100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ
Home » Divyashree » Women Pride » women pride, purnima ben pakawasa

પૂર્ણિમાબહેન પકવાસાઃ ડાંગના દીદી જેવા થવું દુર્લભ

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 17:43PM IST
 • પૂર્ણિમાબહેન પકવાસાઃ ડાંગના દીદી જેવા થવું દુર્લભ

  બાળપણ
  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે મધ્યમવર્ગિય જૈન પરિવારમાં જન્મેલાં પૂર્ણિમાબહેનને બાળપણથી જ તેમનાં માતા ચંચળબાએ આઝાદીની લડતમાં જોડાવા પ્રેરિત કર્યાં હતા.

  મહેલમાંથી જેલમાં
  પૂર્ણિમાબહેન ગર્ભશ્રીમંત પકવાસા પરિવારના પુત્રવધુ હોવા છતાં આજીવન ગાંધીજીના રંગે રંગાઈને સાદગીભર્યા જીવનને જ અપનાવી રહ્યા. આઝાદીની લડાઈમાં તેમણે કુલ સોળ વખત જેલવાસ ભોગવ્યો હતો. સાદા વસ્ત્રો, કોઈપણ પ્રકારના અલંકાર કે આભુષણનો ત્યાગ અને સાદુ ભોજન એવી ગાંધીજીએ લેવડાવેલી પ્રતિજ્ઞાનું તેમણે આજીવન પાલન કર્યું.

  કસ્તુરબાના શિક્ષક
  વર્ષ ૧૯૩૦માં ધોલેરાની જેલમાં પૂર્ણિમાબહેનની બાજુની કોટડીમાં જ કસ્તુરબાને રાખવામાં આવ્યાં હતાં. એ વખતે જેલમાં પણ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના ગાંધીજીના આદેશ મુજબ પૂર્ણિમાબહેને તદ્દન નિરક્ષર કસ્તુરબાને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું. પરિણામે જેલમાંથી છૂટ્યા ત્યારે કસ્તુરબા ખાસ્સું એવું લખતાં-વાંચતાં શીખી ગયા. આથી ભારે ખુશ થયેલા ગાંધીજીએ પૂર્ણિમાબહેનને આજીવન શિક્ષક બની રહેવા કહ્યું.

  ડાંગના દીદી
  ગાંધીજીના આદેશને શિરોધાર્ય ગણીને પૂર્ણિમાબહેને ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આદિવાસી વિસ્તારોમાં જઈને કન્યા શિક્ષણનો યજ્ઞ આરંભ્યો અને ઋતંભરા વિદ્યાલયોની શરૂઆત કરી. જીવ્યાં ત્યાં સુધી તેઓ આ કાર્યને દૃઢતાપૂર્વક વળગી રહ્યાં હતાં.

  વણકહી વાત
  મધ્યમવર્ગિય પરિવારના પૂર્ણિમાબહેનના લગ્ન મુંબઈના અતિશ્રીમંત પરિવારમાં થયા એ પણ બહુ રસપ્રદ કથા છે. સુરત નજીક હરિપુરા ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહેલાં તરુણવયના પૂર્ણિમાબહેનની જવાબદારી હતી કે નિયત પાસ હોય તેને જ અધિવેશનના મુખ્ય સ્ટેજ પર પ્રવેશ આપવો. એ વખતે મુંબઈના ધનાઢ્ય અને ગાંધીજીના પ્રશંસક શેઠ મંગળદાસ પકવાસા આવ્યા. તેમની પાસે પાસ ન હોવાથી પૂર્ણિમાબહેને તેમને મંચ પર જવા ન દીધા. તેમની હિંમત, ફરજપરસ્તી અને વિવેકથી પ્રભાવિત થયેલા શેઠ મંગળદાસે એ જ વખતે પોતાના દીકરા અરવિંદ માટે પૂર્ણિમાનો હાથ માંગી લીધો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી