100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ
Home » Divyashree » Women Pride » women pride, kastur ba

કસ્તૂરબા: ગાંધીથી ગાંધીજી સુધીના સહયાત્રી

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 17:00PM IST
 • કસ્તૂરબા: ગાંધીથી ગાંધીજી સુધીના સહયાત્રી

  બાળપણ

  ગાંધીજીની માફક કસ્તુરબાનું જન્મસ્થળ પણ પોરબંદર. ગાંધીજીના પૈતૃક મકાન, જે હાલ કીર્તિમંદિર તરીકે વિખ્યાત છે ત્યાંથી તદ્દન નજીક કસ્તુરબાના પિતાનું મકાન હતું. કસ્તુરબાના પિતા કરિયાણાના સાધારણ વેપારી હતા. એ જમાનાની પરંપરા મુજબ માત્ર ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબાના વિવાહ મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થઈ ચૂક્યા હતા. કસ્તુરબાના પરિવારની સરખામણીએ મોહનદાસનો પરિવાર ચડિયાતો અને સંપન્ન ગણાતો હતો. કસ્તુરબા એ વખતે તદ્દન નિરક્ષર હતાં.

  ગાંધીથી ગાંધીજી સુધીના સહયાત્રી

  મોહનદાસ ગાંધી વકિલાત માટે આફ્રિકા ગયા. તેમની સાથે પરદેશગમન કરનાર કસ્તુરબાએ મોહનદાસની દરેક પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો. ટોલ્સ્ટોય ફાર્મના ફિનિક્સ આશ્રમ અંગે ગાંધીજીના વિચારોને સાકાર કરવામાં કસ્તુરબાનું પણ યોગદાન હતું. હિન્દીઓના પ્રશ્નો ઊઠાવવા ગાંધીજીએ આંદોલન કર્યું તેમાં પણ કસ્તુરબા સક્રિય રહ્યાં હતાં. મોહનદાસના ભારતગમન પછી પણ તેઓ સતત પડછાયો બની રહ્યા.

  વણકહી વાત
  ગાંધીજીના ચાર પુત્રો પૈકી હરિદાસ પ્રત્યે કસ્તુરબાને વિશેષ અનુરાગ હતો. બાપુના આદર્શો પર ચાલવા જતાં પોતે સંતાનોને અન્યાય કર્યો છે એવું માનતાં કસ્તુરબા હરિદાસને એક રેલવે સ્ટેશન પર મળ્યા ત્યારે હરિલાલ સાવ મુફલિસ વેશે હતા. એ જોઈને કકળી ઊઠેલાં હૈયે તેમણે કહ્યું હતું કે, 'હવે હું આખા દેશની બા છું. હવે તો તારો ખ્યાલ તું જાતે રાખ' એક માતાની વેદના અને રાષ્ટ્રભક્તિ બંને આ વાક્યમાં પ્રતિબિંબિત થાય છે.

  વ્હાલસોયા 'બા'
  ભારત પરત ફર્યા પછી મોહનદાસ મહાત્મા ગાંધી બન્યા, તો કસ્તુરબા પણ ગાંધીજી સહિત સેંકડો અંતેવાસીઓ માટે વ્હાલસોયા બા બની રહ્યા. સ્વયં ગાંધીજી પણ તેમનાં માટે બાનું જ સંબોધન કરતાં હતા. અસહકારની ચળવળ હોય કે હરિજન પ્રવૃત્તિ, કસ્તુરબા દરેક કાર્યક્રમોમાં ગાંધીજીના મક્કમ સહયોગી બની રહ્યા અને કસ્તુરબાના માધ્યમથી, પોતાનાં ઘરમાંથી જ ઉદાહરણ આપીને ગાંધીજી સમગ્ર દેશની મહિલાઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડવામાં સફળ થયા.


  નિધન
  ગાંધીજીના આગ્રહ મુજબ અત્યંત મુશ્કેલ જીવનવ્રતનું પાલન હસતાં મુખે કરતાં રહેલાં કસ્તુરબા પુણે ખાતે આગાખાન મહેલમાં નજરકેદ હતા ત્યારે તેમણે દેહ છોડ્યો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી