ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા

gujrati women pride, dhiruben patel

ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા. ધીરુબેન પટેલ: ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા.ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ગુજરાતી મહિલા ધીરુબેન પટેલ.

divyabhaskar.com

Sep 11, 2018, 04:36 PM IST

બાળપણ - શિક્ષણ

ધીરૂબેનનો જન્મ 29 મે, ૧૯૨૬ના દિવસે વડોદરા ખાતે થયો હતો. જોકે ચરોતરનું ધર્મજ એ તેમનું મૂળ વતન છે. ધીરુબેનનાં માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ ગોરધનભાઈ હતું. ધીરૂબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કુલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.

સાહિત્યમાં પ્રદાન

મુંબઈ ખાતે પ્રાધ્યાપક તરીકેની આજીવન કારકિર્દી દરમ્યાન ધીરુબહેને મૂલ્યવાન અને પ્રાણવાન સાહિત્યનું પણ સર્જન કર્યું છે, જેનાં કારણે મહિલા ગુજરાતી સર્જક તરીકે તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, હાસ્યકથાઓ, બાળસાહિત્ય, અનુવાદ અને કાવ્ય એવા સાહિત્યના લગભગ સઘળા પ્રકારોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે.

વણકહી વાત
ધીરુબહેન પટેલની વાર્તા પરથી ફિલ્મ સર્જક કેતન મહેતાએ બનાવેલી ફિલ્મ 'ભવની ભવાઈ'ને આંતરરાષ્ટ્રિય સ્તરે સરાહના મળી હતી, જેને લીધે કેતન મહેતાને હિન્દી ફિલ્મોમાં પણ દિગ્દર્શક તરીકે સ્થાપિત થવાની તક મળી.


સન્માન
ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

X
gujrati women pride, dhiruben patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી