તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાબહેન મહેતા: કરુણા, અભય અને સાહસિકતાના પ્રતીક સમા જાજરમાન ગુજરાતી નારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરુણા, અભય અને સાહસિકતા

નવાબી કાળના સમર્થ અધિકારી તરીકે પંકાયેલા હરપ્રસાદ દેસાઈના પુત્રી પુષ્પાબહેન એક એવી ગુજરાતી સ્ત્રીનું પ્રતીક છે, જેણે સામાજિક દુષણો અને ખાસ તો સ્ત્રીઓ સામે થતાં અન્યાયનો વિરોધ કર્યો. પતિ કે સાસરિયાથી ત્રસ્ત સ્ત્રીઓને સન્માનભેર છત મળે, કામ મળે એ માટે સમગ્ર ભારતમાં વિકાસગૃહનો અભિનવ પ્રયોગ પુષ્પાબહેને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. આરઝી હકુમતના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં પણ તેમનું અપ્રતિમ યોગદાન રહ્યું છે. પુષ્પાબહેન આજીવન કરુણા, અભય અને સાહસિકતાનું પ્રતીક ગણાતાં રહ્યાં. 

 

બાળપણ - પરિવાર

પુષ્પાબહેનનો જન્મ પ્રભાસપાટણ ખાતે થયો હતો. પિતા હરપ્રસાદ દેસાઈ સાત પેઢીથી પ્રભાસક્ષેત્રના વતની હતા. હરપ્રસાદના પિતા અને પિતામહ બંને રાજ્ય વહીવટમાં યશસ્વી કામગીરી બજાવી ચૂક્યા હતા. હરપ્રસાદ પણ જુનાગઢ નવાબના પોલીસ વડાં તરીકે જાણીતા હતા. તેમના સંતાનો પુષ્પાબહેન અને શંભુપ્રસાદે પણ દેસાઈ કુટુંબની યશગાથાને પોતાની રીતે આગળ વધારી હતી. 

 

વણકહી વાત
બહુ જ નાની વયે વિધવા થયેલા પુષ્પાબહેને પરંપરા મુજબ કાળો સાડલો તો ધારણ કર્યો, પરંતુ પરંપરા મુજબ ખૂણો પાળવાને બદલે જાહેરજીવનમાં ઝંપલાવ્યું અને વિધવા, ત્યક્તા, નિરાધાર સ્ત્રીઓના સન્માન માટે જીવન ખર્ચી નાંખ્યું. તેઓ કાળા સાડલાવાળા પુષ્પાબહેન તરીકે ઓળખાતાં હતાં.

 

વિકાસગૃહનો અભિનવ પ્રયોગ

 1937માં જ્યારે તેમણે ઘરમાં અને કુટુંબમાં અત્યાચારોથી પીડાતી સ્ત્રીઓ માટે આશ્રયગૃહ સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે તેમના ચિત્તમાં આ સસ્ત્રીઓને આર્થિક તાકાતથી સમૃદ્ધ કરવાનો વિચાર પણ ચાલતો જ હતો. એક પછી એક વિકાસગૃહો તેમણે સ્થાપ્યાં, 1951 સુધીમાં સાત વિકાસગૃહોની સ્થાપના થઈ ચૂકી હતી. વધુ બે 1960 અને 1079માં સ્થપાયાં. આ દરેકમાં સ્ત્રીઓને કૌશલો શીખવવાનાં આયોજન તેમણે કર્યાં હતાં. 1945 સુધીમાં પુષ્પાબહેને અનેક મહિલામંડળોને ટેકો કર્યો હતો. 

 

કન્યાનું દાન ન હોય

સ્ત્રીઓની અનેક સમસ્યાઓનો ઉકેલ શોધતાં કન્યાદાનની પ્રથાનો સખત વિરોધ તેમણે કર્યો હતો. અનેક સભાઓમાં શ્રોતાજનોને કન્યા ચીજવસ્તુ નથી તેનું દાન ન હોય તેમ સમજાવતા. ઘરમાં અને કુટુંબમાં દુ:ખી થતી સ્ત્રીઓને આશ્રય આપવા બનાવેલાં વિકાસગૃહોમાં તેમણે સ્ત્રીશિક્ષણની વ્યવસ્થા કરેલી.

 

રાજકીય પ્રવૃત્તિ

તેઓ એક કર્મઠ રાજકારણી પણ હતાં. કોંગ્રેસની મહિલાપાંખના પ્રમુખ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ, વધુ સન્માન અપાવે તેવી નિમણૂક હતી સૌરાષ્ટ્રની બંધારણસભાના અધ્યક્ષ તરીકેની, ત્યાર પછી તેઓ પ્રજાકીય સરકારમાં શિક્ષણમંત્રી નિમાયાં હતાં. 1952, 1956 અને 1961માં વિધાનસભાના સભ્ય બન્યાં હતાં અને 1966માં ભારતીય રાજ્યસભામાં સભ્ય તરીકે નિયુક્ત થયા હતાં. 1961થી અનેક વર્ષો સુધી ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડનાં અધ્યક્ષ રહ્યાં હતાં. 

 

સન્માન

ભારત સરકારે તેમને પદ્મભનીને તેમની સમાજસેવાને પુરસ્કૃત કરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser