100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ

કુન્દનિકા કાપડિયા: સાહિત્યમાં સ્ત્રી ગૌરવના પર્યાય

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 17:03PM IST
 • કુન્દનિકા કાપડિયા: સાહિત્યમાં સ્ત્રી ગૌરવના પર્યાય

  સાક્ષર કુન્દનિકા 

  સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી ગામે જન્મેલાં કુન્દનિકા કાપડિયાનો સમગ્ર પરિવાર વેપારી હોવા ઉપરાંત શિક્ષણપ્રેમી હતો. કન્યાશિક્ષણ એ જમાનામાં બહુ જ ઓછું હતું તો પણ કુન્દનિકાના શિક્ષણ માટેના અનુરાગને તેમનાં પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં, સ્નાતક શિક્ષણ ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કોલેજમાં અને અનુસ્નાતક શિક્ષણ મુંબઈ ખાતે થયું હતું. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ મૌલિક સાહિત્ય ક્ષેત્રે આરંભ કરી ચૂક્યાં હતાં. 

   

  સાહિત્યમાં પ્રદાન

  કુન્દનિકાબહેનનું સાહિત્યિક પ્રદાન બહુવિધ સ્તરો પર પથરાયેલું છે. તેમણે નવલકથાઓ પણ લખી છે અને વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. નિબંધકાર તરીકે પણ તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. આમ છતાં જે કેટલીક કૃતિઓએ સમગ્ર સમાજની ચેતના જગાવવામાં બહુ મોટું કામ કર્યું તેમાં નવલકથા 'સાત પગલાં આકાશમાં'ને મુખ્ય ગણવી પડે. 

   

  વણીકહી વાત
  કુન્દનિકા કાપડિયાએ લખેલ પ્રાર્થનાઓનો સંગ્રહ 'પરમ સમીપે' તેમાં વ્યક્ત થયેલી પ્રાર્થનાઓની ઋજુતા, આર્જવ અને ખાસ તો પરમશક્તિ પ્રત્યેના સમર્પિતભાવના કારણે એટલો લોકપ્રિય બન્યો છે કે વર્ષોથી તે બેસ્ટ સેલર તરીકે પંકાય છે. પુસ્તકો વસાવતાં પ્રત્યેક ગુજરાતી પરિવારમાં આ પ્રાર્થના સંગ્રહ જોવા મળે છે. 

   

   

  સાત પગલાં ગૌરવના
  સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા 'સાત પગલાં આકાશમાં' ગુજરાતી વાચકો, ખાસ કરીને મહિલાઓમાં બેહદ લોકપ્રિય નીવડી છે. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ વાર્તા પરથી એક ગુજરાતી ટી. વી. ધારાવાહિક શ્રેણી પણ પ્રસારીત થઇ ચુકી છે. આ પુસ્તકને ૧૯૮૫નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી