તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Start Woollen Neatin Bisuness From Home And Get Success, Savtriben Success Story

અમદાવાદના સાવિત્રીબેન વર્મા 82 વર્ષે પણ ઘરેથી વ્યવસાય કરી પ્રેરણા પુરી પાડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મને પહેલાથી ભરતગૂંથણમાં રસ હતો. વૂલનનું નિટિંગ પણ હું જાણતી હતી . મેં ઘરેથી આ બિઝનેસ શરૂ કર્યો અને સારી સફળતા મળી. 

શરૂઆતમાં 50 રૂપિયાની આવક થઈ હતી
હું વર્ષ 1955માં લગ્ન કરીને પતિના ઘરે આવી. હું ભરતગૂંથણનું કામ જાણતી હોવાથી ઘરના બાળકો માટે સ્વેટર બનાવતી  હતી. મારા બનાવેલા સ્વેટર મારા ઘરના સભ્યો તેમજ પડોશી અને સગા-સંબંધીઓને ગમવા લાગ્યા હતા.આથી મારા ઉત્સાહમાં વધારો થતાં મે ભરતગૂંથણના કામને વ્યવસાયમાં તબદીલ કરવાનું નક્કી કર્યુ અને વ્યવસાયની શરૂ કર્યો હતો હતો.મને શરૂઆતમાં  50 રૂપિયા જેટલી જ આવક થતી હતી.

 

મશીન ખરીદી કરી, વ્યવસાય વધાર્યો
મેં આગળ જતાં સ્વેટરના વ્યવસાયની સાથે સાથે બાળકોના કપડાં બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મારા પતિના મિત્રના પત્નીએ મને સલાહ આપી કે ''તમે મશીન ખરીદી ને તમારા વ્યવસાયનો વ્યાપ વધારો.'' આથી મેં છ હજારની કિંમતનું મશીન ખરીદી મારા કામને આગળ વધાર્યું હતું. મારી પાસે હવે મશીન હોવાથી  અઢીસોથી વધુ સ્વેટર બનાવીને વેચાણ કરી શકતી હતી.બાળકોના કપડાં માટે પણ વધુ મશીનો ખરીદી મારા વ્યવસાયનો વ્યાપ વધારી શકી હતી. 

 


પતિની નોકરી છૂટી તો મારી આવકમાં ઘર ચાલ્યું
મને કોઈ વ્યવસાયના ફાયદા વિશે પૂછે ત્યારે હંમેશાં કહું છું કે મારા પતિ જે મીલમાં નોકરી કરતા હતા તે અચાનક બંધ થઇ  જતાં ઘરની આવક  પણ બંધ થઈ ગઈ હતી.આ સંજોગોમાં ઘર ચલાવવાની સાથે-સાથે બાળકોને ભણાવવાની જવાબદારી પણ મારા શિરે આવી ગઈ હતી. મારા પતિએ ઝડપથી બીજું કામ શોધી લીધું હતું પણ મારી આવકના કારણે આ સમયગાળા દરમિયાન અમારે આર્થિક સંકટનો સામનો કરવો પડયો ન હોતો. મારા વ્યવસાયની સફળતાને આવકની રકમમાં બાંધવામાં માનતી નથી તેથી હંમેશા આ ઉદાહરણ હું બધાને આપતી હોવ છું.

82 વર્ષે પણ વ્યવસાય ચાલું છે.


હું અત્યાર સુધીમાં  અનેક બહેનોને ભરતગુંથણ અને સિલાઈ કામની  તાલીમ આપી ચૂકી છું. આજથી 38 વર્ષ પહેલાં શરૂ કરેલા આ વ્યવસાયને આજે ૮૨ વર્ષે પણ બંધ કર્યો નથી. જોકે મારી ઉંમરના કારણે હાલમાં હું વ્યવસાયને મોટા પાયે કરી શકતી નથી.મને જીવનની સંધ્યાએ પહોંચ્યા પછી પણ ખુદનો વ્યવસાય કરીને સ્વનિર્ભર રહેવાનો જે સંતોષ છે તેવો જ સંતોષ જો તમારે અનુભવવો હોય તો ગમતું કામ કરીને સ્વનિર્ભર બનશો.

-સાવિત્રીબેન વર્મા, અમદાવાદ 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો