દીના પાઠક:અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી

women pride, dina pathak

દીના પાઠક:અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી.દીના પાઠક:અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી.દીના પાઠક:અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી. દીના પાઠક:અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી.અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી દીના પાઠક.અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી દીના પાઠક.અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી દીના પાઠક.અભિયન કલાથી રંગભૂમિને અજવાળનાર આદ્ય રંગકર્મી દીના પાઠક.

divyabhaskar.com

Sep 11, 2018, 04:58 PM IST

બાળપણ અને શિક્ષણ

દિનાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં થયો હતો. તેમનાં પિતા જુના ગાયકવાડી રાજમાં મહેસુલ અધિકારી હતા. કિશોરાવસ્થાથી મુંબઈ સ્થાયી થયેલાં દિનાબહેનનું હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ મુંબઈ ખાતે જ થયું હતું. વિદ્યાર્થીકાળથી જ તેમને અભિનયનો ચસ્કો લાગ્યો હતો. એ જમાનામાં છોકરીઓ માટે રંગભૂમિ ત્યાજ્ય મનાતી હતી એવે વખતે દિનાબહેન હિંમતભેર નાટકોમાં ભાગ લેતાં અને સમાજના મ્હેણાં-ટોણાંના સચોટ જવાબ પણ આપતાં. એ રીતે તેઓ ગુજરાતી મહિલા રંગકર્મી તરીકે આદ્ય ગણી શકાય, જેમણે સુદીર્ઘ કારકિર્દી દરમિયાન રંગભૂમિ, ટીવી અને ફિલ્મ એ દરેક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી.


રાજકીય જાગૃતિ
બ્રિટિશ રાજના એ દિવસોમાં સરકારના વિરોધ માટે ભવાઈનો ભરપૂર ઉપયોગ થતો. દિનાબહેન તેમાં પણ અગ્રેસર રહ્યાં હતાં અને ત્રણેક વખત સરકારને વાંધાજનક ભવાઈ પ્રયોગ બદલ જેલવાસ પણ ભોગવ્યો હતો. પરંતુ એ પ્રવૃત્તિ થકી મળેલી પ્રસિદ્ધિ જ આખરે તેમને અભિનયક્ષેત્રે કારકિર્દી ઘડવા તરફ દોરી ગઈ.

વણકહી વાત
વિખ્યાત ગુજરાતી નાટક મેના ગુર્જરીમાં મેનાની ભૂમિકા તો અનેક અભિનેત્રીઓએ કરી, પરંતુ એ ભૂમિકા સૌથી પહેલાં કરનાર હતાં દિના પાઠક. એ નાટક ઉપરાંત જસમા-ઓડણ નાટક (જેમાં દિના પાઠકના બહેન શાંતા ગાંધીએ પણ ભૂમિકા કરી હતી)એ ભારે ધૂમ મચાવી હતી. મેના ગુર્જરીની ખ્યાતિ તો એટલી પ્રસરી કે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના આગ્રહથી રાષ્ટ્રપતિભવનમાં એક ખાસ શો યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિભવનમાં ભજવાયેલ એ એકમાત્ર ગુજરાતી નાટક છે.

આઈએનટી-ઈપ્ટામાં ઘડતર

રંગભૂમિ અને અભિનયની બે મહત્વપૂર્ણ સંસ્થાઓ ઈન્ડિયન નેશનલ થિયેટર અને ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના માધ્યમથી દિનાબહેનની રંગકર્મી તરીકેની પ્રતિભા વધુ નીખરી. આઈએનટીના માધ્યમથી તેમણે દેશભરમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી. જ્યારે ઈપ્ટાના માધ્યમથી તેઓ કલાક્ષેત્રને સામાજિક જાગૃતિ સાથે સફળતાપૂર્વક જોડી શક્યા.

નામી દિગ્દર્શકોના માનીતા

દિના પાઠક તેમના સહજ અભિનયને લીધે ગુલઝાર (મૌસમ, કિનારા, કિતાબ), બાસુ ચેટર્જી (ચિત્તચોર, ઘરૌંદા) અને શ્યામ બેનેગલ (ભૂમિકા) જેવા નામી દિગ્દર્શકોના માનીતા હતા. રમૂજી અને ગંભીર બંને પ્રકારના અભિનયમાં દિના પાઠકની કાબેલિયત આ દરેક ભૂમિકાઓમાં છતી થાય છે.

X
women pride, dina pathak
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી