Success Story
Home » Divyashree » Success Story » sweet bisuness start in 2007 by Belaben Shah

સંજોગાવસાત મેં 2007માં મીઠાઈનો વ્યવસાય શરૂ કર્યો, બે વ્યવસાયની નિષ્ફળતા બાદ મીઠાઈએ મીઠું પરિણામ આપ્યું

divyabhaskar.com | Last Modified - Nov 26, 2018, 17:46PM IST
  • સંજોગાવસાત મેં 2007માં મીઠાઈનો વ્યવસાય શરૂ કર્યો, બે વ્યવસાયની નિષ્ફળતા બાદ મીઠાઈએ મીઠું પરિણામ આપ્યું

    દિવ્યશ્રી ડેસ્ક:વર્ષ 2006માં સંજોગોવસાત મહિલા ઉદ્યોગ સાહસિક બની હતી.ઘરમાં પતિ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવક થાય તે જરૂરી હતું. આથી મેં કેટરીંગના વ્યવસાયથી મારી વ્યવસાયિક સફરની શરૂઆત કરી હતી.જોકે વ્યવસાયની શરૂઆત માં ધારી સફળતા ન મળતા કેટરિંગના વ્યવસાયને મારે બંધ કરવો પડ્યો હતો.વર્ષ 2007માં દિવાળી ટાણે એક નવા વ્યવસાયની શરૂઆત થઈ હતી. આ નવો વ્યવસાય મીઠાઈ નો વ્યવસાય હતો.

    મેં હવે મોહનથાળ સહિતની મીઠાઈઓ બનાવીને કોર્પોરેટ ક્લાઈન્ટ ને વેચાણ કરવાનું કામ શરૂ કર્યું હતું.મારી મીઠાઈ ખરીદનાર પ્રથમ ગ્રાહક મારા ભાઈ બન્યા હતા. તેમણે મને ૪૦ કિલો મીઠાઈનો પહેલો ઓર્ડર આપ્યો હતો. મને આજે પણ યાદ છે કે મારી પહેલી કમાણી ની રકમ હજાર હતી જે મને મીઠાઈ થી પણ વધારે મીઠી લાગી હતી. જોકે આ બીજા વ્યવસાયમાં નિષ્ફળતા મળતા હવે ત્રીજા વ્યવસાય તરફ મારે નજર દોડાવી હતી.

    મારા અત્યાર સુધીના અનુભવના આધારે મેં નક્કી કર્યું કે હું ચોકલેટ બનાવતા શીખી ત્રીજા વ્યવસાય તરીકે ચોકલેટ નો વ્યવસાય શરૂ કરીશ. મેં ચોકલેટ બનાવતા શીખી લીધા પછી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાની શરૂઆત કરી દીધી. જોકે સફળતા મળતાં પહેલાં છ મહિના સુધી સખત સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસોમાં જતી જ્યાં સુધી મને બેસાડી રાખવામાં આવતી હતી. આમ છતાં હું હિંમત હારવાના બદલે મારી ચોકલેટ નો ટેસ્ટ કરાવવા માટે બેસી રહેતી હતી. મને ખાતરી હતી કે એક વખત મારી ચોકલેટ ખાધા પછી મને કામ જરૂર મળશે. મારી ધીરજ અને મહેનત રંગ લાવતા મને કોર્પોરેટ ક્લાઈન્ટ્સ તરફથી કામ મળવાની શરૂઆત થઈ ગઈ હતી.

    મેં આગળ જતા ચોકલેટ ની સાથે સાથે ચીકી બનાવીને વેચાણ શરૂ કર્યું હતું. દિવાળી હોય કે પછી અન્ય કોઈ પ્રસંગ હવે મને ચોકલેટ અને ચીકી ના ઓર્ડર મળી રહ્યા હતા. હું જે મીઠાઈઓ બનાવું છું એમાં વૈવિધ્યતા અને નવીનતા લાવવાનો સતત પ્રયત્ન કરતી રહું છું. હું ક્લાયન્ટની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સુગર ફ્રી મીઠાઈ પણ બનાવું છું.

    મારા આ વ્યવસાયથી રસોઈયાથી માંડી મીઠાઈના બોક્સ પેકીંગ કરનાર સહિત 40 જેટલા લોકોને રોજીરોટી મળી રહી છે. હું ભવિષ્યમાં મારા વ્યવસાયનો વિસ્તાર કરીશ જેમાં હેલ્ધી સ્નેક્સ નો પણ ઉમેરો કરવાની છું. મારી આ કહાની વાંચનાર બહેનોને એટલું જ કહીશ કે નો વ્યવસાય કરીને સ્વનિર્ભર બને જેથી જીવન જીવવાની મજા આવશે.

    -બેલા શાહ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી