હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા

અમદાવાદમાં જન્મેલા હંસાબહેનને બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ હતો. સુગમ સંગીત ક્ષેત્રે તેમનું નોંધનિય યોગદાન છે.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:48 PM
hansaben dave, women pride

હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા.હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા.હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા.હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા.હંસા દવે : સુગમ સંગીત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ગુજરાતી મહિલા.

બાળપણ
અમદાવાદમાં જન્મેલાં હંસાબહેનને પરિવારમાંથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. જ્ઞાતિના એક કાર્યક્રમમાં તેમણે માતાજીની સ્તુતિનું ગાન કર્યું એ તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ અને એ વખતે તેમની ઉંમર હતી ફક્ત ચાર વર્ષ. એ સાથે શરૂ થયેલી તેમની સંગીતસાધના આજીવન જારી રહી છે.

સુગમસંગીત ક્ષેત્રે
શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ પં.પ્રતાપ નારાયણ અને ઉસ્તાદ તાજ અહેમદખાઁ પાસેથી મેળવ્યા બાદ તેઓ રાસબિહારી-વિભા દેસાઈની સંગીતસંસ્થા શ્રુતિ સાથે જોડાયા. એ પછી હળવા કંઠ્ય સંગીત પ્રત્યે તેમનો ઝુકાવ વધ્યો. તેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અનેક ગીતો ગાયા છે. મારો વ્હાલો વગાડે વાંસળી, પાપનું બેડલું બૂડે રે બૂડે, અમે એવાં છઈએ, વાતે વાતે તને વાંકું પડ્યું, રંગલો વગેરે તેમનાં અત્યંત લોકપ્રિય ગીતો છે.

વણકહી વાત
લતા મંગેશકર અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ હંસાબહેનના કંઠના પ્રશંસક છે. હળવા કંઠ્ય સંગીત ઉપરાંત ભજન અને ભક્તિગીતો ગાવાનું સુચન લતા મંગેશકરે કર્યું હતું.

X
hansaben dave, women pride
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App