઉપસ્થિત રહેવા સુધીની ફરજો બજાવતાં હતાં.

શીપિંગમાં શિરમોર
સુમતિબહેનના નેતૃત્વ હેઠળ મોરારજી પરિવારની કંપની સિંધિયા સ્ટિમ એન્ડ નેવિગેશને ભારે પ્રગતિ કરી. એક સમયે વિશ્વના ૨૮ દેશોમાં તેમની ઓફિસ હતી, ૮૦થી વધુ દેશો સાથે તેમનો કારોબાર હતો અને દુનિયાભરમાં ૧૨૦૦૦થી વધુ લોકો તેમની કંપનીમાં કામ કરતાં હતાં. જે સમયે ભારત જ નહિ, વિશ્વમાં પણ શીપિંગ બિઝનેસ પુરુષોની મોનોપોલી ગણાતો હતો ત્યારે એક મહિલા તરીકે સુમતિબહેને મેળવેલી સફળતા નોંધપાત્ર ગણાય.

વૈશ્વિક ઓળખ
તેઓ ઈન્ડિયન સ્ટિમશીપ ઓનર્સ એસો.ના પ્રમુખ બન્યાં હતાં અને બાદમાં વૈશ્વિક સંસ્થાનું અધ્યક્ષપદ પણ તેમણે શોભાવ્યું હતું.

સન્માન
શીપિંગ ઉદ્યોગમાં તેમનાં માતબર પ્રદાનને ધ્યાનમાં રાખીને ૧૯૭૧માં તેમને પદ્મવિભુષણથી સન્માનિત કરાયા હતા.

વણકહી વાત
* સુમતિ મોરારજીના સસરા નરોત્તમ મોરારજી વિમાનપ્રવાસ કરનાર સૌ પ્રથમ ભારતીય તરીકેનું બહુમાન ધરાવે છે. ઈસ. ૧૯૧૩માં તેઓ ઈંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં તેમણે હવાઈયાત્રા કરી હતી અને લંડન ટાઈમ્સમાં ફોટોગ્રાફ સાથે તેનો અહેવાલ પણ છપાયો હતો.
* પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ પરંપરાના ચુસ્ત અનુયાયી એવા સુમતિબહેનના આમંત્રણથી શ્રીલ પ્રભુપાદ તરીકે ઓળખાતા ઈસ્કોન સંપ્રદાયના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી ભારત આવ્યા હતા. ભારતમાં ઈસ્કોનના પ્રચાર, પ્રસાર પાછળ સુમતિબહેનનો બહુ મોટો ફાળો હતો.

X
women pride, sumit moraraji
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી